Sunday, April 19, 2026
HomeBusinessતાંબું લાંબાગાળે ૯૫૦૦ અને ૧૦૫૦૦ ડોલરની રેન્જમાં રહેવું શક્ય

તાંબું લાંબાગાળે ૯૫૦૦ અને ૧૦૫૦૦ ડોલરની રેન્જમાં રહેવું શક્ય

- Advertisement -

૨૦૨૪માં કોપર સોનું, ચાંદી, સૌથી વધુ ઉત્તમ વળતર આપનાર અસ્ક્યામત સાબિત થઈ

ચીનમાં તાંબાનો સ્ટોક ચાર વર્ષની ઊંચાઈએ ૩ લાખ ટને પહોંચી ગયો

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ૨૦૨૪માં કોપર સોનું, ચાંદી, સૌથી વધુ ઉત્તમ વળતર આપનાર અસ્ક્યામત સાબિત થઈ છે, જ્યારે કરન્સી ક્ષેત્રે અમેરિકન ડોલરે મજબૂતી ધારણ કરી છે. કોપર (Copper) ૨૫ ટકા, ચાંદી (Silver) ૨૭ ટકા અને સોને (Gold) પાંચ ટકાની વૃધ્ધિ પ્રાપ્ત કરી છે. જગતની તમામ કારન્સીઓને પાછળ રાખી દઈ અમેરિકન ડોલર મક્કમતા દાખવી છે. ૨૦ મેના રોજ ટન દીઠ ૧૦,૯૨૫ ડોલરની ઊંચાઈ પ્રાપ્ત કરી હતી, તે વિશ્વના સૌથી મોટા તાંબા વપરાશકાર દેશ ચીનમાં માંગ નબળી પડી જતાં, ગુમાવી દીધી છે. લંડન મેટલ એક્સચેન્જ પર ત્રિમાસિક વાયદો મંગળવારે ૯૬૮૦ ડોલરની સાત સપ્તાહની બોટમ બનાવ્યા પછી શુક્રવારે ૯૮૩૦ ડોલર ટ્રેડ થયો હતો.

ચીનમાં આર્થિક આકડા નબળા આવ્યા, તાંબાનો સ્ટોક વધતો ચાલ્યો, અને ડોલર મજબૂત થયો તેનું દબાણ કોપર વાયદામાં ઝીલાયું. ચીનના ઔધ્યોગિક આંકડા આગામી સપ્તાહે રજૂ થશે, તેના આધારે વર્ષના બાકીના સમયમાં માંગ કેવિક રહશે, તેનો ખ્યાલ આવશે. સામાન્ય રીતે કોપરના ભાવ, રોજિંદા ધોરણે અર્થતંત્રો કેવું વલણ ધરાવે છે, તે આપણને દાખવતાં હોય છે. પણ વર્તમાન સંયોગોમાં તેની આ ભૂમિકા અસ્તિત્વમાં નથી.

- Advertisement -

જો તમે પાછળ વળીને કોપરનું લાંબાગાળાનું વલણ જુઓ તો જણાશે કે, તે હવે નવી બોટમ બનાવવામાં સક્રિય છે. જો તમારે હવે કોપરને અર્થતંત્રના વ્યાપક ઇન્ડિકેટર તરીકે જોવું હોય તો તમારે ઘણા બધા ગણિત બેસાડવા પડે. અમેરિકાના ઉત્પાદકીય ડેટા, ધારણા કરતાં નબળા આવ્યા છે. ચીનમાં તાંબાનો સ્ટોક ચાર વર્ષની ઊંચાઈએ ૩ લાખ ટને પહોંચી ગયો, સાથે જ સ્પોટ પ્રીમિયમ પણ ઘટી ગયા. ટ્રેડરો હવે ચીનમાં કોપરની માંગ વધી રહી છે કે નહીં તેની તરફ નજર માંડીને બેઠા છે. જ્યાં સુધી વૈશ્વિક ઉત્પાદનોમાં સુધારો નહીં આવે ત્યાં સુધી કોપરના ભાવને ઉપર જવા માટે અસંખ્ય અંતરાયોનો સામનો કરવો પડશે.

વધુમાં ચીનમાં નબળી માંગને પગલે આયર્ન ઓરનું સેન્ટિમેન્ટ પણ ખરાબ થયું છે. સપ્તાહના આરંભે વાયદો બે મહિનાના તળિયે બેસી ગયો. એલએમઇ રજિસ્ટર્ડ વેરહાઉસ ખાતે તાંબાનો સ્ટોક ૨૨૦૦ ટન વધીને, બે મહિનાની ઊંચાઈએ ૧,૨૭,૩૨૫ ટને પહોંચી ગયો. ગ્રીન ઊર્જા અને એઆઈ ટેકનોલોજીના ઔધ્યોગિક રસને પગલે આ વર્ષે કોપરના ભાવ ૧૫ ટકા વધ્યા છે. એલપીએલ ફાયનાસિયલ ચીફ ટેકનિકલ સ્ટ્રેટેજિસ્ટ કોપરના ભાવ મેક્રો ઈકોનોમિક સ્તરે કયા પ્રકારના સંકેત આપે છે, તે સમજાવતા કહે છે કે અન્ય કોમોડિટીના ભાવ ભવિષ્યમાં કઈ દિશામાં પ્રયાણ કરશે, તેના દિશાદોર પણ સૂચવે છે.

કોપરએ સમજાવી દીધું છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ એ પરિયાવરણ માટે જાગતિક આવશ્યકતા છે. વાસ્તવિકતા એ પણ છે કે આ નવા ક્ષેત્ર માટે આવશ્યક માંગને પહોંચી વળવા જેટલું તાંબુ અત્યારે ઉપલબ્ધ નથી. આ જોતાં લાંબાગાળે તાંબાના ભાવ નવી ઊંચાઈઓ સર્જાશે. તાંબાના ભાવ લાંબાગાળે ૯૫૦૦ અને ૧૦૫૦૦ ડોલરની રેન્જમાં રહેવા શક્ય છે. અમેરિકન ડોલર સામે ચાઈનીસ યુઆન સાત મહિનાના તળિયે પહોંચી ગયો છે, પરિણામે રોકાણકારો પણ વર્તમાન ભાવે કોપર સ્ટોક હસ્તગત કરવા આગળ આવ્યા છે.

- Advertisement -

કોપર ટ્રેડરોનું લક્ષ હવે અમેરિકન ફુગાવો, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડો જેવા ફંડામેન્ટલ્સ પર પણ રહેશે. તાંબાના ભાવ ભલે વિક્રમ ઊંચાઈએથી નીચે આવ્યા હોય, પણ ચીનના ફેબ્રિકેટરોની માંગ હજુ જોઈએ તેવી નીકળી નથી. એક વખત અમેરિકન વ્યાજદર ઘટાડો શરૂ થશે ત્યાર પછી જ કોપરની માંગમાં સુધારો શરૂ થવાની શકયતા છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular