પ્રશાંત દયાળ (ભાગ-12 દિવાલ) : યુનુસ Yunus નું ધ્યાન મહંમદ Muhammad ની હરકતો અને નજર ક્યાં ફરી રહી છે, તેની ઉપર હતું. તેને મહંમદ Muhammad ના મનમાં ચાલી રહેલી રમતનો થોડો અંદાજ આવવાની શરૂઆત થઈ હતી. તેનું હ્રદય વધારે ઝડપથી ધબકવા લાગ્યું હતું. તેને લાગ્યું કે મહંમદ Muhammad ના મનમાં જે ચાલી રહ્યું છે અને પોતાને સમજાઈ રહેલી વાત જો એ જ હોય તો મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે, પણ અત્યાર સુધી યુનુસે Yunus કયારેય મહંમદ Muhammad ની કોઈ વાત પર શંકા કરી ન્હોતી. મહંમદ Muhammad જે નિર્ણય કરે તો સાચો જ હશે તેમ કહી તેણે પોતાના મનને સમજાવી લીધું હતું, તે બધા હવે પોતાની નવી સ્કૂલ School માં દાખલ થઈ રહ્યા હતા. જેને જેલ Jail ની ભાષામાં કૌશલ્યવર્ધન કેન્દ્ર Skill Development Center નામ આપવામાં આવ્યું હતું.
જેલ Jail માં ચાલતા વિવિધ અભ્યાક્રમમાં અનેક કેદી Prisoner ઓ ભણતા હતા. જેમાં કેટલાક કેદી Prisoner ઓએ તો દસથીબાર ડીગ્રીઓ મેળવી હતી, પણ પહેલી વખત મહંમદ Muhammad અને તેના સાથીઓ આ અભ્યાક્રમમાં જોડાયા હતા. 8 વર્ષ જેલ Jail માં થયા હોવા છતાં પહેલી વખત તેમણે ભણવાનો નિર્ણય કર્યો હતો જેને જેલ Jail ના કેટલાક અધિકારીઓ શંકાની નજરે જોઈ રહ્યા હતા. જેલ Jail ના જે સીપાઈ તેમને બેરેક Barracks થી કૌશલ્ય કેન્દ્ર Skill Center સુધી લઈ આવ્યા હતા. તેમની નજરમાં પણ શંકા હતી, મહંમદ Muhammad ની પાછળ ચાલી રહેલા જેલ Jail સીપાઈની ચર્ચા મહંમદ Muhammad ના કાને પડી, મહંમદ Muhammad ને સમજાઈ ગયું કે, આ જેલ Jail સીપાઈ તેમના નવા નિર્ણય અંગે જ ચર્ચા કરી રહ્યા હતા, પણ એક વાકય મહંમદ Muhammad ના કાને પડ્યું તે સાંભળી મહંમદ Muhammad છળી ઉઠયો હતો. એક જેલ Jail સીપાઈએ બીજા સીપાઈને કહ્યું આ કઈ ભણવાના નથી અને આ કઈ સુધરવાના નથી.
મહંમદ Muhammad પાછળ વળી પાછળ આવી રહેલા જેલ Jail સિપાઈને જવાબ આપવા માગતો હતો, પણ ત્યારે જ તેના કાને એક મધુર સંગીતનો અવાજ સંભળાયો, તેના પગ અચાનક થંભી ગયા, વૈષ્ણવજન Vaishnavajan તો તેને કહીએ રે જે પીરપરાઈ જાણે રે.. મહંમદે Muhammad આ ભજન અગાઉ પણ સાંભળ્યું હતું, પણ તેને કયારેય આ ભજન આકર્ષક લાગ્યું ન્હોતું, પણ આજે કેમ ખબર નહીં, આ ભજન તેના હ્રદયમાં એક પ્રકારની શાંતિ પ્રસરાવી રહ્યું હતું. તેણે કયાંથી ભજનનો અવાજ આવે છે, તે સાંભળવા માટે ચારે તરફ નજર દોડાવી, પણ તેને ખબર પડી નહીં, કે ભજન ક્યાં ગવાઈ રહ્યું છે.
મહંમદ Muhammad ને ઉભો રહેલો જોઈ અને તેની ફરતી નજરથી પાછળ ઉભા રહેલા જેલ Jail સીપાઈ સમજી ગયા, તેણે મહંમદ Muhammad ને કહ્યું ગાંધી Gandhi ખોલીમાં રોજ બાપુ Bapu ના ભજન થાય, છે તેણે હાથનો ઈશારો કરતા કહ્યું બાજુમાં જ ગાંધી ખોલી છે. મહંમદ Muhammad જોઈ રહ્યો, લીમડાના ઘટાદાર વૃક્ષોની વચ્ચે ઢળતા નળીયા અને બેઠા ઘાટનું મકાન હતું, મહાત્મા ગાંધી Mahatma Gandhi અહીં રહ્યા હતા, એક અજાણી શાંતિનો તેને અહેસાસ થયો.
કૌશલ્ય કેન્દ્ર Skill Center માં દાખલ થતાં જેલ Jail સીપાઈએ એક પછી કેદી Prisoner ને તેમણે જે અભ્યાસક્રમ course ના ફોર્મ ભર્યા હતા, તે પ્રમાણે બધાને અલગ કરી દીધા હતા. મહંમદ Muhammad એમએ વીથ ઈગ્લીશ MA with English ના કલાસમાં જતો રહ્યો, એક મહિલા પ્રોફેસર Female professor લેકચર લેવા આવ્યા હતા. એક પછી એક કેદી Prisoner એ પોતાનો પરિચય આપવાનો હતો. જ્યારે મહંમદ Muhammad ને પોતાના પરિચય આપવાનો વારો આવ્યો ત્યારે તેણે પોતાનું નામ અને કયા ગુનામાં અંદર છે, તેનો ઉલ્લેખ પણ કર્યો, જેવું મહંમદ Muhammad નું વાકય પુરૂ થયું, તેની સાથે તમામ કેદી Prisoner ઓ નજર મહંમદ Muhammad તરફ ફરી, મહિલા પ્રોફેસર Female professor પણ એક ક્ષણ મહંમદ Muhammad ના ગુનો જાણી સ્તબ્ધ થઈ ગયા, પણ બીજી જ ક્ષણે પ્રોફેસરે પહેલા મહંમદ Muhammad સામે અને પછી બીજા કેદી Prisoner ઓ સામે જોતા કહ્યું તમે કયા ગુનામાં આવ્યા છો? તેની સાથે મારે કોઈ નીસ્બત નથી. મારૂ કામ તમને અહીં ભણાવવાનું છે અને તમારી આવતીકાલ સારી થાય તે માટે મારે પ્રયત્ન કરવાના છે. વાકય પુરૂ થતાં પ્રોફેસર અને મહંમદ Muhammad ની નજર એક થઈ, તે પ્રોફેસરની વાત સાંભળી મનમાં હસ્યો અને મનોમન બબડયો, આવતીકાલ સારી કેવી રીતે થશે
અહીંથી બહાર નિકળીશું તો સારી સવારની શરૂઆત થશે. મહંમદ Muhammad ધ્યાન રાખી લેકચર સાંભળી રહ્યો હતો, પણ જ્યારે મહિલા પ્રોફેસર Female professor અને મદંમદ Muhammad ની નજર એક થાય ત્યારે પ્રોફેસર professor ના શરિરમાંથી જાણે વિજળી પસાર થઈ જતી હોય તેવો અનુભવ થતો હતો. પ્રોફેસર professor ને ખબર પડતી ન્હોતી કે આવું કેમ થઈ રહ્યું છે. તેણે અગાઉ પણ અનેક કેદી Prisoner ઓને ભણાવ્યા હતા. કદાચ મહંમદ Muhammad નો ગુનો એટલો ભયંકર હતો કે કદાચ તેના કારણે ડર લાગી ગયો હતો. કદાચ તેવું ન્હોતુ, મહંમદ Muhammad ની નજરમાં એક પ્રકારની સૌમ્યતા હતી અને તેનો ગુનો એટલો જ ભયંકર, જેના કારણે કદાચ મહંમદ Muhammad ખોટું બોલી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. મહંમદ Muhammad જેલ Jail માં આવ્યો ત્યાર બાદ એટલે કે 8 વર્ષે તેણે પહેલી વખત મહિલા જોઈ હતી, મહંમદ Muhammad ને પોતાની બેગમ આયત યાદ આવી ગઈ, મહંમદે Muhammad આયતને યાદ કરવાનું જ છોડી દીધુ હતું, કારણ આયતની યાદ તેના મનને વ્યાકુળ કરી મુકતી હતી.
મહંમદ Muhammad અને આયત કોલેજમાં સાથે ભણતા હતા, મહંમદે Muhammad LLB પુરુ કરી ભોપાલ Bhopal માં પ્રેક્ટીસ કરવાની શરૂઆત કરી ત્યારે મહંમદ Muhammad ના પિતાએ તેને નિકાહ કરી લેવાની સલાહ આપી હતી. જો કે મહંમદ Muhammad ના મનને પસંદ પડે તેવું કોઈ પાત્ર તેને મળ્યું ન હતું, એક દિવસ એક પરિચત મહંમદ Muhammad ના પિતા પાસે પ્રસ્તાવ લઈ આવ્યા કે એક સારી, ભણેલી છોકરી છે, તારી માટે એકદમ અનુકુળ છે, મહંમદ Muhammad ની અનેક ના છતાં તે પિતાનું મન રાખવા માટે છોકરી જોવા ગયો અને તેણે ત્યાં જઈ જોયું તો તે આયત હતી. બંન્ને એકબીજાને જોતા જ રહી ગયા. મહંમદ Muhammad ને લાગ્યું કે બસ તે કદાચ આવી જ બેગમની રાહ જોતો હતો, પણ કોલેજમાં કયારેય તેને આયત વિશે વિચાર જ ન્હોતો અને મહંમદ Muhammad અને આયતના નિકાહ થયા હતા.
જે દિવસે અમદાવાદ Ahmedabad અને ભોપાલ Bhopal પોલીસ તેના દરવાજે આવી ઉભી રહી ત્યારે પહેલા તો આયતને જરા પણ ડર લાગ્યો ન્હોતો, કારણ મહંમદ Muhammad ક્રિમીનલ પ્રેક્ટિસ Criminal practice કરતો હોવાને કારણે પોલીસની અવરજવર તો રહેતી હતી, પણ જેટલી મોટી સંખ્યામાં પોલીસનો કાફલો હતો અને પોલીસ અધિકારીએ મહંમદ Muhammad ને પોતાની સાથે આવવુ પડશે તેવું કહેતા આયત મહંમદ Muhammad ની આગળ આવી ઉભી રહી ગઈ હતી. તેણે પોલીસ અધિકારીને ઠપકો આપતી હોય તે રીતે કહ્યું તમે મારા શૌહર કોણ છે જાણતા નથી, ભોપાલના Bhopal એક મોટા લોયર છે. તમારે કોર્ટમાં જવાબ આપવાની ભારે થઈ જશે, મહંમદ Muhammad શાંત હતો, તેણે આયતને રોકવાનો પ્રયાસ કર્યો પણ તે લડી લેવાના મુડમાં હતી, ભોપાલ Bhopal ના પોલીસ અધિકારીએ આયતને સમજાવતા કહ્યું દેખો મોહતરમા, હમે હમારા કામ કરને દીજીએ, હમ મહંમદ Muhammad સાબ કો જાનતે હૈ, લેકીન અમદાવાદ પુલીસ Ahmedabad Police કે પાસ વોરંટ હૈ, તેમ કહી ભોપાલના અધિકારીએ અમદાવાદ પોલીસ Ahmedabad Police ના હાથમાં રહેલું વોરંટ warrant લઈ આયતને બતાડયું હતું. આયતે વોરંટ હાથમાં લીધુ અને તે વોરંટ warrant જોતા ભાંગી પડી હતી, વોરંટ warrant ઉપર કયા ગુનામાં મહંમદ Muhammad સંડોવાયેલો છે, તેનો ઉલ્લેખ હતો
આયતની આંખોમાં ચૌંધાર આંસુ પડવા લાગ્યા તેણે પોલીસ અધિકારીઓને રડતા રડતા કહ્યું નહીં સાબ આપકી કોઈ ગલતી હુઈ હૈ, મહંમદ Muhammad ઐસા કામ કરી હી નહીં શકતે, જ્યારે પોલીસ અધિકારી મહંમદ Muhammad ને બાવડેથી પકડી નિકળ્યા ત્યારે રડતી આયતે મહંમદ Muhammad નો ખભો પકડી પુછયું મહંમદ Muhammad આપ તો બોલો પુલીસ વાલે જુઠ બોલ રહે હૈ, પણ મહંમદે Muhammad કોઈ જવાબ આપ્યો નહીં, મહંમદ Muhammad નું ચુપ રહેવું આયત માટે મોટો આધાત હતો, આયત મહંમદ Muhammad ના જ ઘરમાં રહે છે, તેના બાળકો અને મહંમદ Muhammad ના વૃધ્ધ માતા-પિતાનું ધ્યાન રાખે છે, પણ તે મહંમદ Muhammad ને મળવા અમદાવાદ સેન્ટ્રલ જેલ Ahmedabad Central Jail એક પણ દિવસ આવી ન્હોતી.
(ક્રમશ:)
PART – 11 | ગેટ ઉપર રહેલા સુબેદારે વોકીટોકી ઉપર વાહન નંબરની જાણકારી જેલ અધિકારીને આપી
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.