Friday, May 1, 2026
HomeSeriesDeewal SeriesDCPએ પોતાના ખિસ્સામા હાથ નાખ્યો અને રીઝવાને બંધ મુઠીમા કંઈક આપ્યુ

DCPએ પોતાના ખિસ્સામા હાથ નાખ્યો અને રીઝવાને બંધ મુઠીમા કંઈક આપ્યુ

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-29 દીવાલ) : રીઝવાને Rizwan ચ્હાના કપમાં રહેલો છેલ્લો ઘુંટ મારતા કહ્યુ, સર ઈન્ફરમેશન પક્કી હૈ, લેકિન ધ્યાન રખના કહી મેરા નામ જાહીર ના હોય જાય, વો લોગ મેરા મર્ડર ભી કર શકતે હે, ડીસીપી DCP કંઈ બોલ્યા નહીં પણ તેમા પગ ઉપર હાથ મુકી, તેનો પગ દબાવ્યો અને જાણે કહેતા હોય કે ચિંતા કરતો નહીં, હું બધુ જોઈ લઈશ. રીઝવાન Rizwan જોઈ રહ્યો હતો કે આટલી મોટી ખબર હોવા છતાં ડીસીપી DCP ના ચહેરા ઉપર કોઈ હાવભાવ બદલાયા ન્હોતા, તે શાંતિથી જરાય ઉત્સાહ બતાડ્યા વગર રીઝવાન Rizwan ને સાંભળી રહ્યા હતા. રીઝવાન Rizwan ઉભો થયો, સર મેં નિકલુ કોઈ આપકે સાથ દેખ લેગા તો બવાલ હો જાયેગા. ડીસીપી સિન્હા DCP Sinha પણ ઉભા થયા તેમણે પેન્ટના ખીસ્સામાં હાથ નાખ્યો અને બંધ મુઠ્ઠી બહાર કાઢી રીઝવાન Rizwan ના ઉપરના ખીસ્સામાં કંઈક મુક્યુ.



રીઝવા Rizwan ને તરત સાહેબનો હાથ પકડતા કહ્યુ નહીં સર, યહ તો મેરી ભી જીમ્મેવારી હૈ, બહુત કમ બાર હમે દુસરે કે લીયે જીને કા મૌકા મીલતા હૈ. સર આપ વો જાલીમો કો જીંદા છોડના મત, મીલે તો ગોલી માર દેના, ઉનકે કારણ હમ મુસલમાન બદનામ હોતો હૈ. ડીસીપી DCP એ પોતાનો હાથ છોડવતા કહ્યુ રીઝવાન Rizwan રખલો. રીઝવાન Rizwan ની ના છતાં ડીસીપી સિન્હા DCP Sinha એ તેના ખીસ્સામાં 10 હજાર રૂપિયા મુક્યા હતા. આમ તો રીઝવાન Rizwan પણ પહેલા મહેમુદ Mahemud ની ગેંગ સાથે કામ કરતો હતો. પણ હવે તેને ઈન્ફરમેશનના સારા પૈસા મળવા લાગ્યા તેના કારણે તેણે મહેમુદ Mahemud નો સાથ છોડી દીધો હતો. જો કે ડીસીપી DCP ને શંકા હતી કે રીઝવાન Rizwan ના પાડે છે છતાં તે કોઈક 2 નંબરનો ધંધો તો કરતો હશે, તો પણ રીઝવાન Rizwan તેમના માટે ઘણો કામનો હતો.

રીઝવાન Rizwan ત્યાંથી ચાલતો નિકળ્યો, એટલે ડીસીપી DCP એ બુમ પાડી કહ્યુ રીઝવાન Rizwan રીક્ષા મેં ચલે જાઓ. રીઝવાને Rizwan કહ્યુ સર સ્કૂટર હે નાકા પે રખા હૈ, તે રીઝવાન Rizwan ને જતો જોઈ રહ્યા, તે દેખાતો બંધ થયો પછી ડીસીપી સિન્હા DCP Sinha એ કંઈક વિચાર કર્યો અને ફોન જોડ્યો. ફોનની ત્રીજી રીંગમાં ફોન ઉપડી ગયો, ડીસીપી સિન્હા DCP Sinha એ આદેશાત્માક સ્વરમાં કહ્યુ જાડેજા Jadeja Jadeja મેં 15-20 મિનીટમેં આ રહા હું, એક ટીમ તૈયાર રખો,પછી સહેજ રોકાઈ કહ્યુ દેખો કંટ્રોલરૂમ કો બોલો અને હેડક્વાર્ટર સે ક્વિક રીસ્પોશન્સ ટીમ કો ભી બુલા લો. ડીસીપીએ બાઈક સ્ટાર્ટ કર્યુ અને તે પાછા ક્રાઈમ બ્રાન્ચ તરફ જવા લાગ્યા. જો કે પાછા ફરતી વખતે તેમનું મન એકદમ શાંત અને હળવુ હતું. રીઝવાન Rizwan જ્યારે વાત કરી રહ્યો હતો ત્યારે તેમનું મન પોતાની પત્ની અને દીકરીના વિચારોમાં હતું. તેઓ દીકરીને ખુબ વ્હાલ કરતા હતા પણ આજે સ્થિતિ એવી હતી કે દીકરી બીમાર હોવા છતાં તે પોતે દીકરીને દવાખાને લઈ જઈ શકે એટલો સમય પણ ન્હોતો.



તેના કારણે તેમને બહુ ખરાબ પણ લાગી રહ્યુ હતું અને જ્યારે તેમની પત્નીએ દીકરીને દવાખાને લઈ જવાનું કહ્યુ ત્યારે તેઓ નાહક ગુસ્સે થઈ ગયા હતા તેવુ તેમને લાગી રહ્યુ હતું. એટલે જ તેમણે રીઝવાન Rizwan ની વાત ચાલુ હતી ત્યારે પોતાની પત્નીને મેસેજ કરી સોરી કહ્યુ હતું. તેમની પત્ની તેમના કામને સમજી શકતી હતી. તેણે કહ્યુ હતું કે મારે અખબારમાં તમારો ફોટો જોવો છે. તેનો અર્થ તમે જલદી બ્લાસ્ટના આરોપીઓને પકડી લો તેવી તે શુભેચ્છા આપતી હતી. ડીસીપી DCP મનોમન બબડ્યા કે તારી શુભેચ્છા જ કદાચ મને મદદ કરી રહી છે. પત્નીની માફી માંગી મન હળવુ થઈ ગયુ હતું.

- Advertisement -

બીજી એક સારી વાત રીઝવાન Rizwan ની લાગી હતી. બોમ્બ ફોડનાર મુસલમાન હતા અને રીઝવાન Rizwan પણ મુસલમાન હતો. સામાન્ય રીતે રીઝવાન Rizwan કોઈને કોઈ બહાને પૈસા માંગવા આવી જતો હતો પણ આજે તેમણે પૈસા આપ્યા તો પણ તે પૈસા લેવા તૈયાર ન્હોતો. ડીસીપી DCP ને બ્લાસ્ટ કરનારા સામે જેટલો ગુસ્સો હતો એટલો જ ગુસ્સો રીઝવાન Rizwan ને પણ હતો. રીઝવાન Rizwan ગુનેગાર હતો પણ તેની અંદરનો માણસ જીવતો હતો, તે મુસલમાન હતો પણ ત્રાસવાદી ન્હોતો. ડીસીપી DCP ને સામાન્ય હિન્દુ માણસમાં થતી ગરબડ સમજાતી હતી. રીઝવાન Rizwan પણ સમાજમાં કદાચ તેનો ભોગ બનતો હતો એટલે રીઝવાને Rizwan તેઓ પકડાય તો ગોળી મારી દો તેવુ કહ્યુ હશે. ડીસીપી DCP પોતાની પત્ની અને રીઝવાન Rizwan ના વિચારમાં હતો. તેમને જમાલપુર Jamalpur આવી ગયુ તેનો અંદાજ જ રહ્યો નહીં, તેઓ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના દરવાજામાં દાખલ થયા ત્યારે બહાર પહેરો ભરી રહેલા SRP જવાને તેમની નોંધ સુધ્ધા લીધી નહીં. રોજ જ્યારે ડીસીપી DCP ની કાર ક્રાઈમ બ્રાન્ચ Crime Branch આવે ત્યારે આ જ જવાન કડક સલામ કરતો હતો, પણ તે SRP જવાનને કલ્પના ન્હોતી કે સામેથી બાઈક ઉપર પસાર થઈ રહેલા ડીસીપી સિન્હા DCP Sinha હતા.



જેવા સિન્હા છેક અંદરના દરવાજા સુધી બાઈક લઈ પહોંચ્યા ત્યારે એક કોન્સ્ટેબલ તેમને ઓળખી ગયો, તે તરત દોડતા આવ્યા. બાઈક ઉપરથી ઉતરી પેલા કોન્સ્ટેબલને બાઈક આપતા કહ્યુ દેખો જાડેજા Jadeja કે સ્કવોર્ડ મેં કિસીકા બાઈક થા દે દો ઉસે અને પછી તે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં દાખલ થયા. તેઓ સીધા પોતાની ચેમ્બરમાં પહોંચ્યા, કોન્સટેબલ તરત પાણીનો ગ્લાસ લઈ આવ્યો. જેમણે ડીસીપીને બાઈક ઉપર જતા અને આવતા જોયા હતા તેમના મનમાં સવાલ હતો કે સાહેબ આવી રીતે ક્યાં ગયા હશે? પાણી પીધા પછી થોડોક વિચાર કર્યો અને બેલ મારી કોન્સ્ટેબલને બોલાવી કહ્યુ જાડેજા Jadeja કો બુલા લો ઔર સુનો જેસીપી JCP સર બૈઠે હે? કોન્સ્ટેબલે કહ્યુ જી જેસીપી JCP સર અભી આયે હૈ. ઠીક હૈ પહલે જાડેજા Jadeja કો બુલાવો. ડીસીપી DCP ની એક આદત હતી તેઓ વિચાર કરવા લાગે એટલે પોતાના બંન્ને હાથ પાછળ તરફ બંન્ને પંજાએ બીજા સાથે જોડી માથાની પાછળ ટેકો આપતા હતા. થોડીવારમાં જાડેજા Jadeja આવ્યા, સર કહી સામે ઉભા રહ્યા, ડીસીપી સિન્હા DCP Sinha એ પુછ્યુ જાડેજા Jadeja આપકી ટીમ તૈયાર હૈ? જાડેજા Jadeja એ સર, ડીસીપી DCP એ કહ્યુ ટીમ મેં કિતને આદમી હૈ? જાડેજા Jadeja એ કહ્યુ 10 કોન્સ્ટેબલ, 2 PSI હૈ, સર. સિન્હાએ વિચાર કરી કહ્યુ કોઈ બાત નહીં, સભી કો કહના વેપન ઔર બુલેટપ્રુફ જાકીટ Bulletproof jacket લે લો, મેરા જાકીટ ભી લે લેના, ઔર ક્યુઆરટી કા ક્યા હવા? જાડેજા Jadeja એ કહ્યુ સર કંટ્રોલ કો મેસેજ કર દિયા હૈ, બસ વે આતા હીં હોંગે. ડીસીપી DCP એ કહ્યુ ઠીક વો આ જાયે તો સબ કો ફોલીન કરો, મેં બ્રીફીગ દેના ચાહતા હું.

જાડેજા Jadeja એ કહ્યુ, સર. ડીસીપી DCP એકદમ ઉભા થયા અને જાડેજા Jadeja ને કહ્યુ મેં જેસીપી JCP સાબ સે બાત કરકે આતા હું બડી ઈન્ફરમેશન, શાયદ ફાયરીગ ભી કરના પડે તૈયાર રહે, તેમ કહી ડીસીપી સિન્હા DCP Sinha ઉપરના માળે જેસીપી JCP ની ઓફિસમાં ગયા. રીઝવાન Rizwan પાસેથી મળેલી માહિતી ઉપર હવે ઓપરેશન કરવાનું હતું. ઈન્ફરમેશન સાચી છે કે ખોટી તે તપાસવાનો વખત પણ ન્હોતો, સીધુ એક્ટ જ કરવાનુ હતું, પણ તે પહેલા તે અંગે જાણકારી અને કોઈ સુચન હોય તો જેસીપી JCP સાથે વાત કરી લેવાની હતી. લગભગ 15 મિનિટ સુધી ડીસીપી DCP અને જેસીપી JCP વચ્ચે બંધ બારણે વાત થઈ હતી.

(ક્રમશ:)

- Advertisement -

PART – 28 | DCPએ બાઈક રોકી ટ્રાફિક કોન્સ્ટેબલને પુછ્યુ સાબ લો ગાર્ડન જાના હે. કોન્સ્ટેબલે ઇશારો કરી રસ્તો બતાવ્યો



- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular