Monday, May 25, 2026
HomeGujaratદારૂડીયા ભણાવશે ગુજરાત? જૂઓ આ શિક્ષક શું કરી રહ્યાં છે શાળામાં…

દારૂડીયા ભણાવશે ગુજરાત? જૂઓ આ શિક્ષક શું કરી રહ્યાં છે શાળામાં…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નર્મદા: Gujarat Drunk Teacher Video Viral: ગુજરાત સરકાર બાળકોના શ્રેષ્ઠ શિક્ષણની અને શાળાઓના મોનિટરિંગની ગુલબાંગો ફૂંકે છે. સાથે જ દારૂબંધી (Liquor Ban) માટે કડક કાર્યવાહીની પણ વાતો કરે છે. પરંતુ જમીન પર હાલત ખુબ જ ગંભીર અને ચિંતિત કરે તેવી છે. કારણ કે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાની શાળામાં દારૂ પીધેલા શિક્ષક (Narmada Drunk Teacher) બેન્ચ પર ઉંઘતા હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો (Video) સામે આવતા લોકો શિક્ષણ અને શિક્ષણ પર સરકારના મોનિટરિંગના દાવા પર સવાલ કરી રહ્યા છે.

મળતી વિગતો મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કોયારી ગામની પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષણ દારૂના નશાની હાલતમાં જોવા મળ્યા હતા. શાળામાં બાળકો અભ્યાસ માટે આવ્યા હતા પણ દારૂના નશામાં ધૂત શિક્ષક આરામથી બાળકોની પાટલી પણ ઉંઘતા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા સ્થાનિકો શાળા પર પહોંચ્યા હતા અને નશાખોર શિક્ષકનો વીડિયો બનાવી મીડિયા સુધી પહોંચાડ્યો હતો.

- Advertisement -

આ ઘટના મીડિયા દ્વારા સામે આવતા શરમના માર્યા જિલ્લા શિક્ષણાધિકારી નિંદ્રામાંથી જાગ્યા હતા અને દોડતા થયા હતા. તેમણે આ મામલે તાલુકા શિક્ષણાધિકારીને કથિત નશામાં રહેલા શિક્ષક રાજેશ વાંસદિયા વિરૂધ્ધ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે શિક્ષકે પોતને નવરાત્રીના ઉપવાસ રાખતો હોય અને બી.પી.નો દર્દી હોય ગોળી હતી માટે તે ચક્કરના કારણે ઉંઘી ગયો હતો તેમ કહેવા લાગ્યો હતો. હવે જોવું રહ્યું કે આ શિક્ષક બી.પી.ના બહાને નિર્દોષ છૂટે છે કે કેમ?

આ ઘટનાનો કથિત વીડિયો સોશિયલ મીડિયા મારફતે વાયરલ થતા દારૂબંધી અને શિક્ષણના મોનિટરિંગના સરકારના દાવાનો છેદ ઉડાવી રહ્યો છે. સાથે જ લોકો પુછવા લાગ્યા છે કે શું દારૂના નશા વચ્ચે ભણશે ગુજરાત?

TAG: Narmada drunk teacher video viral, Narmada News

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular