પ્રશાંત દયાળ (ભાગ-41 દીવાલ) : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ Ahmedabad Crime Branch સામાન્ય રીતે ધમધમતી હતી. ચોર-લુંટારૂ અને અન્ય પ્રકારના ગુનેગારોને લઈ પોલીસની અવરજવર ચાલતી રહેતી હતી પણ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના દરવાજે બેઠેલા સંત્રીને પણ 2 દિવસથી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch નો જે માહોલ હતો તે બહુ અજીબ લાગી રહ્યો હતો. નાના કર્મચારીઓ અને અધિકારીઓ તો ઠીક પણ મોટા સાહેબો પણ બે દિવસથી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch આવ્યા ન્હોતા. ખરેખર તો ડીસીપી સિન્હા DCP Sinha એ હાલ પુરતી પોતાની ઓફિસ બદલી હતી, ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં પણ બહુ ઓછા અધિકારીઓને ખબર હતી. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની એક ઓફિસ શાહીબાગ Shahibaug ડફનાળા ખાતે બંગલા નંબર 15 હતી. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની આ ઓફિસ આમ તો જાહેર હતી પણ તે ઓફિસની આસપાસ આઈએએસ IAS અને આઈપીએસ IPS અધિકારીઓ રહેતા હોવાને કારણે આ ઓફિસમાં નીરવ શાંતિ રહેતી હતી.
જ્યારે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ને પોતાના ખાનગી કામ બધા જ બંગલા નંબર 15 માંથી થતાં હતા. સિન્હા Sinha વહેલી સવારે બંગલા નંબર-15માં આવી જતા હતા અને મોડી રાત સુધી ફોન અને લેપટોપ ઉપર કામ કરતા હતા. તેઓ પોતાના કમાન્ડોને પણ બહુ ઓછી વખત ચેમ્બરમાં બોલાવી કંઈક સુચના આપતા હતા. 2 દિવસથી તેઓ ટિફિન પણ ઓફિસ જ મંગાવી લેતા હતા, વચ્ચે ડીસીપી સિન્હા DCP Sinha ક્યાંક એકાદ કલાક માટે જઈ આવતા હતા. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં જ્યારે નીરવ શાંતિ હોય ત્યારે કોઈ મોટી ઘટના આવશે તેવા એંધાણ મળી રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ખાતે આવતા પત્રકારો Journalists પણ સાહેબ નથી તેવુ પુછી નિકળી જતા હતા, તેમને પણ શંકા ગઈ હતી કે કંઈક ગરબડ છે અને ક્રાઈમ બ્રાન્ચ Crime Branch કોઈક ઓપરેશનમાં રોકાયેલી છે, પણ હાલમાં ક્યુ ઓપરેશન હાથ ઉપર છે તે કોઈ બોલવા તૈયાર ન્હોતુ. પત્રકારો Journalists જ્યારે ડીસીપી સિન્હા DCP Sinha ને ફોન કરતા ત્યારે તેઓ કહેતા ભાઈ દો દિન સે તબિયત ઠીક નહીં હૈ ઘર પે આરામ કરતા હું. પત્રકારો Journalists પાસે સિન્હા Sinha ની વાત ઉપર ભરોસો કરવા સિવાય કોઈ રસ્તો ન્હોતો.
ત્રણ અલગ અલગ ટીમો કેરળ, મધ્યપ્રદેશ અને હૈદરાબાદ Kerala, Madhya Pradesh and Hyderabad પહોંચી ગઈ હતી. 3 ટીમના અધિકારીઓ નાનામાં નાની ઘટનાની જાણકારી સિન્હા Sinha ને ફોન ઉપર આપી રહ્યા હતા. મધ્યપ્રદેશ Madhya Pradesh પહોંચેલી ટીમ ભોપાલ Bhopal ની મધ્યમાં ભાસ્કર મોલની સામે રોકાઈ હતી. સિન્હા Sinha ની સુચના હતી કે લોકલ પોલીસને તમે ભોપાલ Bhopal માં છો તેની જાણકારી મળવી જોઈએ નહીં અને આખુ ઓપરેશન સ્થાનિક પોલીસની જાણ બહાર એકલા હાથે કરવાનું છે. ભોપાલ Bhopal ગયેલી ટીમ પાસે જે જાણકારી હતી તે પ્રમાણે મહંમદ Muhammad Muhammad ભોપાલનો જાણિતો ક્રિમીનલ લોયર Criminal Lawyer હતો. જ્યારે ભોપાલની ટીમે જ્યારે જાણકારી આપી કે મહંમદ Muhammad Muhammad તો વકીલ છે ત્યારે સિન્હા Sinha એક ક્ષણ માટે મુંઝવણમાં મુકાઈ ગયા, તેઓ વકીલોને સારી રીતે ઓળખતા હતા. જો વકીલ Lawyer ઉપર હાથ નાખ્યો તો બાર એસોસિએશનવાળા પોલીસ ઉપર ચઢી બેસશે અને જો મહંમદ Muhammad ને સમન્સ આપી અમદાવાદ બોલાવવામાં આવે તો તે ઘણા પુરાવાઓનો નાશ કરી નાખશે તેવો પણ ડર લાગતો હતો.
સિન્હાએ ભોપાલની ટીમને કહ્યુ થોડી રાહ જુઓ, હમણાં ઉતાવળ કરશો નહીં, હું જેસીપી JCP સાહેબ સાથે વાત કરી લઉ. જ્યારે કોન્સ્ટેબલ ગોવીંદે Constable Govind જાણકારી આપી ત્યારે ભોપાલના મહંમદ Muhammad નું નામ સામે આવ્યુ હતું પણ મહંમદ Muhammad વકીલ હશે તેવી જરા પણ કલ્પના ન્હોતી. સિન્હા Sinha એ જેસીપી ગૌડ JCP Gowd ને જ્યારે જાણકારી આપી કે બ્લાસ્ટ કેસનો એક શંકાસ્પદ મહંમદ Muhammad ભોપાલનો બહુ મોટો વકીલ છે ત્યારે તેઓ પણ એક પળ શાંત થઈ ગયા હતા. થોડો વિચાર કરી તેમણે સિન્હાને પુછ્યુ તુમ્હે ક્યા લગતા હૈ, હમે ક્યા કરના ચાહીયે? ડીસીપી સિન્હા DCP Sinha એ કહ્યુ સર મુઝે લગતા હૈ, ઉસે રાસ્તે સે ઉઠા લેના ચાહીયે, ફીર દેખતે હૈ ક્યા હોતા હૈ. ગૌડ વિચારમાં પડી ગયા, તેમણે કહ્યુ મહંમદ Muhammad અગર બ્લાસ્ટ મેં ઈનવોલ હૈ, તો કોઈ તકલીફ નહીં હોંગી લેકીન વો ઈનવોલ નહીં હૈ તો હમારી મુશકેલી બઢ જાયેગી. સિન્હા Sinha કંઈ બોલ્યા નહીં તો પણ ગૌડ Gowd ને લાગ્યુ કે સિન્હા તેમની વાત સાથે સંમત્ત નથી. ગૌડે Gowd કહ્યુ દેખો હરીશ અભી હમ ગોવીંદ Govind કે ડાઉટ પે કામ કર રહૈ હૈ, મુઝે ભી લગતા હૈ કી ગોવીંદ Govind કા ડાઉટ સહી હૈ ઔર મહંમદ Muhammad ઔર યુનુસ Yunus બ્લાસ્ટ મેં ઈનવોલ હૈ, લેકીન હમારા મેથેમેટીક્સ ગલત સાબીત હુવા તો જવાબ હમારે પાસ હી પુછા જાયેગા.
સિન્હા Sinha ડિસ્ટર્બ થઈ ગયા, તેમણે નાનો છોકરો નારાજગી વ્યક્ત કર્યો હોય તે રીતે પુછ્યુ તો હમ ક્યા કરે સર, જેસીપી ગૌડ JCP Gowd પીઢ પોલીસ અધિકારી હતા, તેમણે વિચાર કર્યો અને પછી કહ્યુ હમારા પ્લાન ચેંજ કર દો, પહલે હમ લોકલ પુલીસ કે બીના ઓપરેશન કરને વાલે છે, લેકીન અબ યહ વકીલ સાબ હૈ તો ભોપાલ પુલીસ Bhopal Police કો ભરોસે મેં લેકર કામ કરો, સિન્હા Sinha ખુશ થઈ ગયા. તેમણે કહ્યુ થેંક્સ સર મેરા બેંચ મેટ અર્જુનસિંગ Arjun Singh ભોપાલ મેં હીં મેં ઉસસે બાત કર લેતા હું, ગૌડ Gowd ને ફોન મુકતા ડીસીપી DCP એ સિન્હાએ તરત બીજો ફોન જોડ્યો, સામે છેડે ફોન ઉપડતા જ સિન્હા બોલ્યા સાલે પઠ્ઠે ભુલ ગયા, થોડી શરમ કર, અર્જુનસિંગ Arjun Singh પણ ભોપાલમાં ડેપ્યુટી પોલીસ કમિશનર DCP હતા, તે મધ્યપ્રદેશના જ વતની હતા. સિન્હા Sinha અને અર્જુન Arjun આઈપીએસ IPS ટ્રેનીંગમાં બેંચ મેટ હતા જેના કારણે તેમની વચ્ચે આ પ્રકારના સંવાદ કરવાનો અધિકાર હતો. સિન્હા Sinha નો અવાજ સાંભળી સામેથી મોટી ગાળ આવી. સિન્હા Sinha એ કહ્યુ સાલા ચોર કોટવાલ કો દંડે ફોન મેં કરતા હું ઔર તુ ગાલી મુઝે દેતા હૈ. અર્જુનસિંગે Arjun Singh કહ્યુ સાલે તુમ બિહારી બીના સ્વાર્થ કે મુતતે ભી નહીં, બોલ તુને ફોન કિયા હોગા તો કોઈના કોઈ કામ જરૂર હોગા.
સિન્હા Sinha જાણે પકડાઈ ગયા હોય તેમ કહ્યુ અરે ભાઈ હમપે ગુજરાત મેં આપ જૈસા આરામ નહીં, તુજે તો પતા હૈ, અભી હમારે વહા બ્લાસ્ટ હુવે હૈ, બસ ઉસી મેં ફંસા, અર્જુનસિંગે Arjun Singh પુછ્યુ હા ભાઈ મુઝે પતા હૈ, ક્યા કોઈ લીંક મીલી, તો સિન્હા Sinha એ કહ્યુ અર્જુન લીંક મીલી હૈ, તેરે હી ભોપાલ મેં હૈ, ઈસીલીયે ફોન કીયા તેરી મદદ બિના ઓપરેશન કરના જોખીમ ભરા હૈ. અર્જુનસિંગ Arjun Singh ગંભીર થઈ ગયા, મેરે ભોપાલ કા લીંક હૈ, ક્યા હૈ? સિન્હા Sinha એ તેની વ્યવસ્થીત રીતે વાત સમજાવી. અર્જુને Arjun કહ્યુ અરે ભાઈ તુમ ગુજરાતવાલો કા કોઈ ભરોસા નહીં કીસી કો ભી આતંકી બના દેતો હો, ગુજરાત લે જાકર ઠોક દેતો હો. સિન્હા Sinha એ પોતાનો બચાવ અને પોતાનો પક્ષ મુકતા બીજી કેટલીક સ્પષ્ટતા કરતા કહ્યુ અરે મુઝ પર તો ભરોસા કરો, મેં નહીં ઠોકુગા ઉસે. સિન્હા Sinha ની વાત સાંભળી અર્જુને Arjun કહ્યુ હરીશ દેખ, તેરી બાત મુઝે લોજીકલ લગતી હૈ લેકીન અભી તેરે હાથ મેં કોઈ એવીડન્સ નહીં ઔર વો સામને વાલા વકીલ હૈ, અગર ગલત નિકલા તો તેરી ઔર મેરી દોનો કી બેન્ડ બજ જાયેગી. સિન્હા Sinha એ વિનંતીના સુરમાં કહ્યુ અર્જુન Arjun થોડા તો રીસ્ક લેના હોગા, મેરે અફસર અભી ભોપાલ મેં હૈ તેરી એક ટીમ ઉનકે સાથ ભેજ દે બસ ઈતની મદદ કર દે. અર્જુને કહ્યુ મામલા બ્લાસ્ટ કા નહી હોતા તો શાયદ મેં તેરી મદદ નહીં કરતા લેકીન કેસ સિરિયસ હૈ ઔર સભી બાતે કાનુન કે મુતાબીત નહીં હોતી, ચલ ઉઠા લે વકીલ મહંમદ Lawyer Muhammad કો, જો હોગા દેખા જાયેગા. પછી ધીમા અવાજે કહ્યુ નોકરી જાયેગી તો તેરે ગુજરાત મે ચપરાશી કી નોકરી દીલવા દેના… પછી તે ખડખડાટ હસવા લાગ્યા.
(ક્રમશ:)
PART – 40 | મોબાઈલ કંપનીઍ ડોક્યુમેન્ટ વગર 4 સીમકાર્ડ એક્ટિવ કર્યા અને મોટો અનર્થ સર્જાયો
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.