નવજીવન ન્યૂઝ. વેરાવળ: Somnath Temple Maulana Sajid Rashidi News: વિશ્વ પ્રસિધ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાવેદ મંદિર (Somnath Temple) પર પાયા વિહોણી ટિપ્પણી કરનાર મુસ્લિમ ધર્મગુરુ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે સોમનાથ મંદિર ટ્રસ્ટની (Somnath Mandir Trust) ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે(Gir Somnath Police) ઓલ ઈન્ડિયા એસોસિએશનના પ્રમુખ (All India Imam Association) મૌલાના મહંમદ સાજીદ રશીદી (Maulana Sajid Rashidi) વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.
મૌલાના Sajid Rashidiનું વિવાદિત નિવેદન
હિન્દૂઓની આસ્થાના પ્રતિક પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર પર મૌલાના મહંમદ સાજીદ રશીદીને ટિપ્પણી કરવી ભારે પડી છે. મહંમદ રશીદીએ ન્યૂઝ એજન્સી એ.એન.આઈ. (ANI news)ને આપેલા ઈન્ટરવ્યુમાં સોમનાથ મહાદેવ મંદિર પર મહંમદ ગઝનવી (Mahmud Ghaznavi Somnath Mandir) ના આક્રમણને સારી કામગીરી ગણાવી બફાટ કર્યો હતો. જેમાં મૌલાનાએ કહ્યું હતું કે, ‘મુઘલોએ કોઈ મંદિર પર આક્રમણ કર્યું છે જે પ્રકારનું ઈતિહાસમાં ખોટું જણાવાઈ રહ્યું છે. પણ જે સેનાના કમાન્ડર બાદશાહને ખબર આપતા હતા કે ફલાણી જગ્યા પર ખોટું કામ થઈ રહ્યું છે તમે મંજૂરી આપો તો સેના ચઠાઈ કરે. અને બાદશાહ તેમને ખોટું થતું અટકાવવા મંજૂરી આપતા હતા.’ આ સાથે જ તેમણે સોમનાથ મંદિરનું ઉદાહરણ આપતા કહ્યું કે ‘ગઝનવીને લોકો કહે છે કે તેણે સોમનાથ મંદિર તોડ્યું પણ જ્યારે ઈતિહાસ તેવો છે કે, ત્યાંના લોકોએ આવીને જણાવ્યું હતું કે ત્યાં આસ્થાના નામે શું ચાલે છે, દેવી દેવતાના નામે શું ચાલે છે. ત્યાં કેવી રીતે મહિલાઓને ગાયબ કરી દેવામાં આવે છે. અને બાદમાં ગઝનવીએ સીઆઈડી મોકલી ખરાઈ કરી અને ચઢાઈ કરી હતી. સોમનાથ મંદિરને તેણે તોડવાનું કામ નથી કર્યું પણ સોમનાથ મંદિરમાં જે ખોટા કામ ચાલતા હતા તેને ખતમ કરવાનું કામ કર્યું છે.’
શું કહે છે Somnath Temple ટ્રસ્ટ ?
મૌલાનાના વિવાદિત નિવેદન બાદ હિન્દૂઓમાં રોષ ફાટી નિકળ્યો હતો અને ટિકા પણ થવા લાગી હતી. દરમિયાન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરાવતા મામલો ગરમાયો છે. સોમનાથ મંદિરના વિજયસિંહ ચાવડાએ આ મામલે મીડિયાને જણાવ્યું હતું કે, મૌલાનાએ ઈન્ટરવ્યુમાં સોમનાથ મંદિર વિશે તદ્દન ખોટી અને અભદ્ર ટિપ્પણી કરી હતી. આ ઉશ્કેરણીજનક ટિપ્પણીના કારણે કરોડો હિન્દૂઓની આસ્થાને ઠેંસ પહોંચી છે. માટે ટ્રસ્ટે આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે.
(માહિતી: પરાગ સંગતાણી. વેરાવળ)
TAG: Maulana Sajid Rashidi’s Controversial statement on Somnath temple Veraval
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








