Friday, April 24, 2026
HomeGeneralતાંબામાં તેજીની વર્તમાન ઘોડેસવારી આ વર્ષે લાંબાગાળે ધીમી પડી જશે

તાંબામાં તેજીની વર્તમાન ઘોડેસવારી આ વર્ષે લાંબાગાળે ધીમી પડી જશે

- Advertisement -

ઈબ્રાહીમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): તાંબું હાલમાં તેજીની ઘોડેસવારી કરી રહ્યું છે. વાસ્તવિક વપરાશકાર, રોકાણકાર અને સટ્ટોડિયા તમામ પક્ષકાર બધીજ કોમોડિટીના તેજીના આંતરપ્રવાહની વહેતીગંગામાં હાથ ધોવા ઉતાવળા થયા છે. એક જ સપ્તાહમાં ૩ ટકાના ઉછાળા સાથે, શુક્રવારે લંડન મેટલ એક્સ્ચેન્જ પર ત્રિમાસિક કોપર વાયદો ૧૭ ઓકટોબર ૨૦૨૧ પછીની ઊંચાઈએ ૯૯૫૪.૫૦ ડોલર પ્રતિ ટન બોલાયો. જો એલએમઇ પરના સ્ટોકની વાત કરી તો માલ સતત એક્સ્ચેન્જ માન્યતા પ્રાપ્ત ગોદમમાંથી ઓગસ્ટ ૨૦૨૧ની ઊંચાઈએથી અત્યાર સુધીમાં ૬૦ ટકા પગ કરી ગયો અને હવે ૮૨.૨૨૫ ટન રહ્યો છે, આજ કારણ છે વાયદાને મજબૂત સપોર્ટનું.



- Advertisement -

યુરોપિયન સેન્ટ્રલ બેન્કની ઉતાવળી વ્યાજદર નીતિને લીધે યુરો ત્રણ માસની ઊંચાઈ વટાવી ના શક્યો, પણ ડોલર ડોલર ઇંડેકસે છેલ્લા બે વર્ષમાં ક્યારે જોઈ ના હોય તેવી પછડાટ ગત એકજ સપ્તાહમાં અનુભવી. નબળા ડોલરએ જગતની અન્ય કારન્સીઓમાં કોપર બાયરોને લેવાલ બનાવ્યા. ઇંડેક્સ બોક્સ એજન્સી નવા અહેવાલમાં આગાહી કરી કે આ વર્ષે કોપર ભાવની વર્ષાનું વર્ષ વાર્ષિક સરેરાશ ૬ ટકા ઘટીને ૮૮૦૦ ડોલર રહેશે. જગતભરમાં કાચી કોપર (ઓર)નું ઉત્પાદન વેગથી વધી રહ્યું છે, જે ભાવ પર દબાણ વધારશે. બીજી તરફ ચીનમાં બાંધકામ ઉધ્યોગ ધીમો પડવાને લીધે વૈશ્વિક માંગ પણ નબળી પાડવાની શક્યતા છે.

વર્લ્ડ બેંકે પણ ઇંડેક્સ બોક્સ જેમજ ઓકટોબર સુધીના આઉટલૂક ડેટા જાહેર કરીને કહ્યું કે ૨૦૨૧માં વર્ષાનું વર્ષ કોપરના વાર્ષિક સરેસાશ ભાવ ૯૩૧૭ ડોલર રહ્યા હતા, પણ જગત હવે મહામારીમાંથી બહાર નીકળી રહ્યું છે, ત્યારે ઉત્પાદન વધવાની સંભાવના સાથે ૨૦૨૨ માટેનું આ આકલન ઘટાડીને ૮,૮૦૦ ડોલર કરવામાં આવ્યું છે. કેનેડીયન ખાણ કંપની ઈવાનહો માઇન્સે કહ્યું કે અમે ૨૦૨૨માં ૩.૪૦ લાખ ટનની ઉત્પાદન યોજના બનાવી છે જે ૨૦૨૧માં ૧.૦૬ લાખ ટન હતું.

૨૦૨૦માં જાગતિક કોપર ઉત્પાદન, ૨૦૧૯ની તુલનાએ ૨.૩ ટકા ઘટીને ૨૦૦ લાખ ટન થયું હતું. મૂલ્યની દ્રષ્ટિએ, અંદાજિત નિકાસ ભાવએ ઉત્પાદન મૂલ્ય ૧૩૬.૩ અબજ ડોલરનું હતું. ૨૦૧૯ની તુલનાએ ૨૦૨૦માં વૈશ્વિક કોપર નિકાસ ૧૬ ટકા વધીને ૧૧.૧ અબજ ડોલરની થઈ હતી. સૌથી વધુ ઉત્પાદન ચિલીમાં ૫૭ લાખ ટન થયું હતું, જે વિશ્વના કૂલ ઉત્પાદનનું ૨૮ ટકા હતું.

- Advertisement -



પેરુએ તેનું ઉત્પાદન બીજા નંબરે ત્રણ ગણું વધારીને ૨૨ લાખ ટન, ત્રીજા નંબરે ચીનએ ૮.૩ ટકાના હિસ્સા સાથે ૧૭ લાખ ટન ઝીમ્બાબ્વે ગતવર્ષે ૬.૭૫ લાખ ટન નિકાસ સાથે વિશ્વની કૂલ નિકાસના ૪૦ ટકા સાથે સૌથી મોટા નિકાસકાર તરીકે ઊભરી આવ્યું હતું. ચિલીની નિકાસ ૧૭ ટકાના હિસ્સા સાથે ૨.૮૩ લાખ ટન હતી.

ચીલી પછીના બીજા નંબરના સૌથી મોટા કોપર ઉત્પાદક પેરુમાં ૨૦૨૧ દરમિયાન અસંખ્યવાર હડતાળો અને ઉત્પાદનમાં ઊભી કરવામાં આવેલી બાંધાઓ છતાં ઉત્પાદન ૭ ટકા વધીને ૨૩ લાખ ટન આવ્યું હતું. પેરુના ઊર્જા અને ખાણપ્રધાને કહ્યું હતું કે સોના અને ચાંદી જેવી કીમતી ધાતુનું ઉત્પાદન ૨૦૨૧માં અનુક્રમે ૯.૭ ટકા અને ૨૧.૫ ટકા વધ્યું હતું.

- Advertisement -

(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular