Monday, February 17, 2025
HomeGujaratRajkotરાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુ સામે જમીન વેચાણ બાબતે પોલીસ તપાસનું...

રાજકોટના પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર અજય ભાદુ સામે જમીન વેચાણ બાબતે પોલીસ તપાસનું કોર્ટનું ફરમાન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ : Rajkot News: ગુજરાતમાં જમીન કૌભાંડો (Land Scam) અને મની લોન્ડરીંગની ફરિયાદો રોજ સામે આવે છે. આ પ્રકારના કૌભાંડો એવા જ અધિકારી-કર્મચારીઓ આચરી શકે જેમની પાસે સત્તા હોય. સત્તાધારી અધિકારી હંમેશા એમ વિચારે છે કે, તેની સામે કોઈ અવાજ કરી શકે તેમ નથી. પણ હકીકત એ પણ છે કે, આ પ્રકારની બાબતો ક્યારેક તો સામે આવતી જ હોય છે. ત્યારે રાજકોટનામ્યુનિસિપલ કમિશ્નર (Rajkot Municipal Commissioner) અજય ભાદુ (Ajay Bhadoo) સામે થયેલી ફરિયાદ અન્વયે કોર્ટે તપાસના આદેશનું ફરમાન કરવામાં આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ કેસની વિગત પ્રમાણે વર્ષ 2012માં રાજકોટના કોંગ્રેસનાં નગરસેવક દ્વારા તે વખતના ભાજપના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર કરશન વાઘેલા દ્વારા જ્ઞાતિની સંસ્થા વાલ્મિકી મહિલા વિકાસ સંઘ નામના ટ્રસ્ટને રાજકોટની રેફ્યુઝી કોલોની વિસ્તારમાં રાજકોટ મહાનગર પાલિકા હસ્તકની જમીન પૈકીની 373-45 ચોરસ મીટર જમીનની માગણી કરવામાં આવી હતી. જો કે આ જમીન વાલ્મિકી વિકાસ સંઘ નામના ટ્રસ્ટને આપી પણ દેવામાં આવી. તે સમયે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર તરીકે અજય ભાદુ હતા. ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે બકુલેશ રૂપાણી હતા. કોંગ્રેસનાં નગરસેવકનો આરોપ હતો કે, તત્કાલિન મ્યુનિ. કમિશ્નર તથા પ્લાનિંગ ઓફિસર દ્વારા સત્તાનો દુરુપયોગ કરી જમીનને બજાર ભાવ કરતાં ઓછા ભાવે વેચી દેવામાં આવી છે.

- Advertisement -

તે સમયે જ્યુડિશિયલ કોર્ટે પણ આ બાબતે તપાસનો આદેશ આપ્યો હતો. પણ નીચલી કોર્ટના તપાસના આદેશ સામે મ્યુનિ. કમિશ્નર અજય ભાદુ અને બકુલેશ રૂપાણી હાઈકોર્ટ પહોંચ્યા હતા. હાઈકોર્ટે તપાસ સામે સ્ટે આપવાનો હુકમ કર્યો હતો. જો કે બાદમાં 18 ઓગષ્ટ 2023માં હાઈકોર્ટે જે તે વખતની હુકમ સેટેસાઈટ કરી ફોજદારી તપાસને રિમાઈન્ડ કરતાં ઓનમેરિટ ચલાવવા આદેશ કર્યો હતો. જે બાદ ફરિયાદીનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. તેમજ દસ્તાવેજો ધ્યાને લઈ દસ્તાવેજમાં દર્શાવેલી હકીકતોને આધારે આ બાબતની તપાસ ચોક્કસ રીતે કરવા માટે તપાસ એજન્સીને તપાસ કરી 45 દિવસના રિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular