Thursday, June 4, 2026
HomeGujaratSuratસુરતમાં યુવકની કસ્ટોડિયલ ડેથ કે પછી કુદરતી મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરશે...

સુરતમાં યુવકની કસ્ટોડિયલ ડેથ કે પછી કુદરતી મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરશે ફેંસલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: Surat News :ગુજરાતમાં ધણી વાર પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીની કોસ્ટડિયલ ડેથની ઘટના સામે આવતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં પોલીસની કામગીરી સામે ભૂતકાળમાં ગંભીર આક્ષેપો લાગી ચુક્યા છે. ત્યારે વધુ એક કસ્ટોડિયલ ડેથની (Custodial death) શંકાની ઘટના સુરતના (Surat) સારોલી પોલીસ સ્ટેશનમાંથી (Saroli police station) સામે આવી છે. જ્યાં કસ્ટડીમાં રહેલા યુવકની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જેના પગલે મૃતકના પરિવારજનોએ પોલીસની કામગીરી સામે અનેક આક્ષેપ કર્યા છે. બીજી તરફ પોલીસએ પણ આ બાબતે સ્પષ્ટતા આપી છે. હવે યુવકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવકના મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.



- Advertisement -

મળતી માહિતી મુજબ, સ્પેશિયલ મેગા ડ્રાઈવના પગલે સુરતમાં પણ નબીરાઓને પકડવા સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી રહી છે. તે દરમિયાન સારોલી પોલીસ ચેંકિગમાં હતી, ત્યારે સંદીપ વેકરિયા નામનો વ્યક્તિ તેની બાઈક પર ત્રણ સવારી જઈ રહ્યો હતો. પોલીસે તેને અટકાવી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં તેની તબિયત લથડતા તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સંદીપ વેકરિયાનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ પરિવારને થતાં તેઓ પણ તાત્કાલિક હોસ્પિટલે દોડી આવ્યા હતા અને પોલીસના મારથી યુવકનું મૃત્યુ થયું હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતા. હાલ યુવકનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, જે બાદ યુવકના મૃત્યુ પાછળનું સાચું કારણ જાણી શકાશે.

આ અંગે સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ. એ. દેસાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગઈકાલે સારોલી પોલીસની ટીમ મેગા સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત ચેંકિગમાં હતી. તે દરમિયાન મૃતક અને તેના મિત્રો ત્રણ સવારી એક બાઈક પર આવી રહ્યા હતા. જ્યાં તેમને અટકાવી તપાસ કરતા એક વ્યક્તિ ડ્રિન્ક કરેલો હતો. જેને સારોલી પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરી રહ્યા હતા. ત્યારે અચાનક તેને ખેંચ આવી જતા તે ઢળી પડ્યો હતો. જેને તાત્કાલિક એમ્બ્યુલેન્સ મારફતે સારવાર માટે શહેરની સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ થયું હતુ. હાલ યુવકના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે, તે બાદ મૃત્યુ પાછળનું યોગ્ય કારણ જાણી શકાશે.

ઘટનાને પગલે ACP-DCP સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા. હાલ આ મામલાને લઈ હોસ્પિટલ તરફથી પેનલ પોસ્ટમોર્ટમની રાહ જોવાઈ રહી છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular