Saturday, April 18, 2026
HomeGeneral'ભગવાન શિવ' કોર્ટમાં હાજર થવા આવ્યા, તેમને જોઇને અધિકારી ભાગી ગયા, જાણો...

‘ભગવાન શિવ’ કોર્ટમાં હાજર થવા આવ્યા, તેમને જોઇને અધિકારી ભાગી ગયા, જાણો સમગ્ર મામલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાયગઢઃ છત્તીસગઢની રાયગઢ તહસીલ કોર્ટમાંથી એક અનોખો મામલો સામે આવ્યો છે. શુક્રવારે ભગવાન શિવ પોતે કોર્ટમાં હાજર થવા માટે કોર્ટ પહોંચ્યા હતા. આ સમાચાર કોર્ટમાં ફેલાતા જ અધિકારીઓ ત્યાંથી નીકળી ગયા હતા. હવે ભગવાને નવી તારીખે કોર્ટમાં પાછા આવવું પડશે. હકીકતમાં, ભગવાન ભોલેનાથને થોડા દિવસો પહેલા નઝુલ જમીન પર મંદિર નિર્માણ માટે નોટિસ આપવામાં આવી હતી. તેના જવાબમાં ભગવાન શુક્રવારે તહસીલ કોર્ટમાં પહોંચ્યા હતા. ભગવાન સમયસર પહોંચી ગયા, પરંતુ માત્ર નોટિસ આપનારા અધિકારીઓ જ તહસીલ કચેરીમાં ગેરહાજર જોવા મળ્યા હતા.



રાયગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ નં.25 કૌહાકુંડામાં એક મહિલાએ હાઇકોર્ટમાં અરજી કરીને નઝુલની જમીનનો ગેરકાયદે કબજો દૂર કરવાની માગણી કરી હતી. આ મામલાની સુનાવણી કરતાં હાઇકોર્ટે રાયગઢ તહેસીલ કોર્ટને સંબંધિત લોકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તહસીલ કોર્ટે સંબંધિત લોકોને કારણદર્શક નોટિસ ફટકારી હતી. આ નોટિસ શિવ મંદિર, કૌહાકુંડાને પણ આપવામાં આવી હતી.

શુક્રવારે ઉહાકુંડા વોર્ડના સ્થાનિકો અને મંદિરના પૂજારી શિવલિંગને રિક્ષામાં બેસાડીને નોટિસની નકલ સાથે તહસીલ કોર્ટમાં લઈ આવ્યા હતા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા, ત્યારે તહસીલદાર જાહેર સુનાવણીમાં વ્યસ્ત હતા. આ કારણે કેસની સુનાવણી થઈ શકી નહોતી. આ મામલે નાયબ તહેસિલદારનું કહેવું છે કે ક્લાર્કની ભૂલના કારણે મંદિરને નોટિસ મોકલવામાં આવી હતી. આ અંગે અન્ય લોકોને આપવામાં આવેલી નોટિસ પર 13મી એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરાશે.



- Advertisement -




- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular