નવજીવન ન્યૂઝ.નવી દિલ્હીઃ ચીને તેની વિન્ટર ઓલિમ્પિક ગેમ્સની આડમાં ફરી એક વખત ભારતની ગલવાન ખીણને ઘમરોળી નાંખી છે. ચીનના આ પગલાની અમેરિકાએ કડક શબ્દોમાં નિંદા કરી છે. ગલવાન ખીણમાં ભારત અને ચીન વચ્ચેની અથડામણમાં ઘાયલ થયેલા ચીનના લશ્કરી અધિકારીને ઓલિમ્પિક મશાલ સોંપવાનો નિર્ણય ચીને લીધો છે. અમેરિકા દ્વારા તેને શરમજનક પગલું ગણાવ્યું છે. અમેરિકાની વિદેશ સંબંધોની સમિતિના એક વરિષ્ઠ ધારાશાસ્ત્રીએ ગલવાન ખીણમાં થયેલી અથડામણમાં ઘાયલ થયેલા ચીનના લશ્કરી અધિકારીને શિયાળુ ઓલિમ્પિકની મશાલ સોંપવાની ઘટનાને શરમજનક ગણાવી છે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, 2020 માં ભારતીય સૈનિકો સાથે ગાલવાન ખીણની અથડામણમાં ઘાયલ થયેલા રેજિમેન્ટલ કમાંટરને બેઇજિંગમાં યોજાનારી રમતોમાં મશાલ પકડવાનું ગૌરવ મળ્યું છે. ચીનની બાબતો પર નજર રાખતા નિષ્ણાતો કહે છે કે ચીનનું આ પગલું ચીનના વિન્ટર ઓલિમ્પિક્સના રાજકીયકરણ તરફ ઇશારો કરે છે.
યુએસ કાઉન્સિલની ફોરેન રિલેશન્સ કમિટીના વરિષ્ઠ નેતા જિમ રેઇશે જણાવ્યું હતું કે: “આ શરમજનક છે કે બેઇજિંગે ભારત પર 2020માં થયેલા હુમલામાં સામેલ એક વ્યક્તિને 2022ની ઓલિમ્પિકની મશાલ વધારવા માટે પસંદ કર્યો હતો અને જે ઉઇગુર મુસ્લિમોના નરસંહારમાં સામેલ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઉઇગુરની સ્વતંત્રતા અને ભારતની સાર્વભૌમત્વને ટેકો આપવાનું ચાલુ રાખશે.”
બેઈજિંગ વિન્ટર ઓલિમ્પિકની પરંપરાગત મશાલ રિલેમાં ભાગ લેનાર પીપલ્સ લિબરેશન આર્મીના રેજિમેન્ટ કમાન્ડર ક્યુઈ ફાબાઓ ગલવાન ખીણમાં થયેલી અથડામણમાં સામેલ હતા. ચીનના સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સ અનુસાર રેજિમેન્ટ કમાન્ડરને હીરો તરીકે 1200 મશાલચીઓમાં સામેલ કરવામાં આવ્યો છે. ગલવાન સંઘર્ષમાં કી ફાબાઓ ઘાયલ થયા હતા. તેને માથામાં વાગ્યું હતું.
ડિસેમ્બરમાં કમાન્ડર ત્યાંની એક ટીવી ચેનલ પર દેખાયો હતો અને તેણે કહ્યું હતું કે તે યુદ્ધના મેદાનમાં પાછા ફરવા અને ફરીથી લડવા માટે તૈયાર છે. જણાવી દઈએ કે જૂન 2020માં ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચે અનેક તબક્કાની સૈન્ય અને કૂટનીતિક વાતચીત થઈ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












