નવજીવન ન્યૂઝ. રાજકોટઃ ચોમાસાની સિઝનમાં ઈલેક્ટ્રીક કરંટ લાગવાની ઘટનામાં સતત વધારો થતો હોય છે. જેના કારણે કેટલાક કિસ્સામાં મોત પણ નિપજતા હોય છે. ત્યારે આજે રાજકોટમાં (Rajkot) પણ આ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ-ચોટીલા હાઈવે (Rajkot- Chotila Highway) પર ટ્રકમાં દોરડું બાંધતી વખતે ડ્રાઈવર અને ક્લીનરને કરંટ (Electric current) લાગતા બંનેના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. આ બનાવની જાણ પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર, રાજોકોટ-ચોટીલા હાઈવે પર રાજસ્થાનથી આવી રહેલી ટ્રક રાજકોટ તરફ જઈ રહી હતી. જોકે વરસાદી વાતાવરણના કારણે ટ્રકમાં રહેલા માલ-સામાનને નુકશાન ન થાય તે માટે ડ્રાઈવર અને ક્લીનર ટ્રક બોડીમાં કવર ઢાંકવાનું કામ કરી રહ્યા હતા. જે માટે તેઓ ટ્રકમાં દોરડું બાંધી રહ્યા હતા, તે દરમિયાન ટ્રકની ઉપરની સાઈડ આવેલા ઈલેક્ટ્રિક વાયરને અડી જતાં ડ્રાઈવર અને ક્લિનરને કરંટ લાગ્યો હતો.
ઈલેક્ટ્રિક કરંટ એટલો જબરજસ્ત હતો કે બંનેના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. આ ઘટનાના કારણે આસપાસના લોકો તેમની મદદે દોડી આવ્યા હતા, પરતું લોકોની મદદ મળે તે પહેલા બંનેના મૃત્યુ થઈ ગયા હતા. આ અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતાં ચોટીલા પોલીસ દોડતી થઈ હતી. હાલ બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચોટીલા સિવિલ હોસ્પિટલમાં ખાતે લઈ જવામાં આવ્યા છે. જોકે આ બંને મૃતકો રાજસ્થાનના વતની હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતકોના નામ ઉમેદ ખાન દાઉદ ખાન મંગેલિયા અને મહોમ્મદ કાસમ ખાન છે. બંને વ્યક્તિઓ આંધ્રાપ્રદેશથી લાકડા ભરીને રાજકોટ પહોંચાડવા નીકળ્યા હતા, તે દરમિયાન ચોટીલા નજીક મોલડી ગામ પાસે આવેલી એક હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક પાર્ક કરીને ઊભા હતા, ત્યારે ટ્રક પર તાડપત્રી બાંધવા જતાં તેમણે કરંટ લાગ્યો હતો.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








