Friday, April 24, 2026
HomeGeneralઅમદાવાદ: ધારાસભ્ય અને કોર્પોરેટરનો ખાતમો બોલાવવા મહિલાએ તાંત્રીકવિધિ કર્યાનું નકાર્યું, જાણો નેતાએ...

અમદાવાદ: ધારાસભ્ય અને કોર્પોરેટરનો ખાતમો બોલાવવા મહિલાએ તાંત્રીકવિધિ કર્યાનું નકાર્યું, જાણો નેતાએ શું કહ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: ગુજરાત કોંગ્રેસમાં ચાલતા આંતરિક જુથવાદનો વધુ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં બે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જો કે તેમાં એક મહિલા તાંત્રિક વિધિ માટે અન્ય મહિલા સાથે વાતચીત કરી રહી છે. મહિલાએ તાંત્રિકને ધારાસભ્ય અને AMC વિપક્ષનેતા સેહજાદખાનનો ફોટો મોકલીને તેની પર વિધિ કરાવવા કહ્યું હતું. આ ઓડિયો સાથે ફરતા તાંત્રિક સાથે વાતચીત કરનારી મહિલા દાણીલીમડા વિસ્તારની કોંગ્રેસ કોર્પોરેટર જમના વેગડા હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઓડિયો કિલ્પને નવજીવન ન્યૂઝ સમર્થન નથી આપતું.



સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા ઓડિયોમાં એક મહિલા પોતાનું નામ જમના વેગડા હોવાનું કહી રહી છે. મહિલાએ ધારાસભ્ય શૈલેષ પરમાર અને AMC વિપક્ષનેતા સહેજાદખાન પઠાણનો ફોટો વિધિ કરવવા માટે મોકલ્યો હતો. વાતચીતમાં મહિલાએ કહ્યું હતું કે આ મારી સાથેનો કોર્પોરેટર છે, મને બઉ જ હેરાન કરે છે, મને કશે ગણતો નથી, આ બંનેની સાઠગાંઠ છે, શૈલેષ પરમાર અમારે અહિયાં ત્રણ-ચાર ટર્મથી ધારાસભ્ય છે, ગઈ વખતે મને ટિકિટ મળી હતી તો તેણે મારા મોટા સાહેબને કહ્યું હતું કે મને લડાવો નહિતર હું આત્મહત્યા કરીશ અને મારૂ નામ કેન્સલ કરાયું હતું, ફોટોમાં જે બેઠેલો છે એની જગ્યાએ મારે બેસવાનું હતું ,એણે પૈસા આપીને મારૂ નામ કેન્સલ કરાયું અને એ બેઠો, આ બેયનો ખાતમો બોલવો જોઈએ, તમે ફોટો પર પઢાઈ કરો.

વાતચીતમાં સામે છેડેથી અન્ય મહિલાએ કહ્યું હતું કે આ લોકો પૈસાના પૂજારી છે તમારી મજાક ઉડાડી છે, પરમાર છે એને એટલી ખબર નથી પડતી પઠાણ મેઇન છે, આ બેયની એક જ ગાંઠ છે ગમેએમ કરીને તમને નીચા પાડવા માંગે છે, હું બને પર તાવીજ રાખીને પઢાઈ કરું છું, એના પછાડ ઘણા છે એનાને એના દોસ્તર એના ભડાકા કરશે.



સમગ્ર બાબતે જમના વેગડાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે શૈલેષ પરમાર અને સહેજાદખાન પઠાણ પર કાળાજાદુની એવી કોઈ વાત જ નથી. સહેજાદખાન મારા નાનાભાઈ જેવો છે વિધિની વાત તદન ખોટી છે. તાંત્રિક કેવા હોય કે તાંત્રિક જોડે જવું અમારા વિચારો જ નથી. આ ઓડિયો ક્લિપને તદન વખોડું છું. જે વ્યક્તિએ આ કર્યું છે તે સારું નથી કર્યું. મારા નામથી જેણે પર આ કર્યું તેની સામે કાર્યવાહી કરીને દાવો કરીશ. હું કોઈ તાંત્રિકને ઓડખતી નથી.

- Advertisement -

જ્યારે આ બાબતે AMC વિપક્ષનેતાએ મીડિયાને જણાયું હતું કે મને બે ઓડિયો ક્લીપ મળ્યા હતા. જેમાં અમારા સાથી કોર્પોરેટરે જમનાબેન વેગડા કોઈ તાંત્રિકને મા કહીને બોલાવી રહી છે. મારી ઉપર અને અમારા ધારાસભ્ય ઉપર તાંત્રિકવિધિ કરવાની વાતચીત કરી રહ્યા છે. રાજનીતિમાં પદ માટે અપેક્ષા સહુને રહે છે. હું માનું છું કે આ બહું સિરિયસ મેટર છે. કોઈના પર આટલા લેવલ પર જઈને કોઈ જીવને નુકસાન પહોંચાડવું રાજનીતિમાં શિખડાવવામાં નથી આવતું. આ ખૂબ ખરાબ રાજનીતિ છે. હું પાર્ટીમાં હાઇકમાન્ડ સાથે આ બાબતે વાત કરીશ કે આ બાબતે કડક એક્શન લેવામાં આવે. મે તો તેમને બહેન બનાવ્યા છે દર રક્ષાબંધને રાખડી બંધાવું છું. જ્યારે તેમને જમના વેગડાએ આપેલી પ્રતિક્રિયા જણાવી તાંત્રિક અંગેની વાત તદન ખોટી જણાવતા સહેજાદખાન ખાને કહ્યું હતું કે જે અવાજ ઓડિયો ક્લિપમાં સંભળાઈ રહ્યો છે તે તેમનો જ સંભળાઈ રહ્યો છે. મારી તેમની સાથે આ બાબતે કોઈ ચર્ચા થઈ નથી.


વાઇરલ થયેલી ઓડિયો ક્લિપ બાબતે ગુજરાત કોંગ્રેસે નોંધ લીધી છે. પ્રદેશ પ્રમુખે જગદીશ ઠાકોરે ઓડિયો ક્લિપ મામલે તપાસના આદેશ આપ્યા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા કોર્પોરેટર જમના વેગડાને નોટિસ આપી સમગ્ર મામલે ખુલાસો પણ માંગવામાં આવશે.જો આ મામલે જમનાબેન દોષિત ઠરશે તો તેઓને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી પણ પક્ષ દ્વારા કરવામાં આવશે. આજે બપોર સુધીમાં તેઓની પાસે ખુલાસો માંગી કાર્યવાહી કરવામાં આવી શકે છે. જો કે હાલ સોશિયલ મિડયામાં ઓડિયો ખૂબ વાઇરલ થઈ જતાં જમના વેગડાએ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.

ઉલ્લેખનીય છે કે ગત 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં દાણીલીમડાની સીટ પરથી જમના વેગડાનું નામ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. પરંતુ જ્યારે ચિઠ્ઠી ખૂલી તેમાં શૈલેષ પરમારનું નામ સામે આવ્યું હતું. તાજેતરમાં ગુજરાત કોંગ્રેસમાં AMC વિપક્ષના નેતાને લઈને 11 કોર્પોરેટર પાર્ટીમાં રાજીનામું આપી વિરોધનો સૂર ઉપાડયો હતો. વિપક્ષનેતાના નામની ચિઠ્ઠી એક દિવસ અગાઉ જ ખૂલી જતાં કોર્પોરેટરએ કોંગ્રેસ ઓફિસ જઈને વિરોધ નોંધાવ્યો હતો સાથે જ સહેજાદખાન પઠાણ પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમ છતાં કોંગ્રેસ પાર્ટી એકની બે ન થઈ અને AMC વિપક્ષનો તાજ સહેજાદખાન પઠાણને આપ્યો હતો.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular