નવજીવન ન્યૂઝ, જામનગર : જામનગરના કાલાવડ નાકા બહાર આવેલા પેટ્રોલ પંપ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા 5 વર્ષીય બાળકીનું મોત (Fatal accident in Jamnagar) નિપજ્યું છે. બેફામ ગતિએ દોડતી કારે બાઈક પર જઈ રહેલા પરિવારને અડફેટે લેતા દંપતી ગંભીર રીતે ઘાયલ થયું છે. અકસ્માતના બનાવના પગલે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ (Jamnagar City B Division Police) દોડી આવી હતી અને કાર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલાવડ નાકા બહાર રહેતા ઈસરાઈલ સમા તેમની પત્ની રુકસારબહેન અને પુત્રી હબીરા (ઉ.5)ને બાઈક પર લઈને પસાર થઈ રહ્યા હતા. આ સમયે પૂર ગતિએ આવતી એક કારના ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે, બાઈકનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. ઇજાગ્રસ્ત ત્રણેય સભ્યોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં ઘાયલ ત્રણેય જણાને હૉસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ હબીરાને તબીબે મૃત જાહેર કરી હતી. બીજી તરફ ઈસરાઈલભાઈ અને રુકસારબહેન હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે.








