Monday, January 20, 2025
HomeGujaratGandhinagarનાણામંત્રીએ રજૂ કર્યું 2024-2025નું અંદાજપત્ર, કનુ દેસાઈનું આરોગ્યલક્ષી બજેટ હોવાનું આશ્વાસન

નાણામંત્રીએ રજૂ કર્યું 2024-2025નું અંદાજપત્ર, કનુ દેસાઈનું આરોગ્યલક્ષી બજેટ હોવાનું આશ્વાસન

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gujarat Budget 2024: ગઈકાલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. જો કે નિર્મલા સિતારમણે (Nirmala Sitharaman) રજૂ કરેલું બજેટ કોઈ ખાસ ફેરફાર સૂચવતું ન હતું. ત્યારે આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ (Kanu Desai) 2024-2025નું અંદાજપત્ર રજૂ કર્યું હતું. બજેટને રજૂ કરતાં કનુ દેસાઈએ આ બજેટને આરોગ્યલક્ષી હોવાની વાત કરી હતી. નાણામંત્રીએ કુલ 3,32,465 કરોડનું બજેટ રજૂ કર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ગજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા વર્ષ 2024-2025 માટે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. બજેટ રજૂ કરવાની શરૂઆત કરતાં પહેલા કનુ દેસાઈએ કહ્યું કે, આજે જે બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે તે વિકાસલક્ષી બજેટ છે તેમજ ગુજરાતની સાત કરોડ જનતાની આકાંક્ષાઓને મૂર્તિમંત કરતું બજેટ છે. બજેટ રજૂ કરતાં કનુ દેસાઈએ ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વિશેષ પ્રાધાન્ય આપવાનો પણ દાવો કર્યો હતો. બજેટ પર પ્રકાશ પાડતા કનુ દેસાઈએ કહ્યું કે, સર્વે સંતુ નિરામયાની ભાવના સાથે સરકારે આરોગ્યલક્ષી બજેટ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. આરોગ્યક્ષેત્રે માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકવામાં ગયા વર્ષની તુલનાએ 32.4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ એંપેનલ થયેલ 2531 ખાનગી અને સરકારી હોસ્પિટલોમા 10 લાખ સુધીની કેશલેશ સારવાર આપવા માટે 3110 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. GMERS સંચાલિત મેડિકલ હૉસ્પિટલોના બાંધકામ અને સંચાલન માટે 1000 કરોડની જોગવાઈ છે. એમ્બ્યુલન્સની સુવિધાને વધારે સુદ્રઢ કરવા માટે 108 ઈમરજન્સી સેવા હેઠળ 319 એમ્બ્યુલેન્સ માટે 76 કરોડની પણ જોગવાઈ કરવામાં આવી છે. ગાંધીનગર, રાજકોટ અને સુરત ખાતે સઘન કાર્ડિયાક સારવાર મળી રહે તે માટે યુ. એન. મહેતા ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદના સહયોગથી કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરુ કરવા માટે ૪૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વધુમાં આયુષ સેવાઓ અદ્યતન બનાવવા આર્યુવેદિક કોલેજ અને હોસ્પિટલ, કોલવડાને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવામાં આવશે. આયુષ હેઠળના દવાખાનાઓ માટે કુલ ૪૮૨ કરોડની જોગવાઇ થઈ છે જ્યારે અમદાવાદ જિલ્લામાં બાવળા નજીક તથા સુરત જિલ્લાના કામરેજ નજીક ૩૦૦ બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા સરકારે નિર્ણય કર્યો છે. જેના માટે આગામી વર્ષ માટે ૧૦ કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે. કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ ૧૫ લાખથી વધુ કામદારોના પરિવારોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે ૨૨૧ કરોડની જોગવાઇનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

- Advertisement -

જો કે નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કરેલા બજેટ પર વિપક્ષ કોંગ્રેસનાં ધારાસભ્યોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમજ ભારતીય જનતા પાર્ટી પર ચૂંટણીલક્ષી બજેટ હોવાનો આક્ષેપ કર્યો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular