Monday, June 15, 2026
HomeGujaratAhmedabadAhmedabad : રીનીટના વિદ્યાર્થીઓના લાખો રૂપિયા ખંખેરી લેનારા ત્રણ શખસો ઝડપાયા, પેપરના...

Ahmedabad : રીનીટના વિદ્યાર્થીઓના લાખો રૂપિયા ખંખેરી લેનારા ત્રણ શખસો ઝડપાયા, પેપરના બદલામાં રૂપિયા આપનારા ફરિયાદ આપવા તૈયાર નથી

- Advertisement -

Accused of cheating students after NEET paper leak arrested : નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ પેપર લીક વિવાદ બાદ ફરીથી રીનીટનું પેપર લીક થયાનો મોટો વિવાદ (NEET Paper Leak Controversy) થયો હતો. નેશનલ ટેસ્ટિંગ એજન્સીને મળેલી ફરિયાદ તેમજ જાણકારીના આધારે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Cyber ​​Crime Branch) બે અલગ અલગ ઑપરેશન હાથ ધરી કુલ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે પકડેલા આરોપીઓએ ખોટા એકઝામ પેપર વેચીને લાખો રૂપિયા રળી લીધા હોવાની હકીકત સામે આવી છે. જ્યારે બિહારના એક શખસે 150 વિદ્યાર્થીઓના NEET Exam ના રીફંડના રૂપિયા ચાંઉ કરી લીધા છે.

થોડા દિવસો અગાઉ ગુજરાતમાં રીનીટ પેપર લીક (Re-Neet Paper Leak) ના સમાચારને લઈને મામલો ચર્ચામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચની તપાસ ચાલી રહી હતી. જુદીજુદી ટેલિગ્રામ લીંક બનાવીને રીનીટનું પેપર વેચતા હતા. અનેક વિદ્યાર્થીઓએ ઑનલાઈન રકમ ટ્રાન્સફર કરીને પેપર મેળવ્યા હતા. પોલીસ તપાસમાં રાજસ્થાનના સુમેરસિંગ મીણા અને આકાશ મીણાની સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. આબરૂની બીકે છેતરપિંડીની ફરિયાદ આપવા ભોગ બનનારા વિદ્યાર્થીઓ પૈકી કોઈ તૈયાર નહીં થતાં આખરે સરકાર તરફે ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે નીટ પેપર લીક બાદ વિદ્યાર્થીઓને અપાતા ફી રીફંડના મામલામાં બિહારના નવિનકુમાર યાદવે NEET UG-2026 પોર્ટલ ઉપર અનઅધિકૃત લોગીન કરી એક કાંડ કર્યો છે. પોર્ટલ પર અન્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટની વિગતો ભરી 150 જેટલાં વિદ્યાર્થીઓના ફી રીફંડના નાણા મેળવી લીધા હતા. જે કેસમાં નવિન યાદવની ધરપકડ થઈ છે. આ મામલામાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (National Testing Agency) એ ભોગ બનનારા વિદ્યાર્થીઓને ફી પરત કરી છે. જ્યારે આરોપીએ ટ્રાન્સફર કરેલા નાણા પૈકી મોટાભાગની રકમ રિકવર કરી લીધી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular