Thursday, May 28, 2026
HomeGujaratAhmedabadEbola virus : વડોદરાના વ્યક્તિને ઇબોલાના લક્ષણ હોવાની સંભાવના, અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં...

Ebola virus : વડોદરાના વ્યક્તિને ઇબોલાના લક્ષણ હોવાની સંભાવના, અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં ખસેડાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : ઇબોલા વાઇરસથી વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાતમાં ઇબોલાનો પ્રથમ શંકાસ્પદ કેસ (First suspected case of Ebola in Gujarat) સામે આવ્યો છે. આફ્રિકન દેશમાંથી આવેલા વડોદરાના વ્યક્તિને ઇબોલાના લક્ષણ હોવાની સંભાવનાના પગલે અમદાવાદની સિવિલ હૉસ્પિટલ (Vadodara patient shifted to Ahmedabad Civil Hospital) માં ખસેડવામાં આવ્યો છે. સિવિલ હૉસ્પિટલમાં ઇબોલાના શંકાસ્પદ દર્દીના સેમ્પલ મેળવીને લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. શહેરની એસવીપી હૉસ્પિટલમાં ઇબોલાના શંકાસ્પદ દર્દીઓને ક્વૉરેન્ટાઈન કરવા વિશેષ વૉર્ડ તૈયાર કરી દેવાયો છે.

ઇબોલાને લઈને જાહેર આરોગ્ય કટોકટીની આંતરરાષ્ટ્રીય ચિંતા (PHEIC) ઊભી થતાં તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે તાત્કાલિક અસરથી ફરજિયાત જાહેર આરોગ્ય પગલાં લાગુ કરવામાં આવ્યા છે. છેલ્લાં ત્રણ દિવસમાં યુગાન્ડાથી 11 લોકો અમદાવાદ આવ્યા છે. જેમાં થલતેજમાં 10 અને જોધપુરના 1 નાગરિક છે. તમામ 11 લોકોને હાલમાં હોમ આઇસોલેશનમાં (People coming from African countries home isolate) રાખવામાં આવ્યા છે. આફ્રિકન દેશોમાં ફેલાયેલા ઇબોલા વાઇરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર AMCનો આરોગ્ય વિભાગ, રાજ્ય આરોગ્ય વિભાગ, સિવિલ હૉસ્પિટલ અને એરપોર્ટ સાથે સંકલનમાં રહી કામગીરી કરી રહ્યો છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular