Saturday, July 25, 2026
HomeBusiness૨૦૨૩-૨૪ માટે જૂના પાકના રૂ ભાવનો અંદાજ ૭૬થી ૮૮ સેંટ બાંધવામાં આવ્યો

૨૦૨૩-૨૪ માટે જૂના પાકના રૂ ભાવનો અંદાજ ૭૬થી ૮૮ સેંટ બાંધવામાં આવ્યો

- Advertisement -

૨૦૨૩-૨૪માં રૂ ઉત્પાદન અંદાજ ઘટતા આયાત વધીને ૯.૫ લાખ ગાંસડી થવાનો અંદાજ

ભારત, ઈન્ડોનેશિયા, ઉઝ્બેકિસ્તાન, પાકિસ્તાન, અને તુર્કીમાં રૂ વપરાશ ઘટશે

ઇબ્રાહિમ પટેલ ( (નવજીવન ન્યૂઝ. મુંબઈ): વૈશ્વિક રૂની માંગ ૧૨ નવેમ્બરથી અત્યાર સુધી સતત મધ્યમથી સારી જોવા મળી રહી છે, જે ટૂંકાગાળાનો હકારાત્મક આંતરપ્રવાહ દાખવે છે. અહી મોટો પ્રશ્ન એ છે કે વસંતઋતુમાં કપાસનું વાવેતર કેટલું થશે. ૨૦૨૨-૨૩ની મોસમમાં બ્રાઝિલ મોટો પાક લઈને આવ્યું હતું, તેથી તેની અસર, બજારને સ્થિર રાખવામાં મદદરૂપ થઈ પડી હતી. બ્રાઝિલમાં એક તરફ વાવેતર અને બીજી તરફ ઉત્પાદકતા (યીલ્ડ, ઊપજ, ઉતારા) મબલખ આવતા જાગતિક પુરવઠા સ્થિતિ તંદુરસ્ત બની હતી. અલબત્ત, વૈશ્વિક અર્થવ્યવસ્થા સારી કહી તેવી ન હોતા, સાનુકૂળ પુરવઠા સ્થિતિ છતાં રૂ બજાર સામે ઘણા બધા પડકારો આવ્યા હતા.

શુક્રવારે આઇસીઇ માર્ચ વાયદો ૮૧.૧૫ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) શુક્રવારે સ્થિર હતો. જે સાપ્તાહિક ધોરણે ૧ ટકો વૃધ્ધિ દાખવતાં હતા. જૂના પાકના રૂના ભાવનો અંદાજ ૭૬થી ૮૮ સેંટ બાંધવામાં આવ્યો છે. ઝેંગજાહુ કોમોડિટી એક્સ્ચેન્જ પર મે ૨૦૨૪ વાયદો ૨૦ યુઆન વધીને ૧૫૫૨૦ યુઆન રહ્યો હતો. અમેરિકન કૃષિમંત્રાલયની એજન્સી વર્લ્ડ એગ્રિકલ્ચરલ સપ્લાય એન્ડ ડિમાન્ડનો આ વર્ષનો પ્રથમ અહેવાલ કહે છે કે ૨૦૨૩-૨૪નું અમેરિકન રૂ ઉત્પાદન, નિકાસ અને વર્ષાન્ત સ્ટોક બધુ ઘટાડા તરફી રહેશે. ટેક્સાસમાં નબળા ઉત્પાદને કૂલ ઉત્પાદન ૩.૪૨ લાખ ગાંસડી (૨૧૮ કિલો) ઘટી ૧૨૪ લાખ ગાંસડીનો અંદાજ મુકાયો છે. નિકાસમાં ૧ લાખ ગાંસડી અને વર્ષાન્ત સ્ટોક બે લાખ ગાંસડી ઘટી, ૨૯ લાખ ગાંસડી રહેવાનું અનુમાન છે.

- Advertisement -

ઇન્ટરનેશનલ કોટન એડવાઇઝરી કમિટી કહે છે કે ૨૦૨૩-૨૪માં ભારત, ઈન્ડોનેશિયા, ઉઝ્બેકિસ્તાન, પાકિસ્તાન, અને તુર્કીમાં વપરાશ ઘટાડાને પગલે ૨૦૨૩-૨૪માં વૈશ્વિક ખપત ૧૩ લાખ ગાંસડી ઘટશે. આઇસીએસીનું માનવું છે કે સતત બીજાવર્ષે વપરાશની તુલનાએ ઉત્પાદન વધુ રહેશે. આગાહી છે કે ૨૦૨૨૩-૨૪માં જાગતિક ઉત્પાદન ૩.૨ ટકા વધીને ૨૫૪ લાખ ટન આવશે, સામે વપરાશ થોડો ઘટીને ૨૩૪ લાખ ટન રહેશે.

કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ અતુલ ગણાત્રાએ ડિસેમ્બર અનુમાનો રજૂ કરતાં કહ્યું કે ૧ ઓકટોબરથી શરૂ થયેલી ૨૦૨૩-૨૪ની રૂ મોસમમાં ૨૯૪.૧ લાખ ગાંસડી (પ્રત્યેક ૭૦ કિલો) રૂનું પ્રેસિંગ અંદાજિત છે. ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં કૂલ ૧૪૮.૯ લાખ ગાંસડી સપ્લાય થઈ હતી. તેમાં ૧૧૬ લાખ ગાંસડી બજાર થઈ ગઈ છે, ૪ લાખ ગાંસડી આયાતનો પણ સમાવેશ થાય છે. ૨૦૨૩-૨૪માં ઉત્પાદન અંદાજ ઓછા રહેવાને પગલે આયાત વધીને ૯.૫ લાખ ગાંસડી થવાનો અંદાજ છે. ૩૦ સપ્ટેમ્બરે પૂરા થનાર રૂ વર્ષમાં અંતિમ સ્ટોક ૨૦ લાખ ગાંસડી અનુમાનિત છે. મોસના આરંભે ખૂલતો સ્ટોક ૨૮૯ લાખ ગાંસડી હતો. ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં ૮૧ લાખ ગાંસડીનો વપરાશ થયો હોવાનું અનુમાન છે. ૩૧ ડિસેમ્બર સુધીમાં પાંચ લાખ ગાંસડી નિકાસ થઈ હતી, સ્ટોક અંદાજ ૬.૨૯ લાખ ગાંસડી અંદાજાયો હતો.

સીએઆઈ કહે કે છે કે ૨૦૨૩-૨૪ની મોસમમાં સપ્લાય અંદાજ અગાઉના અનુમાન મુજબ ૩૪૫ લાખ ગાંસડી જાળવી રાખવામાં આવ્યો છે. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ વર્તમાન રૂ મોસમમાં અત્યાર સુધીમાં ૧૯.૨૦ લાખ ગાંસડી રૂ ટેકાના ભાવે ખરીદી લીધી છે. ઔધ્યોગિક સૂત્રો કહે છે કે સરકારી ટ્રેડિંગ કંપનીએ દક્ષિણના રાજ્યોમાંથી ૮૦ ટકા રૂ પ્રાપ્તિ કરી છે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular