પ્રશાંત દયાળ (ભાગ-26 દીવાલ) : ક્રાઈમ બ્રાન્ચ Crime Branch અને ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્ક્વોડ ATS ની ઓફિસ ધમધમી રહી હતી. સેન્ટ્રલ ઈન્ટેલીઝન્સ બ્યુરો IB અને રીસર્ચ એન્ડ એનાલીસીસ વીંગના અધિકારીઓ અમદાવાદ આવી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના ડીસીપી એચ. કે. સિન્હા DCP HK Sinha તમામ ગુજરાત બહારથી આવી રહેલા સિનિયર અધિકારીઓ ખરેખર શુ બન્યુ તેની જાણકારી આપી થાકી ગયા હતા, કારણ અલગ અલગ એજન્સીઓના અધિકારીઓને એકની એક માહિતી આપવાની હતી અને જવાબ આપનાર તેઓ એકલા અધિકારીઓ હતા. તે સેન્ટ્રલ એજન્સીઓને માહિતી આપે કે બ્લાસ્ટ પાછળ કોણ છે તેની તપાસ કરે તેવો પણ પ્રશ્ન થતો હતો. સાંજે મિલેટરી ઈન્ટેલીઝન્સ Military intelligence ના અધિકારીઓ પણ આવ્યા ત્યારે ડીસીપી સિન્હા DCP Sinha એકદમ તેમની ઉપર ભડકી ગયા હતા. તેમણે મિલેટરીવાળાને કહ્યુ, અબ બ્લાસ્ટ હોને કે બાદ આપ હમસે ઈતને સવાલ કરતે હૈ, લેકિન બ્લાસ્ટ હોને કે પહેલે આપ કી તરફ સે હમે કભી કોઈ ઈનપુટ મિલા નહીં, મિલેટરીના અધિકારીઓને પણ આશ્ચર્ય થયુ હતું કારણ ,ડીસીપી સિન્હા DCP Sinha ને તેઓ અગાઉ પણ અનેક વખત મળ્યા હતા. ક્યાયારેય તેઓ આમ ગુસ્સે થઈ જતા ન્હોતા.
સૌમ્ય સ્વભાવના ડીસીપી સિન્હા DCP Sinha તમામ નાના મોટા અધિકારીઓ સાથે બહુ સૌજન્યપુર્વક વાત કરતા હતા પણ આજે શું થઈ ગયું કોઈને ખબર પડી નહીં. સિન્હા Sinha ની ઓફિસમાં કામ કરતા કોન્સ્ટેબલે પણ સાહેબનો ગુસ્સો પહેલી વખત જોયો હતો, તે તરત સાહેબ માટે પાણી લઈ આવ્યો. મિલેટરીવાળા ગયા પછી સિન્હા Sinha એ પોતાના કોન્સ્ટેબલને બોલાવી ધમકાવતા કહ્યુ અબ મેરી ઓફિસમાં મે કોઈ IB વાલા આના નહીં ચાહીયે, કોન્સ્ટેબલ ચુપચાપ ત્યાં ઉભો રહ્યો, તેને જોઈ સિન્હા Sinha નો ગુસ્સો ફાટ્યો. તેમણે કહ્યુ બહાર જાઓ ઔર કોઈ ભી આયે તે બતાના ડીસીપી DCP સાહબ ગુજર ગયે, કોન્સ્ટેબલ હબકી ગયો, તે બહાર જવા નિકળ્યો ત્યારે ડીસીપી DCP ના મોબાઈલ ફોન ઉપર રીંગ વાગી, તેમણે ફોનના સક્રીન ઉપર જોયુ ત્યાં લખ્યુ હતું CM ઓફિસ.
તેમણે તરત ફોન ઉપાડ્યો સર કહી તેમણે વાત શરૂ કરી, સામે છેડે સીએમ ઓફિસનો ટેલીફોન ઓપરેટર હતો, તેણે કહ્યુ સર ચાલુ રાખજો સીએમ CM સાહેબના પ્રિન્સીપલ સેક્રેટરી વાત કરવા માગે છે. એક મિનિટના હોલ્ડ પછી સેક્રેટરી લાઈન ઉપર આવતા ડીસીપી સિન્હા DCP Sinha એ જય હિન્દ સર કહી વાતની શરૂઆત કરી. પહેલા એક ક્ષણ તેમણે સાંભળ્યુ અને પછી કહ્યુ સર હમે કુછ લીડ મીલી હૈ, બ્લાસ્ટમે યુઝ હુઈ કાર બોમ્બે સે ચોરી હુઈ થી, મેંને હમારી ટીમો કો મુંબઈ રવાના કર દિયા હૈ, સામે છેડેથી સેક્રેટરી તેમને કંઈક સુચના આપી રહ્યા હતા, સિન્હા Sinha દર 10 સેંકન્ડે સર… સર કહી ઉત્તર આપતા હતા. એકાદ મિનિટ પછી ફોન પુરો થયો, સિન્હા Sinha એ ટેબલ ઉપર ફોન મુક્યો અને ખુરશીની પીઠ તરફ ટેકો લીધો અને માથુ પણ ખુરશીની પીઠ તરફ હડેલી આંખો બંધ કરી બેસી રહ્યા. ઈન્ડીયન પોલીસ સર્વીસ IPS માં જોડાય પછી આ પ્રકારનું માનસિક દબાણ પહેલી વખત આવી રહ્યુ હતુ. ચારે તરફ બધા જાણે પોલીસે જ બોમ્બ ફોડ્યા હોય તેવો વ્યવહાર કરી રહ્યા હતા. જો કે સિન્હા Sinha ની કેરીયરની આ પહેલી ઘટના હતી જેમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા.
સિન્હા Sinha ની આંખો બંધ હતી ત્યારે તેમના કાને મોટી ત્રાડ સંભાળી નહીં, સાબ સચ બોલતા હું, મેં કુછ નહી જાનતા 3 દિન સે બીમાર થા. મેં અપને ઘર પે હી થા. આ આજીજીઓ સાથે ફાટ ફાટ લાકડીઓ પડવાનો અવાજ પણ સંભાળાઇ રહ્યો હતો. સિન્હા Sinha એ આંખો ખોલી આ પ્રકારના અવાજ સાંભળવાની તેમને ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં ટેવ તો પડી ગઈ હતી પણ કોને લઈ આવ્યા છે તેની ખબર ન્હોતી. તેમણે બેલ વગાડી એટલે રોકેટ ગતીએ કોન્સ્ટેબલ અંદર આવ્યો, તે વખત ઓ સાબ મર ગયા તેવી બુમ સંભળાઈ. સિન્હા Sinha એ કોન્સ્ટેબલ સામે જોતા તે સમજી ગયો તેણે કહ્યુ જાડેજા Jadeja સાબ 4-5 લોગો કે લેકે આયે હૈ, બ્લાસ્ટ પછી કોઈને ક્રાઈમ બ્રાન્ચ Crime Branch લાવવામાં આવ્યા હોય તેવી પહેલી ઘટના હતી. ડીસીપી સિન્હા DCP Sinha પોતાની ખુરશીમાંથી ઉભા થયા, તેમણે પોતાના જમણા હાથમાં બાંધેલી કાંડા ઘડીયાળ કાઢી ટેબલ ઉપર મુકી. કોન્સ્ટેબલ સમજી ગયો, સાહેબ હવે બહાર આવશે અને હાથમાં લાકડી લેશે.
તે દરવાજો ખોલી ઉભો રહ્યો. સિન્હા Sinha ચેમ્બરની બહાર નિકળ્યા, તેમની ચેમ્બર બહાર નાની ખુલ્લી જગ્યા હતી, ત્યાં એક ચ્હાની કિટલી ઉપર બેસવાની બેંચ ઉપર એક માણસને ઉંઘો સુવાડવામાં આવ્યો હતો, તેના હાથ બંન્ને તરફથી કોન્સ્ટેબલોએ પકડી રાખ્યા હતા. એક કોન્સ્ટેબલ તે માણસની બંન્ને તરફ પગ રાખી બેંચ ઉપર સુઈ રહેલા માણસ ઉપર ઉભડક બેઠો હતો અને 1 કોન્સ્ટેબલ પગના ભાગે બંન્ને પગ પકડી ઉભો હતો. સુઈ રહેલી વ્યક્તિના પગના પંજા બેંચની બહાર હતા. ઈન્સપેક્ટર જાડેજા Jadeja તેના પગના પંજા ઉપર લાકડીઓ ફટકારી રહ્યા હતા. ડીસીપી DCP ને જોતા જાડેજા Jadeja એ મારવાનું બંધ કર્યુ, ખુણામાં 2 – 4 જણા ઉભા હતા, તેમના ચહેરા ઉપર પોલીસનો માર જોઈ ધ્રુજારી પસાર થઈ ગઈ હતી એક તો રીતસરનો રડતો હતો. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની થર્ડ ડીગ્રી આપવાની આ પણ એક પધ્ધતિ હતી. સિન્હા Sinha એ જાડેજા Jadeja સામે જોતા જાડેજાએ બેંચ ઉપર સુવાડી જેને ફટકારી રહ્યા હતા, તેની તરફ ઈશારો કરતા કહ્યુ સર આ નિઝામ છે. અગાઉ 1993માં લતીફ Latif ગેંગમાં હતો, તેની ઉપર અગાઉ બોમ્બ ફોડવાના અને સ્ટેબીંગના ગુનાઓ પણ નોંધાયેલા હતા, પણ તે કોર્ટમાં તમામ ગુનાઓમાં નિર્દોષ છુટ્યો હતો. અક્ષરધામ એટેક Akshardham Attack માં પણ તેનું નામ આવ્યુ હતું પણ પુરાવા ન્હોતા માટે આપણે તેને જવા દિધો હતો.
જાડેજા Jadeja ઓ ખુણામાં ઉભા રહેલા બીજા ચાર તરફ ઈશારો કરતા કહ્યુ આ ચારે પણ નિઝામ Nizam ના માણસો છે, જેઓ અવારનવાર હૈદરાબાદ Hyderabad જાય છે અને તેઓ મૌલવી ફકરૂઉદ્દીન સાથે પણ સંપર્કમાં છે. સિન્હા Sinha ની આંખો લાલ થઈ તેવી આશા જન્મી બીજી તરફ પોતાની ઉપર વધી રહેલા પ્રેશરને ઘટાડવુ પણ જરૂરી હતું. ડીસીપી DCP એ સિન્હા Sinha એ પોતાનો જમણો હાથ આગળ કર્યો. જાડેજા Jadeja સમજી ગયા, તેમણે પોતાના હાથમાં રહેલી સાગની લાઠી સાહેબના હાથમાં મુકી. નિઝામ Nizam ને પકડી રાખેલા કોન્સ્ટેબલોએ પોતાની પક્કડ મજબુત બનાવી. સિન્હાએ બંન્ને હાથથી લાકડી પકડી અને એક ડગલુ પાછળ હટી તેમણે લાકડી વિઝી તે સીધી નિઝામ Nizam ના પગના તળીયા ઉપર પડવા લાગી. એક, બે, ત્રણ, ચાર આમ એક પછી એક લાઠી સિન્હા Sinha ફટકારવા લાગ્યા. નિઝામે પહેલા મર ગયા મર ગયાની બુમો પાડી પણ પાંચમાં ફટકે તો જાણે તેનો અવાજ જ હણાઈ ગયો હોય તેમ અવાજ બંધ થઈ ગયો. સિન્હા Sinha એ અનેક વખત ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં ગુનેગારોને ફટકાર્યા હતા પણ આજે તેમનું રૂપ જ જુદુ હતુ. તે ગુસ્સામાં હતા અને થાક્યા વગર લાકડીઓ ફટકારી રહ્યા હતા. સોળમાં ફટકે તો લાકડી જ ફાટી ગઈ, તેમણે ગુસ્સામાં લાકડી ફેંકી અને જાડેજા Jadeja ને કહ્યુ સાલે મા… પછી ગાળ નિકળી કહ્યુ તોડ જબ તક મુહ ખોલે નહીં, અને પછી પોતાની ચેમ્બરમાં જતા રહ્યા ત્યારે સિન્હા પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.
(ક્રમશ:)
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.