Saturday, May 23, 2026
HomeGeneralબાયડમાં કાળમુખી દોરીએ લીધો માસૂમનો જીવ, 17 વર્ષીય તીર્થનું ગળું કપાયું

બાયડમાં કાળમુખી દોરીએ લીધો માસૂમનો જીવ, 17 વર્ષીય તીર્થનું ગળું કપાયું

- Advertisement -

જય અમીન (અરવલ્લી.નવજીવન ન્યૂઝ): અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણના પર્વ દરમિયાન એક હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. બાયડ તાલુકાના ચોઇલા ગામે પતંગની ઘાતક દોરીએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે. મોપેડ પર જઈ રહેલા 17 વર્ષીય સગીર તીર્થ પટેલનું ગળું કપાઈ જવાથી કરુણ મોત નિપજ્યું છે, જેના કારણે પરિવારમાં તહેવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે.

શું હતી પૂરી ઘટના?
ચોઇલા ગામનો તીર્થ પટેલ આજે પોતાના મોપેડ પર બીજા સ્ટેન્ડ નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે અચાનક આકાશમાંથી લટકતી ચાઈનીઝ કે ઘાતક કાચ પાયેલી દોરી તેના ગળામાં ફસાઈ ગઈ હતી. દોરીના તીક્ષ્ણ ઘાને કારણે તીર્થનું ગળું ઊંડે સુધી કપાઈ ગયું અને તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ પટકાયો હતો. આસપાસના લોકો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ કમનસીબે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

- Advertisement -

તંત્રના જાહેરનામા માત્ર કાગળ પર?
આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશાસન દ્વારા દર વર્ષે ચાઈનીઝ દોરી અને ઘાતક કાચવાળી દોરી પર પ્રતિબંધના જાહેરનામા બહાર પાડવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં બજારમાં અને ધાબાઓ પર આ ‘મોતની દોરી’ ખુલ્લેઆમ જોવા મળે છે. તંત્ર દ્વારા કડક ચેકિંગ કે કાર્યવાહીના અભાવે આજે એક માસૂમ સગીરે પોતાની જિંદગી ગુમાવવી પડી છે, જેણે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

ગામમાં અને પરિવારમાં શોકનું મોજું
માત્ર 17 વર્ષની ઉંમરે તીર્થના અકાળે અવસાનથી ચોઇલા ગામ સહિત સમગ્ર બાયડ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઉત્તરાયણનો આનંદ લૂંટવાના સમયે પરિવારે પોતાનો દીકરો ગુમાવતા આખું ગામ શોકમાં ગરકાવ છે. લોકો હવે માંગ કરી રહ્યા છે કે આવી ઘાતક દોરી વેચનારાઓ અને જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular