નવજીવન ન્યૂઝ. વડોદરાઃ વડોદરાના કરજણમાં આવેલા ટોલ પ્લાઝા પાસે ભયંકર અકસ્માત બન્યો છે. બેકાબુ બનેલી ટ્રક ટોલ પ્લાઝામાં ધુસી ગઈ હતી. પેટ્રોલ ભરેલો ટ્રક ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી આવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ સામે આવી નથી. કાળ બની આવી રહેલી ટ્રક જોઈને ક્ષણ પહેલા જ અનુમાન લગાવીને બે યુવકોએ વેપારીનો બચાવ કર્યો હતો. સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ટોલ પ્લાઝાની ઓફિસમાં ટ્રક ઘૂસી આવ્યો હતો.
રાજ્યમાં અવારનવાર ટોલ પ્લાઝા પાસે અકસ્માત બનાવ સામે આવતા હોય છે. ત્યારે વડોદરાના કરજણ ટોલ પ્લાઝા પાસે પણ આવો જ અકસ્માત સામે આવ્યો છે. બેકાબુ થયેલી પેટ્રોલની ટ્રક અચાનક ટોલ પ્લાઝાની ઓફિસમાં ઘૂસી ગઈ હતી. ટ્રક પેટ્રોલની હોવાના કારણે આસપાસના લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે ઓફિસમાં હાજર લોકોએ પણ જીવ બચાવવા ઓફિસની બહાર દોડી આવ્યા હતા. જોકે અકસ્માત બાદ ટ્રકમાં સવાર ડ્રાઈવર અને ક્લીનર પણ ટ્રકમાંથી મુકીને ભાગી ગયા હતા. ટોલ પ્લાઝા નજીક ટ્રકની બ્રેક ફેલ થઈ જવાના કારણે બેકાબુ થઈ હતી. ડ્રાઈવરે બેકાબુ ટ્રક રોકવા માટેનો પ્રયત્ન કરવા છતાં ટોલ પ્લાઝાની ઓફિસમાં ધૂસી ગઈ હતી. બેકાબૂ બનેલા ટ્રકના અકસ્માતના સીસીટીવીમાં જોઈ શકાય છે કે, ટ્રક ઓફિસ આગળનો કાચ તોડીને ઓફિસમાં ધૂસી હતી અને ત્યાર બાદ તેની દિવાલ સાથે ધડાકેભેર અથડાઈ હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796