પ્રશાંત દયાળ (ભાગ-56 દીવાલ ): દાનીશ Danish ની કબુલાત પછી દાનીશને પણ ચાંદની Chand જેમ અલગ લોકઅપમાં મુકી દેવામાં આવ્યા હતો, ડીસીપી સિન્હા DCP Sinha સામે આખુ ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ હતું, ડીસીપીને DCP સમજાઈ ગયુ કે ચાંદ-દાનીશ Chand-Danish, અબુ-રીયાઝ Abu-Riaz અને યુનુસ Yunus તો આખી ઘટનાના નાના પ્યાદા છે. ખરૂ મગજ તો મહંમદ Muhammad અને નસીરૂદ્દીન છે, બની શકે મહંમદ અને નસીરૂદ્દીન Naseeruddin ની પાછળ પણ બીજા ચહેરા હોય પણ હજી તેમના નામ સામે આવ્યા ન્હોતા. ધર્મ Religion અને જેહાદ Jehad ના નામે કોઈ પણ શિક્ષીત માણસનું બ્રેઈનવોશ Brainwash કરી તેઓ તેની પાસે ધારે તે કામ કરાવી શકતા હતા. આમ જોવા જાવ તો મહંમદ પણ ખુબ ભણેલો અને પ્રેકટીસ વકિલ Advocate હતો, છતાં તેના ઉચ્ચ શિક્ષણે પણ તેની ધાર્મિક માન્યતા બદલવાને બદલે તેને વધુ કટ્ટર બનાવ્યો હતો. સિન્હાએ Sinha વિચાર કર્યો, હવે મહંમદ સાથે જ સીધી વાત કરવી જોઈએ, તેમને ખબર હતી, મન અને શરિરથી સૌથી મજબુત કોઈ હોય તો તે મહંમદ Muhammad હતો તેના કારણે હમણાં તો તેની સાથે અલગ રીતે વાત કરવાની જરૂર હતી. મહંમદ તેમની ચેમ્બરમાં આવતા તેમણે મહંમદને બીજા આરોપીઓની જેમ નીચે જમીન ઉપર બેસાડવાને બદલે કહ્યું વકિલ સાહબ બેઠીયે.. અને ખુરશી તરફ ઈશારો કર્યો, મહંમદ Muhammad હસ્યો અને તેણે ખુરશી ટેબલથી થોડી દુર ખેંચી તે બેઠો. ડીસીપી સિન્હાએ DCP Sinha મહંમદ સામે જોતા હવે તેને નામથી સંબોધતા પુછ્યું મહંમદ આપ ચાય Tea લેંગે યા કોફી Coffee, મહંમદે કહ્યું ચાય. ડીપીસીએ બેલ મારી ચા લાવવાની સૂચના આપી, ચા આવે તે પહેલા સિન્હાએ વાતનો દૌર શરૂ કર્યો આપને ગ્રેજ્યુએશન Graduation કીસ મેં કિયા, સર બીએ વિથ હિસ્ટ્રી મહંમદે કહ્યું ડીસીપીએ DCP હસતા હસતા પુછ્યું તો ફીર આપને ઈન્ડીયન હિસ્ટ્રી ભી પઢી હોંગી, જી સર મહંમદે ટુંકો જવાબ આપ્યો, એલએલબી LLB કીસ સાલ મેં કિયા, સિન્હાએ Sinha પુછ્યું… મહંમદે Muhammad એક ક્ષણ વિચાર કર્યો અને 1988 મેં દિલ્હી લો કોલેજ Delhi Law College સે.
ચા આવી એટલે ડીસીપી DCP ઊભા થયા અને પોલીસવાળાના હાથમાંથી ટ્રે લઈ તેને બહાર જતા રહેવાનો ઈશારો કરી, તેમણે મહંમદ Muhammad ની સામે ચાનો કપ મુકયો, તેણે પણ ચાનો કપ હાથમાં લીધો અને ટ્રે Tray બાજુમાં મુકતા ઊભા ઊભા ચાનો કપ હોઠે માંડતા કહ્યું મહંમદ Muhammad દેખો આપ કે દો સાથી તુટ ચુકે હૈં, ઉન્હોને હમે સબ બતા દીયા હૈ. મહંમદે માત્ર નજર ઊંચી કરી, ડીસીપી DCP સામે જોયું, તેના ચહેરા ઉપર એક આછુ સ્મીત આવ્યું, સિન્હાને Sinha લાગ્યુ કે તે તેમની વાત ઉપર ભરોસો કરતો નથી, એટલે તેમણે કહ્યું ચાંદને Chand સીમકાર્ડ SIMCard ખરીદા, દાનીશને Danish સાઈકલ Bicycle ખરીદી, નસીરૂદ્દીનને આપ કે રહેના કા ઈંતઝામ કીયા. હાફીઝને Hafeez બોમ્બ Bomb બનાયા અને ઔર સલીમ-નુરૂને શહર કી દોનો હોસ્પિટલ Hospital મેં બોમ્બ પ્લાન્ટ Bomb Plant કી હુઈ કાર રખદી યહ સબ કહાની હમે માલુમ હૈ, મહંમદે Muhammad હોઠે માંડેલો કપ ટેબલ ઉપર મુકયો અને તે પોતાના જમણા હાથની પહેલી આંગળી કપની ધારી ઉપર ફેરવી રહ્યો હતો. ડીસીપીએ DCP તેની સામે જોઈ રહ્યા હતા, તેમણે પુછ્યું મહંમદ અબ આપ હમારે સાથ બાત કરના ચાહોગે, મહંમદ માથુ ઊંચુ કરી, ડીસીપી DCP સામે જોતા કહ્યું સર અબ તો આપકો પુરી કહાની માલુમ હૈ, તો ફીર હમ આપકો ક્યા બતાયે. ડીસીપી પોતાના ઓફિસના ટેબલ ઉપર બેઠા, તેમનો આ વ્યવહાર કહેતો હતો કે મહંમદ આ મારી ઓફિસ Office છે હું ધારૂ તે કરીશ તારે મારી સાથે વાત કરવી જ પડશે. સિન્હાએ Sinha કહ્યું મહંમદ Muhammad મેં આપકી જુબાની યહ બાતે સૂનના ચાહતા હું, મહંમદ ઉપર ફરી રહેલા પંખા Fan સામે જોયું અને પછી ડીસીપી સામે જોતા એક એક શબ્દ ઉપર ભાર મુકતા કહ્યું સર મેં કુછ નહીં જાનતા… યહ બાત મેં પહેલે કહ ચુકા હું, કહતા રહુગા, ડીસીપીને DCP ઓટલો ગુસ્સો આવ્યો કે ઊભા થઈ તેના ગાલ ઉપર એક તમાચો ઢોંકી દે, પણ તેમણે પોતાનો ગુસ્સો કાઢવા માટે ફેફસામાંથી એક સામટો શ્વાસ છોડયો તે ટેબલ Table ઉપરથી ઉતર્યા અને મહંમદની પાછળની તરફ ગયા ત્યાં જઈ તેમણે મહંમદના ખભા ઉપર હાથ મુકતા કહ્યું વકિલ Advocate સાહબ આપ કો બતાના તો પડેગા મેરે પાસ દુસરે રાસ્તે ભી હૈ, મહંમદ Muhammad કઈ બોલ્યો નહીં.
ડીસીપી DCP ચેમ્બરમાં ચક્કર મારવા લાગ્યા, તેમણે પુછ્યું મહંમદ Muhammad મુઝે નસીરૂદ્દીન Naseeruddin, હાફીઝ Hafeez, સલીમ Salim ઔર નુરૂ Noor કી જરૂરત હૈ, મહંમદ નીચે તરફ જોઈ રહ્યો હતો તેણે કઈ જવાબ આપ્યો નહીં, ડીસીપીએ DCP ચાલતા ચાલતા ધીમા અને કડક અવાજમાં કહ્યું મહંમદ ચુપ રહેને સે કોઈ બાત આગે બઢેગી નહીં, મુઝે લગતા હૈ, આપ મેરી બરદાસ્ત કી પરિક્ષા કર રહે હો. મહંમદે માથુ ઉપર કરી ડીસીપી DCP સામે જોયું પણ હજી તે ચુપ હતો, ડીસીપીએ કહ્યું મુઝે લગતા હૈ આપ મેરા ઈન્સલન્ટ કરે રહે હો… મેં આપકો પુછ રહા હું, આપ જવાબ Answer નહીં દેતે, તો પણ મહંમદ શાંત રહ્યો, ડીસીપી DCP ચાલતા ચાલતા તેની પાછળ ગયા અને તેના માથાના વાળ Hair પકડી જોરથી પાછળની તરફ ખેંચતા કહ્યું મહંમદ બતાઓ કહા હૈ નસીરૂદ્દીન Naseeruddin, મુઝે ઉસકી જરૂરત હૈ, મહંમદ આખ્ખો હલી ગયો હતો. વાળ ખેંચવાને કારણે તેને પીડા Pain પણ થઈ રહી હતી, ડીસીપીએ થોડીક ક્ષણ તેના વાળ પકડી રાખ્યા અને પછી ઝટકા સાથે વાળ છોડયા અને પોતાની ખુરશીમાં આવી બેઠા અને ટેબલ Table ઉપર હાથ પછાડી કહ્યું મહંમદ બતાઓ હાફીઝ Hafeez કહા મીલેગા… મહંમદને વાળ ખેંચવાને કારણે માથામાં દુઃખાવો થઈ ગયો હતો તેણે પોતાના માથાના પાછળની તરફ હાથનો પંજો દબાવતા કહ્યું સર SIR કાનુન Law મુઝે કુછ નહીં બોલને કા અધિકાર ભી દેતા હૈ. ડીસીપી DCP પાછા ઊભા થઈ ગયા, અરે હા મેં તો ભુલ હી ગયા, આપ તો વકિલ Advocate સાહબ હૈ, આપ કો તો કાનુન Law ક્યા અધિકાર દેતા હૈ વો માલુમ હૈ. પછી ડીસીપી એકદમ શાંત થઈ ગયા, તેમણે વાત ફેરવીને પુછી ઠીક મુઝે યહ બતાઓ, આપને યહ ક્યુ કિયા, મહંમદે Muhammad હવે પહેલી વખત ડીસીપીની આંખમાં જોતા જવાબ આપ્યો સર હમ ઉસે જેહાદ Jehad કહેતે હૈ… મહંમદ હવે જાણે પોતાની નાભીથી બોલતો હોય તેમ તેના અવાજમાં એક પ્રકારનો આત્મવિશ્વાસ Confidence હતો. ડીસીપીએ DCP તેના આત્મવિશ્વાસની નોંધ લીધી. ડીસીપી પોતાની ખુરશીમાં બેઠા, તેમણે કહ્યું જેહાદ Jehad કા મતલબ ભી માલુમ હૈ, મેંને ભી ઈસ્લામ Islam પઢા હૈ, જેહાદ કા મતલબ હોતા હૈ બુરાઈઓ સે લડના Fight against evils, બુરાઈ યાની અપને અંદર કી બુરાઈ, આપને તો જેહાદ Jehad કે નામ પે બેકસુરો કો માર ડાલા, ઈસ્લામ Islam કહેતા જેહાદ કા મતલબ કીસી લાચાર કે લીયે લડના Fight for helpless, લેકીન ઈસ જેહાદ મેં કીસી બેકસુર કે ખુન કા એક કતાર ભી બહતા હૈ તો વહ મુસલમાન Muslim નહીં, આપ તો કીતને સાલો સે જેહાદ કે નામ સે બેકસુર લોગો કી જાન લે ચુકે હો, આપ માનતે હૌ કી આપકો જન્નત મીલેગી તો, તો જનાબ ભુલ જાઓ આપ કો જહાન્નુમભી નસીબ નહીં હોગા. ડીસીપી DCP મહંમદની Muhammad આંખોમાં જોઈ વાત કરતા હતા. મહંમદે Muhammad ડીસીપીને DCP જવાબ કહ્યુ સર 2002 કે દંગો Riots મેં મારે ગયે સભી મુસ્લીમ Muslim ભી તો બેકસુરો હી થે.
(ક્રમશ:)
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.