નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદ ખાતે એશિયન સિરામિક ગ્રુપ તથા ખાનગી ફાઈનાન્સની પેઢી પર આજે વેહેલી સવારથી જ આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. લગભગ 35થી 40 જગ્યાઓ પર આઈટી દ્વારા આજે દરોડા કરવામાં આવ્યા છે જેને કારણે ખાનગી કરચોર પેઢીઓના માલીકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
અમદાવાનાદ ઈસ્કોન ચોક પર આવેલી એક કોર્પોરેટ ઓફિસ પર પણ આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઉપરાંત હિંમતનગરની એક ફેકટરી પર પણ દરોડા કરવામાં આવ્યા છે. અમદાવાદમાં સિમંધર ફાઈનાન્સ નામની એક પેઢી હિંમતનગરમાં કેટલીક ઓફિસ ચલાવે છે. સૌથી મહત્વની બાબત એ છે કે એશિયન સિરામિક ગ્રુપ પર મોટા પાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. એશિયન ગ્રુપના ડિરેક્ટર્સના નિવાસ સ્થાનો પર પણ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. જોકે હજુ સર્જ ઓપરેશનની પ્રોગ્રેસ અંગે જાણી શકાયું નથી.
ઈન્કમ ટેક્સ વિભાગની એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લી. પર કરવામાં આવેલી આ કાર્યવાહીને પગલે આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર તેના સ્ટોકના ભાવ અઠવાડિયાની નીચિ સપાટી પર પહોંચી 52ના 47.90 થઈ ગયા છે. આ કંપનીએ હાલમાં જ રાઈટ્સ ઈશ્યૂ દ્વારા 440 કરોડથી વધુની રકમ માર્કેટમાંથી મેળવી હતી. સિરામિક કંપનીઓમાં આ ભારતનો સૌથી મોટો રાઈટ્સ ઈશ્યૂ હોવાનું કહેવાય છે.
એશિયન ગ્રેનિટો સિરામિક હબ એવા મોરબીમાં પણ ત્રણ પ્લાન્ટ બનાવવાનું પ્લાનીંગમાં છે. ઉપરાંત ગુજરાતમાં મોરબી ખાતે અત્યાધુનિક ઉત્પાદન એકમો સ્થાપી મોટા પાયે યોજનાઓ તૈયાર કરવામાં આવી હતી. આ સર્ચ ઓપરેશનમાં વિભાગના 200થી વધુ અધિકારીઓ જોડાયા હતા.
![]() |
![]() |
![]() |











