ભારતની સ્થાપિત કોપર ઉત્પાદન ક્ષમતા ૧૦.૨ લાખ ટન સામે વાસ્તવિક ઉત્પાદન ૪.૪૨ લાખ ટન
શૂન્ય પ્રદૂષની નીતિને લીધે આખા જગતમાં કોપરની માંગ વધી રહી છે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ) : ચીનમાં કોરોના મહામારી સંદર્ભના અંકુશો હળવા થવાની અફવા સાથે નબળા ડોલરે મેટલ કોમ્પ્લેક્સનો આંતરપ્રવાહ મજબૂત બનાવી દીધો છે. સોમવાર સુધીના ૧૧ ટ્રેડિંગ સત્રમાં કોપર વાયદો ૮ ટકા વધ્યો હતો. અમેરિકન કોમેક્સ પર સોમવારે વાયદો પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) વધી ૩.૮૯ ડોલર મુકાયો હતો. અમેરિકન સીએફટીસી (કોમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશન)ના તાજા આંકડા કહે છે કે કોમેક્સ પર મંદિવાળાઓએ તેમના ૧૧,૬૫૩ લોટસના ઓળીયા, ગત મંગળવારે પૂરા થયેલા સપ્તાહમાં ઘટાડ્યા હતા, (એ અગાઉના ચાર સપ્તાહ મંદીના ઓળીયા સતત વધ્યા હતા) પરિણામે તેજીવાળાના કૂલ ઓળીયા ૧૩,૭૨૭ લોટસ ઊભા રહ્યા હતા.
એલએમઇ ઑન-વોરંટ સ્ટોકમાં ઘટાડો થયાના અહેવાલે ભાવને મજબૂતી પ્રાપ્ત થઈ હતી, ત્રિમાસિક વાયદો ઊછળી સોમવારે ટન દીઠ ૮૫૧૭.૫ ડોલર મુકાયો હતો, જે ૧૯ જૂન પછીનો નવો ઊંચો ભાવ હતો. ગત સપ્તાહે વાયદો ૫.૫ ટકા વધી આવ્યો હતો. દરમિયાન હાજર અને ત્રિમાસિક વાયદા વચ્ચેનો ભાવ તફાવત ઉછળીને ૨૨.૩ ડોલર થઈ ગયો, આખરે સીધો બદલો ઘટીને ૧.૫ ડોલર રહી ગયો હતો. એક દિવસ પહેલા તે ૨૩.૭૫ ડોલર અને અગાઉના સપ્તાહમાં તે ૪૨.૭૫ ડોલર હતો. શાંઘાઇ ફ્યુચર્સ એક્સ્ચેન્જ પર જાન્યુઆરી કોપર વાયદો વધીને ૬૬,૨૪૦ યુઆન (૯૪૧૫ ડોલર) રહ્યો હતો.
શૂન્ય પ્રદૂષની નીતિને લીધે આખા જગતમાં કોપરની માંગ વધી રહી છે, ૨૦૧૮માં વાર્ષિક ભાવની સરેરાશ ૬,૦૨૩ ડોલર સામે ફેબ્રુઆરી ૨૦૨૨માં એક તબક્કે ભાવ ૧૦,૦૦૦ ડોલર વટાવી ગયા હતા. એનાલિસ્ટો અને બ્રોકરેજ હાઉસો કહે છે કે અત્યારે આપણે દરેક દેશની સ્થાનિક સપ્લાયની અવગણના કરી રહ્યા છીએ. શુક્રવારે બ્રાઝીલની સરકારી એજન્સીએ કહ્યું હતું કે સપ્ટેમ્બરની તુલનાએ ઓક્ટોબરમાં ઔધ્યોગિક ઉત્પાદન ૦.૩ ટકા વધ્યું હતું. સતત બે મહિનામાં ઉત્પાદન ઘટયા પછી, આ સારા સમાચાર છે. પણ કોરોના મહામારી પૂર્વેના ઉત્પાદન સુધી હજુ પહોંચી શક્યું નથી.
વૈશ્વિક કોપર સપ્લાયમાં ૨૫ ટકા હિસ્સો આપતા ચિલીમાં પણ વર્ષાનું વર્ષ જુલાઇ ૨૦૨૧થી પ્રથમ વખત ઉત્પાદન વધ્યું છે. ગતવર્ષના ઓક્ટોબરની તુલનાએ આ વર્ષે ઓક્ટોબરમાં ઉત્પાદન ૨.૨ ટકા વધ્યું હતું. માસિક દર માસિક ઉત્પાદનમાં ૧૧ ટકાનો ઉછાળો આવ્યો હતો. પાણીની અછત, મજૂર ઝઘડા અને આયર્ન ઓરની નબળી ગુણવત્તા જેવા કારણોસર ચિલીમાં કોપર ઉત્પાદન મહિનાઓ સુધી ઘટતું રહ્યું હતું.
ભારતની વર્તમાન સ્થાપિત ઉત્પાદન ક્ષમતા ૧૦.૨ લાખ ટન છે, જે ભારતની વાર્ષિક માંગને પહોંચી વળવા સક્ષમ છે. અલબત્ત, જાન્યુઆરીથી નવેમ્બર ૨૦૨૧ સુધીનું વાસ્તવિક ઉત્પાદન ૪.૪૨ લાખ ટન થયું હતું. ૨૦૧૮થી તામિલનાડુ સ્થિત સ્ટરલાઇટનો કોપર પ્લાન્ટ બંધ હોવાથી ભારતની સ્થાનિક સપ્લાયને પૂરી કરવા, આયાત કરવી આવશ્યક છે.
એક ભારતીય મેટલ એનાલીસ્ટનું કહેવું છે, કે તમારા પોર્ટફોલિયોનું નફાકારક રક્ષણ કરવા કોપર વાયદામાં રોકાણ કરી શકો છો. ઇલેક્ટિક વ્હીકલમાં તેની ઇલેક્ટ્રિક મોટર, બેટરી, ઈન્વર્ટર્સ, વાઇરિંગ અને ચાર્જિંગ સ્ટેશન એમ તમામ તબક્કે કોપરનો મહત્તમ ઉપયોગ થતો હોય છે. પરંપરાગત ઇલેક્ટ્રિક મોટરમાં ૧૦થી ૧૫ ટકા એકલા કોપરનો વજન હોય છે, લિથિયમ આયોન બેટરી સેલમાં ૧૦થી ૧૨ ટકા, અને બેટરી આધારિત ઇલેક્ટ્રિક વ્હીકલના તમામ પાર્ટમાં કૂલ મળીને ૮૩ કિલો કોપર વપરાય છે, જ્યારે પ્લગ-ઇન હાઇબ્રીડ ઇલેક્ટિક વ્હીકલમાં સરેરાશ ૬૦ કિલો જયારે ઇન્ટરનલ કૉંબૂશન એન્જિન કારમાં ૨૩ કિલો કોપરની જરૂરયાત રહે છે.
બજાર ઓવર સોલ્ડ કે ઓવર બોટ છે તે નિર્ધારિત કરવાના સંકેત સ્ટોસીસ્ટીક ઓસીલેટર ચાર્ટ આપે છે, આ ચાર્ટ કહે છે કે કોપર અત્યારે ઓવરસોલ્ડ છે.
(અસ્વીકાર સુચના: commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796