નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ ભાજપ દ્વારા આજે ઉમેદવારોની પ્રથમયાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે પ્રથમ યાદીમાં બીજેપીએ 38 સીટીંગ ધારાસભ્યોની ટિકિટ કાપી છે. જે લોકોને ટિકિટ નથી આપવામાં આવી તેમણે પોતાની મરજીથી ચૂંટણી ન લડવાનું જણાવ્યું છે. પહેલીયાદીમાં આજે 14 મહિલાઓને ટીકિટ આપવામાં આવી છે.
ભાજપે જાહેર કરેલી પહેલીયાદીમાં ગાંધીધામથી માલતિબેન મહેશ્વરી, વઢવાણથી જીગ્નાબેન પંડ્યા, રાજકોટ પશ્ચિમથી દર્શિતા શાહ, રાજકોટ ગ્રામીણથી ભાનુબેન બાબરિયા, ગોંડલથી ગીતાબા જાડેજા, નાંદોડથી દર્શનાબેન દેશમુખ, લિંબાયતથી સંગિતાબેન પાટિલ, બાયડથી ભીખિબેન પરમાર, નરોડાથી પાયલબેન કુકરાણી, ઠક્કરબાપા નગરથી કંચનબેન રાદડિયા, અસારવાથી દર્શનાબેન વાઘેલા, મોરવા હડફથી નીમીશાબેન સુથાર, વડોદરા શહેરથી મનીષાબેન વકીલને ટીકિટ આપવામાં આવી છે.
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં પત્ની રિવાબાને ભાજપે વિધાનસભા 78 બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા છે. જોકે સીટીંગ ધારાસભ્ય અને દિગ્ગજ નેતા હકુભા જાડેજાનું પત્તુ કાપીને રિવાબામાં મેદાનમાં આવતાં રાજકારણ ગરમાયું છે. રિવાબા સરકારી યોજનાઓ અનેક લોકો સુધી પહોંચાડી લોકોને મદદરૂપ થયાનું ધ્યાનામાં રાખીને ભાજપે આ નિર્ણય લીધો હોવાનું રાજકીય પંડીત માની રહ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
![]() |
![]() |










