નવજીવન ન્યૂઝ. અમરેલી: અમરેલીના (Amreli) જાફરાબાદમાંથી (Jafrabad) એક કરૂણ ઘટના સામે આવી છે. તળાવમાં નાહવા પડેલા બે બાળકોનું ડૂબી જવાથી (drowning) મૃત્યુ થયું છે. જેને લઈ સમ્રગ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તળાવમાં તરી રહેવા મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ લોકોએ સ્થાનિક પોલીસને કરતા પોલીસની ટીમ તાત્કાલિક તળાવ ખાતે દોડી આવી હતી અને બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. બાળકોના મૃત્યથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આ મામલે પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
મળતી માહિતી મુજબ, અમરેલીના જાફરાબાદ તાલુકામાં આવેલા મોટા માણસા ગામમાં રહેતા બે બાળકો આજે સવારના સમયે ગામના ગોંવિદ સાગર તળાવમાં નાહવા પડ્યા હતા. આ બાળકો નાહતા-નાહતા ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે ડૂબતા સમયે બાળકોએ મદદ માટે બૂમાબૂમ કરી હતી, પરંતુ તળાવ પાસે કોઈ હાજર ન હોવાથી સમયસર મદદ મળી શકી ન હતી. જેને લઈ બંને બાળકો તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ ત્યાંથી પસાર થઈ રહેલા ગામવાસીએ મૃતકના પરિવાને કરતા તેઓ તાત્કલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તળાવમાંથી બાળકના તરી રહેલા મૃતદેહ સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા. ઘટનામાં બંને બાળકોનું મૃત્યુ થતાં પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતક બંને બાળકો ખાસ મિત્ર હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઉનાની સરકારી હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ ઘટનાથી સમ્રગ ગામમાં શોકની લાગણી જન્મી છે. સ્થાનિક પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક બાળકનું નામ
અતુલ ભીખુભાઈ વાળા
મીત હસમુખભાઈ માલાણી
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








