Monday, April 20, 2026
HomeGeneralછોટાઉદેપુરમાં પાખંડી તાંત્રિકે સગીરાને નિર્વસ્ત્ર કરી કર્યા અડપલા, પાડોશી મહિલાએ જ કરી...

છોટાઉદેપુરમાં પાખંડી તાંત્રિકે સગીરાને નિર્વસ્ત્ર કરી કર્યા અડપલા, પાડોશી મહિલાએ જ કરી મદદગારી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. છોટા ઉદેપુર: છોટા ઉદેપુરમાં (Chhota Udaipur) તાંત્રિક દ્વારા કુકર્મ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પાડોશીએ તાંત્રિક વિધિ (Tantrik Vidhi) કરવાના નામે શારિરીક શોષણ (Molestation) કરવા માટે તાંત્રિક સમક્ષ પહોંચાડી દિધી હતી. બાદમાં ઘટનાને છુપાવવા માટે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી મામલો ડામવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ પરિવારને આ ઘટનાની જાણ થતા મામલો પોલીસ સ્ટેશન પહોંચતા મામલો સામે આવ્યો હતો. જેમાં પોલીસે કવાંટ પોલીસ સ્ટેશનમાં (kawant police station) તાંત્રિક અને મદદગાર મહિલા સહિત કુલ 6 આરોપી વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી મહિલા મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેઓ 25 એપ્રિલના રોજ તેરમાં તેઓ પિયર ગયા હતા ત્યારે તેમની સગીર દિકરી ઘરે એકલી હતી. દરમિયાન સાંજે 5 વાગ્યાના અરસામાં ગામના ફળિયામાં રહેતી મહિલા આરોપી સંગીતા નાનજી જંગલીયા સગીરાના ઘરે આવી હતી. આરોપી મહિલાએ સગીરાને દુકાને જવાનું કહી સાથે લીધી હતી અને ત્યાંથી તે પરત નહીં ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન ગાયબ થયેલી સગીરા બીજા દિવસે ઘરે પરત ફરી હતી. માતા-પિતાએ પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે સંગીતા ભાભી તેણીને તેમના જમાઈ અને અન્ય યુવક સાથે મોટરસાયકલ પર બેસાડી તણખલા લઈ ગયા હતા. જ્યાં બે અજાણ્યા શખ્સો ઈકો કાર લઈ આવ્યા હતા તેમાં તેઓ બેસી ગયા હતા અને તેઓ અજાણ્યા ગામમાં કોઈ મકાનમાં રોકાયા હતા.

- Advertisement -

પીડિત સગીરાએ જણાવ્યું હતું કે ત્યાં બીજા દિવસે બપોરે એક મહારાજા આવ્યા હતા અને સગીરા મંત્ર શીખવાડ્યા અને તેને યાદ રાખવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ સાંજે 5 વાગ્યે બીજા મહારાજા આવ્યા હતા જે પૂજાપાઠનો સમાન લઈ સગીરાને અંદરના રૂમમાં લઈ ગયા હતા. ત્યાં ઓરડામાં સગીરાને નિર્વસ્ત્ર કરી કપાળ પર અને પગના પંજામાં કંકુ લગાવી પંજા પડાવ્યા હતા. દરમિયાન મહારાજે શીખવેલા મંત્રો બોલવા માટે કહેવામાં આવ્યું હતું. પંદર મીનિટ સુધી સગીરાએ મંત્રો બોલ્યા હતા પણ હેડકી આવતા તે મંત્ર ચુકી ગઈ હતી. ઉપરાંત સગીરાને કેફી પદાર્થ આપી મહારાજે બેભાન કરી દિધી હતી. જ્યારે સગીરા ભાનમાં આવી ત્યારે સંગીતા ભાભી સહિતનાઓ જણાવ્યું કે સગીરા મંત્ર ચૂકી ગઈ હોય 15 દિવસ બાદ પરત ફરવા જણાવ્યું હતું. ત્યારબાદ સંગીતાએ સગીરાને બસમાં બેઠા હતા ત્યારે જણાવ્યું કે આ વાત ઘરે કોઈને કહીશ તો તેને જાનથી મારી નાખીશું.

આ ઘટના બાદ સગીરા પર ઘરે ફરી હતી અને ગુમસુમ રહેતી હતી. જેથી સગીરાની માતાએ પુછપરછ કરતા સગીરાએ સમગ્ર ઘટનાની વાત કરી હતી. પરિવારને મામલાની જાણ થતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. જ્યાં આરોપી સંગીતા નાનજી જંગલીયા, વિકેશ મીનકા ભીલ, દિલીપ ભીલ સહિત બે અજાણ્યા શખ્સો અને તાંત્રિક વિરૂધ્ધ કવાંટ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સમગ્ર મામલે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular