નવજીવન ન્યૂઝ. અમદાવાદ: સસ્પેન્ડેડ PI તરલ ભટ્ટ 2008માં PSI તરીકે પોલીસ વિભાગમાં જોડાયા હતા. તરલ ભટ્ટ સાયબર ગુના ઉકેલવામાં માહેર હતા. તરલ ભટ્ટ માટે તોડકાંડ (Taral Bhatt Tod Kand) કઈ નવી વાત નથી. એવામાં ગુજરાતમાં સામે આવેલા સૌથી મોટા તોડકાંડના મુખ્ય આરોપી તરીકે તરલ ભટ્ટનું નામ સામે આવ્યું છે. તોડકાંડમાં તરલ ભટ્ટ સાથે બીજા બે પોલીસકર્મીઓ પર પણ આરોપ છે, ત્યારે તરલ ભટ્ટની ધરપકડ થાય તે પહેલા જ તેઓ ફરાર થઈ ગયા હતા. ATS સસ્પેન્ડેડ તરલ ભટ્ટને પકડવા મથી રહી હતી, ત્યારે ATS દ્વારા તરલ ભટ્ટની આજે ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢના (Junagadh) માણાવદરના સર્કલ PI તરલ ભટ્ટ, SOG PI એ. એમ. ગોહિલ તેમજ ASI દીપક જાની સહિતના સ્ટાફ દ્વારા કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહાર ધરાવતા બેંક એકાઉન્ટને ફ્રીઝ કરીને ઈડી અને ઈન્કમટેક્ષ વિભાગમાં રિપોર્ટ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાનો તોડ કરવાના કેસમાં ATS દ્વારા તપાસ શરૂ કરાયા બાદ જુનાગઢમાં SOGની ઓફિસ, માણાવદરમાં આવેલી તરલ ભટ્ટની ઓફિસ અને જુનાગઢમાં આવેલા નિવાસ સ્થાન તેમજ અમદાવાદના સોલા સ્થિત મકાન પર તપાસ કરવામાં આવી હતી.
કથિત તોડકાંડમાં તરલ ભટ્ટે વકીલ મારફતે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પણ કોર્ટના જજ રજા પર હોવાથી આગોતરા જામીન માટેની અરજી પર સુનાવણી થઈ શકી ન હતી. આગામી 6 ફેબ્રુઆરીના રોજ જામીન અરજી પર સુનાવણી કરવામાં આવશે, ત્યારે ATSએ ફરાર તરલ ભટ્ટની ધરપકડ કરી લીધી છે. હવે તરલ ભટ્ટની ધરપકડ થતાં પોલીસ રિમાન્ડ દરમિયાન કથિત તોડકાંડમાં નવા ખુલાસા પણ થઈ શકે છે. જો કે એમ પણ કહેવાય છે કે, તરલ ભટ્ટનું દુબઈ કનેક્શન પણ સામે આવી શકે છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796