નવજીવન ન્યૂઝ. દાહોદ: Dahod Car Accident: દાહોદ જિલ્લામાં એક એવા અકસ્માતની ઘટના સામે આવી છે જેને સાંભળતા જ પાંપણે પાણી આવી જાય. દાહોદના (Dahod) વરમખેડા ગામમાં (Varam Kheda Village) મામાએ બોલેરો પીકઅપ કાર રિવર્સ લેતા ઘરના આંગણામાં રમતા એક વર્ષના ભાણીયાનાં માથા પરથી ટાયર ફરી વળ્યું હતું. કુમળા બાળકના માથા પર પૈડું ફરી વળતા માથું છુંદાઈ જતા બાળકનું કરૂણ મોત (Child Death)નિપજ્યું છે.
ઘટનાની વિગત એવી છે કે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના છરછોડા ગામના જલસાબેન સંજયભાઇ ભાભોર તેમના એક વર્ષના પુત્ર યુવરાજ સાથે છેલ્લા 20 દિવસથી તેમના પિયર વરમખેડા ગામે રહેતા હતા. દરમિયાન જલસાબેનનો પુત્ર યુવરાજ ગત રવિવારની સવારે ઘરના આંગણામાં રમી રહ્યો હતો. આ સમયે તેના મામાએ પોતાની બોલેરો પીકઅપ કાર પાછળ જોયા વગર જ રિવર્સ લીધી હતી. જેના કારણે પાછળની તરફ રમી રહેલા યુવરાજના માથા પર કરાનું પૈડું ફરી વળ્યું હતું અને યુવરાજના માથું છુંદાઈ ગયું હતું
માથા પર પૈડું ફરી જતા યુવરાજનાં કાનમાથી લોહી તથા માસના લોચા નીકળી ગયા હતા અને સ્થળ પર જ કરુણ મોત નિપજ્યુ હતું. કુમળા બાળકનાં મોતથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. મામા પોતે જ ભાણેજના મોતનું કારણ બનતા જલસાબેનના પિયર પક્ષમાં પણ ખુબ જ અફસોસ અને દુઃખ જોવા મળી રહ્યું છે.
ઘટના બનતા જ યુવરાજના પિતા સંજયભાઇ ભાભોરને જાણ કરવામાં આવી હતી, અને પિતાએ મામા સુનીલ ભાઈ પર ગુનોદાખલ કરી ફરીયાદ નોંધાવી હતી. દાહોદ પોલીસ સાથે વાત કરતા જણવા મળે છે કે મામલો પરીવારનો જ હોવાથી હજી સુધી કોઈ ધરપકડ કરવામા આવી નથી, બન્ને પરીવારોના સાથે વાતચીત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








