Monday, October 5, 2026
HomeGujaratસડક-પીપળીયા ગામની સીમમાં મારામારી અને ફાયરિંગ મામલે 6 સામે ગુનો, રિબડાના ધ્રુવરાજસિંહ...

સડક-પીપળીયા ગામની સીમમાં મારામારી અને ફાયરિંગ મામલે 6 સામે ગુનો, રિબડાના ધ્રુવરાજસિંહ જાડેજાને ઝડપી પાડવા પોલીસની કાર્યવાહી

- Advertisement -

Rajkot Gondal firing case (ક્રિશ પટેલ.ગોંડલ): રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સડક-પીપળીયા ગામની સીમમાં 3 ઓક્ટોબર 2026ની રાત્રે મારામારી અને ફાયરિંગની ઘટના સામે આવી છે. ખેતરમાં બકરા ચરાવવા જેવી બાબતે શરૂ થયેલી બોલાચાલી બાદ પાંચથી છ શખ્સોએ ઘરમાં ઘૂસી પરિવાર પર લોખંડના પાઇપ અને લાકડીઓથી હુમલો કર્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ દરમિયાન હવામાં ફાયરિંગ કરાયું છે.

સડક-પીપળીયા ગામની સીમમાં ડૉક્ટર પંપના કારખાના પાછળ આવેલા પ્લોટમાં રહેતા દેવીપૂજક પરિવાર સાથે આ ઘટના બની હતી. ફરિયાદી મમતાબેન સોલંકીના પરિવાર દ્વારા બકરા પાળવામાં આવે છે. 3 ઓક્ટોબરે તેમના દ્વારા રાખવામાં આવેલા ગોવાળ ભીમાભાઈ બકરા ચરાવવા ગયા હતા. આ દરમિયાન બકરા રીબડા ગામના રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજાની વાડીમાં ઘૂસી ગયા હતા.

- Advertisement -

ફરિયાદ મુજબ, આ બાબતનો ખાર રાખીને ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, સમીર સહિતના અન્ય શખ્સો કાળા રંગની કાર અને મોટરસાઇકલ પર ત્યાં આવ્યા હતા. આરોપીઓએ ઘરમાં ઘૂસીને મારામારી શરૂ કરી હોવાનો આક્ષેપ છે. હુમલા દરમિયાન ફરિયાદીના મુકબધીર દિયર નાનીયાને માથા સહિત શરીરના ભાગે લોખંડના પાઇપ અને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ બેભાન થઈ ગયા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. ભીમાભાઈ પર પણ લોખંડના પાઇપથી હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત શખ્સોએ ભય ફેલાવવાના હેતુથી હવામાં ફાયરિંગ કર્યું હોવાનો આક્ષેપ છે. જતા સમયે બકરા ફરી ખેતરમાં દેખાશે તો જીવતા નહીં છોડવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો તેમજ આર્મ્સ એક્ટ અને જી.પી. એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે કરણ સુનિયા બામણીયા, અરમાન મયુદ્દીન હોથી, સમીર કાસમ વિસળ, સુરેશ ઉર્ફે સજુભા રવજીભાઈ ઝાલા અને એક સગીર કિશોરને હસ્તગત કર્યા છે. જ્યારે મુખ્ય આરોપી ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિબડાના ધ્રુવરાજસિંહને હવે પોલીસ શોધી રહી છે.

- Advertisement -

પોલીસ તપાસમાં પકડાયેલા આરોપી સમીર વિરુદ્ધ અગાઉ એક જુગારધારાનો કેસ નોંધાયેલો હોવાનું સામે આવ્યું હોવાનું જણાવાયું છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular