Tuesday, August 18, 2026
HomeGeneralDelhi MCD Election Results : આપ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર, કોંગ્રેસ...

Delhi MCD Election Results : આપ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર, કોંગ્રેસ રેસમાંથી બહાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: દિલ્હી નગર નિગમ(MCD ચૂંટણી)ની મતગણતરી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે કાંટાની ટક્કર છે. સવારે 10:15 વાગ્યા સુધી મત ગણતરીમાં આમ આદમી પાર્ટી આગળ છે. જોકે તે હજુ પણ બહુમતીના આંકડાથી દૂર છે. તે જ સમયે બીજેપી બીજા નંબર પર છે. ભાજપ પણ આમ આદમી પાર્ટીથી નજીક છે. ભાજપે શરૂઆતના સમયમાં બે વખત બહુમતીના આંકને સ્પર્શ કર્યો હતો, ત્યારબાદ તે બંને વખત બહુમતીના આંકથી નીચે ગયો હતો. આમ આદમી પાર્ટીએ એક વખત બહુમતીના આંકડાને સ્પર્શ કર્યો હતો. દિલ્હીમાં MCD માટે 4 ડિસેમ્બરે મતદાન થયું હતું, જેમાં 50.48 ટકા મતદાન નોંધાયું હતું.

અત્યાર સુધીમાં 5 બેઠકોના પરિણામ આવી ગયા છે. મોહન ગાર્ડન સીટ પર ભાજપે જીત મેળવી છે. પાંચમાંથી ત્રણ ભાજપે અને બે આમ આદમી પાર્ટીએ જીતી છે. દિલ્હી નગર નિગમ (MCD)માં 250 વોર્ડ છે અને આ ચૂંટણીમાં 1,349 ઉમેદવારો મેદાનમાં છે. નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP), ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળ્યો હતો. 9:50 વાગ્યા સુધી 73 લાખમાંથી 14 લાખથી વધુ મતોની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. આમાંથી O.78 ટકા મત NOTAને મળ્યા છે. આમ આદમી પાર્ટી (AAP)એ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કુલ 250 બેઠકોમાંથી 180થી વધુ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

- Advertisement -

દિલ્હી બીજેપીના ઉપાધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે આ સખત લડાઈ થવા જઈ રહી છે. તેમણે કહ્યું, “અમે પ્રી-પોલ સર્વેક્ષણોને ખોટા સાબિત કરીશું અને MCDમાં ભાજપ સતત ચોથી ટર્મ માટે સત્તામાં આવશે.” મતદાન બાદ જાહેર થયેલા એક્ઝિટ પોલ મુજબ – દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં AAPને બમ્પર બહુમતી મળવાની આગાહી કરવામાં આવી છે. પ્રારંભિક વલણોના પરિણામો આવતાની સાથે જ આમ આદમી પાર્ટીમાં ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો હતો. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા સવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીમાં ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

મતગણતરી કેન્દ્રો શાસ્ત્રી પાર્ક, યમુના વિહાર, મયુર વિહાર, નંદનગરી, દ્વારકા, ઓખલા, મંગોલપુરી, પ્રીતમપુરા, અલીપોર અને મોડલ ટાઉન સહિતના વિસ્તારોમાં આવેલા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ કેન્દ્રો પર કડક સુરક્ષા ગોઠવવામાં આવી છે અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોની 20 કંપનીઓ અને 10,000 થી વધુ પોલીસ કર્મચારીઓને કેન્દ્રો પર તૈનાત કરવામાં આવ્યા છે. AAP અને બીજેપી બંનેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તેઓ ચૂંટણીમાં વિજયી બનશે, જ્યારે કોંગ્રેસ ગુમાવેલી બેઠક પરત મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular