Thursday, May 2, 2024
HomeSeriesDeewal Seriesપરવેઝ અને યુસુફને આખા કેસ સાથે સબંધ ન્હોતો પણ હવે બધા જ...

પરવેઝ અને યુસુફને આખા કેસ સાથે સબંધ ન્હોતો પણ હવે બધા જ માની રહ્યા હતા કે અહિયાથી જીવતા જઈશું નહિ

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-60 દીવાલ ): તેમને જેલમાં આવી પુરા આઠ વર્ષ વીતી ગયા હતા. મહંમદ Muhammad બીજા કરતા એકદમ જુદો માણસ હતો. બહુ ઓછો બોલતો હતો પણ તેની અંદર વિચારવાની પ્રક્રિયા સતત ચાલ્યા કરતી હતી. આઠ વર્ષમાં તેણે પરવેઝ Parvez અને યુસુફને Yusuf જામીન ઉપર છોડવવા માટે 13 વખત અલગ અલગ કોર્ટોમાં Court જામીન અરજી કરી હતી પણ તમામ કોર્ટેએ જામીન અરજી ફગાવી દીધી હતી. કોર્ટ માનવા જ તૈયાર ન્હોતી કે પરવેઝ અને યુસુફને આ કેસ સાથે દુર દુર સુધી કોઈ સંબંધ નથી. હવે તો યુસુફ Yusuf અને પરવેઝ Parvez પણ આઠ વર્ષ જેલની Jail જીંદગીથી ટેવાઈ ગયા હતા. તેમણે પણ જેલમાંથી તેઓ જીવતા બહાર નિકળે તેની આશા છોડી દીધી હતી. બ્લાસ્ટ કેસ Blast Case માટે ખાસ કોર્ટ જેલમાં જ ઉભી કરવામાં આવી હતી. હવે તેમનો કેસ જેલમાં જ ચાલતો હતો પણ છેલ્લાં કેટલાંક મહિનાથી મહંમદનો વ્યવહાર બદલાઈ ગયો હતો તે ચિડીઓ થઈ ગયો હતો. બેરેકમાં તે બીજા કેદીઓ Prisoners સાથે ઝઘડી પડતો હતો. પહેલા તો તેનો વ્યવહાર જેલના સિપાઇઓ Prison soldiers સાથે બહુ સારો હતો પણ હવે તો જેલ સિપાઇને જુવે એટલે જાણે આખલો લાલ કપડું જોઈ ભડકતો હોય તેવુ થતુ હતું. મહંમદ Muhammad અને તેના આઠ સાથીઓને જેલમાં તેમને બેરેકના કેમ્પસ બહાર જવાની પરવાનગી ન્હોતી પણ મહંમદે ભણવાનું બહાનું ઉભુ કરી બેરેક બહાર નિકળવાનો રસ્તો શોધી કાઢ્યો હતો. રોજ સવારે તે પોલીસ Police જાપ્તામાં પોતાની બેરેકમાંથી નિકળી બહાર નિકળતા ત્યારે મહંમદની નજર જેલની Jail ભુગોળ સમજવાનો પ્રયત્ન કરતી હતી. મહંમદે પોતાના સાથીઓને તેની ઈચ્છા શુ છે તેની જાણકારી આપી હતી પણ મહંમદ Muhammad ઈચ્છી રહ્યો હતો તે ક્યારે અને કેવી રીતે પાડ પડશે તેની કોઈને ખબર ન્હોતી. મહંમદના સ્વભાવ પ્રમાણે તેને કોઈ પુછવાની હિમંત કરી શકે તેમ ન્હોતા. જેલમાં મહંમદે ભણવાનું શરૂ કરાવ્યુ, બેરેકમાં બીજા કેદીઓ Prisoners સાથે ઝઘડો કરવો, જેલ અધિકારીઓ ઉપર ખોટા આરોપો મુકવા આ બધુ તે પોતાની ગણતરીઓ પ્રમાણે કરી રહ્યો હતો. યુનુસ Yunus તેની નજીક હોવા છતાં યુનુસ પણ સમજી શકતો ન્હોતો કે મહંમદ આવુ શા માટે કરી રહ્યો છે.



- Advertisement -

જેલ અધિકારીઓને આઠ વર્ષ સુધી ક્યારેય તેમની જેલમાં બ્લાસ્ટ કેસ Blast Case જેવા ગંભીર ગુના આરોપીઓ accused છે તેનો ભાર અને ડર લાગ્યો ન્હોતો પણ છેલ્લાં ચાર મહિનાથી બ્લાસ્ટ કેસના આરોપીઓએ Blast Case accused આખી જેલને માથે લઈ લીધી હતી. આખી વાતમાં કોઈને કઈ જ ખબર પડતી ન્હોતી તો તે યુસુફને હતી, તે પોતાની મસ્તીમાં રહેતો હતો ત્યારે મહંમદ Muhammad પાસે જઈ પુછતો કે મેજર તમે બદલાયેલા કેમ લાગો છો? ત્યારે તે તેના માથા ઉપર હાથ મુકતા કહેતો બટકા હું ક્યા બદલાયો છુ, પહેલા જેવો જ છું. મહંમદ તેને કારણ કહેતો નહીં પણ મહંમદ તેને બટકો કહેતો તે વાત તેને ગમતી હતી, તેને જેલમાં કોઈ પોતાનું લાગતુ હોય તો મહંમદ હતો. મહંમદે પરવેઝને Parvez છોડાવવા માટે કોઈ કસર છોડી ન્હોતી, જેનો ખુબ અફસોસ મહંમદને Muhammad પણ હતો. તે દિવસ તેમની કોર્ટમાં Court મુદત હતી, જેલ પોલીસ Police તેમને જેલમાં જ બનાવવામાં આવેલી ખાસ કોર્ટમાં લઈ આવી. મહંમદ અને તેના સાથીઓ જ્યારે કોર્ટમાં આવ્યા ત્યારે તેમને બહુ આશ્ચર્ય થયુ, કારણ તેમની બેઠક વ્યવસ્થા અને જજના Judge ડાયસ વચ્ચે એક પડદો નાખી દેવામાં આવ્યો હતો. યુનુસે Yunus જ્યારે જેલ સિપાઈને Jail soldiers પુછ્યુ કે વચ્ચે પડદો કેમ છે? તો તેણે છણકો કરતા કહ્યુ જજ Judge સાહેબ આવે છે ત્યારે તમે ઉભા થતાં નથી એટલે પડદો નાખ્યો છે. જજ પોતાની ખુરશી ઉપર બેસે પછી પડદો ખોલી નાખીશુ. મહંમદ Muhammad આ સાંભળી હસ્યો તેને લાગ્યુ તેની યોજના બરાબર કામ કરી રહી છે. થોડીવાર પછી જજ આવી રહ્યા છે તેવો પોકાર થયો. જો કે મહંમદ અને તેના સાથીઓ જજને જોઈ શકતા ન્હોતા. થોડીવાર પછી જજ આવ્યા અને પોતાની ખુરશી ઉપર બેઠા પછી સિપાઈએ વચ્ચેનો પડદો ખોલી નાખ્યો, બેંચ કલાર્કે બધાના નામ બોલતા બધાએ પોતાનું નામ બોલાય ત્યારે હાથ ઉંચો કરી હાજરી પુરાવી.




કોર્ટે Court પોતાની કાર્યવાહી શરૂ કરતા પહેલા આરોપીઓ સામે જોઈ પુછ્યુ તમારી કોઈ ફરિયાદ, તમારે કઈ કહેવુ છે? બધાના આશ્ચર્ય વચ્ચે મહંમદ Muhammad ઉભો થયો, તેણે કહ્યુ સર Sir મારી એક ફરિયાદ છે, ત્યાં હાજર જેલ પોલીસ Jail Police અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ Crime Branch Officers મહંમદ સામે જોયુ તે સમજી ગયા કે મહંમદ Muhammad હવે કોઈ નવુ નાટક કરશે. છેલ્લી આઠ મુદતથી મહંમદ આવુ કંઈકને કંઈક કરી રહ્યો હતો પણ હવે મહંમદ શુ કરવાનો છે તેની તેના સાથીઓને પણ ખબર ન્હોતી. જજે Judge મહંમદ સામે જોયુ અને કહ્યુ બોલો શુ ફરિયાદ છે? મહંમદે કહ્યુ સર જેલ સ્ટાફનો Jail Staff વ્યવહાર અમારી સાથે ખુબ ખરાબ છે, તેઓ અમારી બેરેકમાં આવી કારણ વગર ઝડતી કરે છે પછી ત્યાં હાજર ક્રાઈમ બ્રાન્ચના અધિકારી Crime Branch Officer તરફ ઈશારો કરતા કહ્યુ આ ક્રાઈમ બ્રાન્ચવાળા ઝડતીના નામે અમારી બેરેકમાં આવી અમને ફટકારે છે, જેલ સ્ટાફ Jail Staff અને ક્રાઈમ બ્રાન્ચવાળા Crime Branch એકબીજા સામે જોવા લાગ્યા. બીજી જ ક્ષણે તેમને લાગ્યુ કે કંઈ વાંધો નહીં કોર્ટ Court તેમને બહુમાં બહુ ઠપકો આપશે પણ મહંમદે વાત આગળ વધારતા કહ્યુ સર આ બધુ તો અમે સહન કરીશુ કારણ અમે મુસલમાન Muslim છીએ એટલે અમારે સહન કરવુ જ પડશે પણ હવે જેલવાળા આ ક્રાઈમવાળાને અમારી નમાઝ Namaz સામે પણ વાંધો છે. અમે પાંચ વખત નમાઝ પઢીએ તે તેમને પસંદ નથી. જજ મહંમદને સાંભળી રહ્યા તેમને પણ ફરિયાદ કરતા મહંમદની Muhammad ફરિયાદમાં કોઈ વજુદ લાગ્યુ નહીં પણ ત્યારે મહંમદે ખિસ્સામાંથી કેટલાંક ફાટેલા કાગળના ટુકડા કાઢી કોર્ટને બતાડતા કહ્યુ જુઓ સાહેબ બે દિવસ પહેલા ઝડતી કરવા આવેલા સ્ટાફે અમારા કુરાનના ટુકડા કરી નાખ્યા. આ વાક્ય સાંભળતા જ બધા સ્તબ્ધ થઈ ગયા.

- Advertisement -



જજે Judge જેલ સ્ટાફ Jail Staff સામે જોયુ મહંમદના સાથીઓ પણ મહંમદ Muhammad સામે જોવા લાગ્યા. નજીક ઉભા રહેલા પોલીસ અધિકારીઓએ Police Officer મહંમદના હાથમાં રહેલા કાગળના ફાટેલા ટુકડા સામે જોયુ પણ તેનું ઉપર ઉર્દુ લખાણ હતું એટલી જ ખબર પડી. જજે પોતાના સ્ટેનોગ્રાફર Stenographer સામે જોતા તેણે નોંધ કરવાની શરૂઆત કરી. તેમણે જેલના આઈજીપીને Jail IGP સંબોધી લખ્યુ કે જેલમાં બ્લાસ્ટના કેસના આરોપીઓ Blast Case accused સાથે જેલ પોલીસ Jail Police અને સીટી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch દ્વારા ગેરવ્યવહાર થઈ રહ્યો છે તેવી અગાઉ પણ પોલીસ Police અને જેલને Jail તાકીદ કરવા છતાં તેમના વ્યવહારમાં કોઈ ફેરફાર થયો નથી. પોલીસ અને જેલ સત્તાવાળાના આ પ્રકારના અમાનવીય વ્યવહારની અદાલતે Court ગંભીર નોંધ લીધી છે. આઈજીપીને IGP આદેશ આપવામાં આવે છે કે આ અંગે તપાસ કરી એક સપ્તાહમાં પોતાનો અહેવાલ કોર્ટને સુપ્રત કરે. આ ઉપરાંત કુરાન જેવા ઈસ્લામના પવિત્ર ધર્મગ્રંથને ફાડી નાખવાની ઘટનાને પણ કોર્ટ ગંભીરતાથી લઈ રહી છે. આ પ્રકારની હવે ચુક થશે તો કોર્ટ જવાબદાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરશે. આ સાંભળી મહંમદના Muhammad ચહેરા ઉપર એક આછુ સ્મિત આવ્યુ, તે જજને Judge થેંક્સ સર Thanks Sir કહી પોતાની જગ્યા ઉપર બેસી ગયો. તેણે ત્રાંસી આંખે યુનુસ Yunus સામે જોયુ, યુનુસને કંઈજ સમજાયુ નહીં કે કુરાનની જે ઘટનાનો મહંમદMuhammad ઉલ્લેખ કરી રહ્યો હતો તે ક્યારે બની, તેને મહંમદનું પણ માઠુ લાગ્યુ કે તેણે ખોટી ફરિયાદ કરવા કુરાનના પાના ફાડ્યા હતા.



- Advertisement -

(ક્રમશ:)

PART – 59 | તેણે બુરખો પહેર્યો હતો પણ યુસુફ તેને કોર્ટમા ઓળખી ગયો તે પોતાના આંસુ રોકી શકયો નહિ



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular