નવજીવન ન્યૂઝ. સુરત: Surat Crime News Today: ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના(Harsh Sanghavi) સુરતમાં ક્રાઈમના (Surat Crime) આંકડા ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સુરત શહેરમાં (Surat City) કાયદો અને વ્યસ્થા કથળેલી હાલતમાં હોય તેમ જાહેરમાં હત્યા (Murder) અને હુમલાની ઘટનાઓ સામે આવતી રહી છે. ત્યારે તેવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં સાડીના વેપારીને(Businessman) રાત્રિના સમયે છરી જેવા હથિયારથી રહેંસી નાખી મોતને ઘાટ ઉતારી દેવાયો છે. જાહેરમાં બનેલી આ ઘટનાના વિડીયો વાયરલ (CCTV Video Viral) થતા નગરજનો પોલીસ (Surat Police) અને ગૃહરાજ્યમંત્રી પર ફિટકાર વરસાવી રહ્યા છે.
સુરતના વરાછા વિસ્તારમાં બુધવારની રાત્રે મૂળ રાજકોટના ધોળીધાર ગામના વતની વેપારીની સરેઆમ હત્યાનો બનાવ સામે આવ્યો છે. વરાછાના માતાવાડી વિસ્તારમાં ઈશ્વરકૃપા સોસાયટીમાં પત્ની નયના અને બાળકો સાથે રહેતા ખુશાલ કેશુભાઈ કોઠારી સાડીનો વેપાર કરતો હતો. ખુશાલ ગતરોજ રાત્રિના સમયે 8 વાગ્યા આસપાસ કમલપાર્ક સોસાયટીમાં આવેલા તુલસી પાનના ગલ્લે મિત્ર કમલેશ ડાંગોદરાને મળવા ગયો હતો. પાનના ગલ્લે પહોંચી મિત્ર કમલેશને ખુશાલે ઈશારો કરી બોલ્યો હતો. કમલેશ રસ્તો પસાર કરી ખુશાલ પાસે પહોંચી રહ્યો હોત ત્યારે જ બાઈક પર ઘસી આવેલા પ્રકાશ ઉર્ફે પપ્પુ ઓઝા અને હર્ષ ગામીએ ખુશાલ પર છરી વડે હુમલો કર્યો હતો.
આરોપી પ્રકાશ ઉર્ફે હર્ષ ગામીએ ખુશાલ પર આડેધડ છરીના ઘા મારતા ખુશાલ ગંભીર રીતે ઘાયલ થયો હતો. લોહી લુહાણ હાલતમાં પડેલા ખુશાલને જોઈ આસપાસના લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અને ખુશાલના મિત્રએ અન્ય મિત્ર કનુ પરમારને બોલાવી ઘાયલ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. ખાનગી હોસ્પિટલના ડોકટર દ્વારા ખુશાલની હાલત નાજૂક હોવાનું જણાવતા વધુ સારવાર માટે સ્મીમેરમાં લઈ જવાયો હતો. જ્યાં ખુશાલે સારવાર દરમિયાન દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો.
ઘટના અંગે જાણ થતા જ વરાછા પોલીસનો કાફલો સ્મીમેર હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. મળતી વિગતો મુજબ ખુશાલની પત્ની નયનાએ પોલીસને જણાવ્યું હતું કે, ગત ડિસેમ્બર મહિનામાં ખુશાલ અને પ્રકાશ વચ્ચે કોઈ કારણે ઝઘડો થયો હતો. ઝઘડો થતા ખુશાલે પ્રકાશને માર માર્યો તો અને તેની પોલી ફરિયાદ પણ વરાછા પોલીસ સ્ટેશનમાં પ્રકાશ દ્વારા નોંધાવવામાં આવી હતી. આમ ખુશાલની હત્યા પાછળ જૂની અદાવત હોવાનું માનવામાં આવે છે. પોલીસે આરોપી પ્રકાશ ઉર્ફે પપ્પુ ઓઝા અને હર્ષ ગામી વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








