Friday, May 1, 2026
HomeGujaratઈંડા-નોનવેજનો મુદ્દે સરકાર હાસ્યસ્પદ બનીઃ મંત્રી સ્મૃતી ઈરાની, સાંસદ દર્શના જરદોશ આમલેટ...

ઈંડા-નોનવેજનો મુદ્દે સરકાર હાસ્યસ્પદ બનીઃ મંત્રી સ્મૃતી ઈરાની, સાંસદ દર્શના જરદોશ આમલેટ ખાતા હોય તેવો ફોટો વાયરલ થયો

- Advertisement -

અમુક વિષયોમાં સરકારને પડવાની જરૂર હોતી નથી, કોણે શુ ખાવુ-પીવુ તે અત્યંત વ્યકિતગત પ્રશ્ન છે, પરંતુ ઈંડા-નોનવેજની લારીના મુદ્દે કેટલીક મ્યુનિસિપલ કોર્પોરેશને લીધેલા નિર્ણય પછી રાજયના સિનિયર મંત્રી રાજેન્દ્ર ત્રિવેદ્દીએ પણ તે અંગે નિવેદન કરતા હવે આખા મુદ્દો મઝાકનો બની ગયો છે, રાજયની પ્રજાના અનેક પ્રશ્નો છે, તેની ચીંતા કરવાને બદલે સરકાર ઈંડા-નોનવેજની લારી જેવા ક્ષુલ્લક પ્રશ્ન ઉપર ચર્ચા કરવા લાગી છે તેના કારણે હવે વિવિધ પ્રકારના જોક બનવા લાગ્યા છે, આ ઉપરાંત ઈંડા ખાતા મંત્રી અને સાંસદના ફોટો વાયરલ થઈ રહ્યા છે જાણે ઈંડા ખાઈ મંત્રી અને સાંસદે કોઈ અપરાધ કર્યો હોય તેવી સ્થિતિ નિર્માણ થઈ છે





- Advertisement -

ઈંડા અને નોનવેજના મુદ્દે ચર્ચા છેડાયા બાદ સોશીયલ મિડીયામાં એક તસવીર વાયરલ થઈ છે જેમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઈરાની સુરતને મુલાકાતે આવ્યા ત્યારે સાંસદ દર્શના જરદોશ કેન્દ્રીય મંત્રીને સુરતની એક ખાસ વખણાતી આમલેટ ખાવા લઈ ગયા હતા, આ ઘટના ત્યારે બહુ સામાન્ય હતી જો કે ત્યારે લેવામાં આવેલી તસવીરો જોઈ લોકોને આનંદ પણ થયો કે કેન્દ્રીય મંત્રી હોવા છતાં ઈરાની અતિ સામાન્ય. જગ્યાએ સામાન્ય માણસ થઈ ઈંડા ખાવા ગયા હતા, પરંતુ રાજયમાં એક સપ્તાહથી જે પ્રકારનો વિવાદ ઉભો થયો છે તેના કારણે ઈરાની અને જરદોશની ઈંડા ખાતી તસવીર વાયરલ થઈ છે જેની લોકો હવે મઝાક ઉડાવી રહ્યા છે, હવે સ્થિતિ એવી નિર્માણ છે કે જાણે તેમણે કોઈ અપરાધ કર્યો હોય.

સ્મૃતી ઈરાની જન્મે પંજાબી છે , તેમાં માટે ઈંડા અને નોનવેજનું ભોજન આમ વાત છે, પણ આખો વિવાદ રાજય દ્વારા ઉભો કરવામાં આવ્યો હોવાને કારણે મઝાક બની રહયા છે, હવે આ વિવાદ પછી ભાજપના કોઈ નેતા અથવા ભાજપના સમર્થકને કોઈ ઈંડાની લારી ઉપર જુવે તો જાણે કોઈ ગુનાઈત પ્રવૃત્તી કરતા પકડાઈ ગયા તેવો માહોલ ઉભો થશે, લોકો આ મુદ્દે હવે જોક પણ બનાવી રહ્યા છે જેમાં પોલીસ હવે ઈંડા સાથે આરોપીને ઉભા રાખી ફોટો પડાવશે તેવી ટીખળ કરી રહ્યા છે આવી એક ટીખણનો આ નમુનો છે





- Advertisement -

*Breaking News In Future :*

આણંદ શહેરના રેલ્વે સ્ટેશન ખાતે જાહેરમાં ગોટાળો અને આમલેટ ખાતા ચાર નબીરા પકડાયા…. લારીવાલો રજાક મુદ્દામાલ છોડીને રફુચક્કર…. 81 ઈંડા, 3 કીલો કાંદા, 900 ગ્રામ મરચા, 300 ગ્રામ લસણ સહીતનો મુદ્દામાલ જપ્ત … ઘણાં વર્ષોથી ઈંડાની લારી ચાલતી હોવાનો ખુલાસો,… ચાર ઈસમો વર્ષોથી અહીંયા છાનામાના ગોટાળો અને આમલેટ ખાવા આવતા હોવાની શકયતા…. ચારેય નબીરાઓની પુછપરછ દરમ્યાન વઘુ મોટાં માથા પકડાય તેવી શકયતા… ઈંડાના મુળ સુધી પહોંચવા ફોરેન્સિક લેબમાં સેમ્પલ મોકલવામાં આવશે…!!

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular