Monday, September 9, 2024
HomeGujaratAhmedabad20 વર્ષ પહેલાંની ઓસ્ટ્રેલિયા સામેની હારનો બદલો ટીમ ઇન્ડિયા લઈ શકશે?

20 વર્ષ પહેલાંની ઓસ્ટ્રેલિયા સામેની હારનો બદલો ટીમ ઇન્ડિયા લઈ શકશે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બીજી વાર ટકરાશે. આ પહેલાં બંને ટીમો દક્ષિણ આફ્રિકામાં 2003માં રમાયેલા વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી હતી. જોહાનિસબર્ગના વોન્ડરર્સ સ્ટેડિયમાં રમાયેલી આ મેચમાં પહેલેથી ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે હતું. ઓસ્ટ્રેલિયાની ટીમમાં તે વખતે એક સાથે દિગ્ગજ ખેલાડીઓનો જમાવડો હતો. ટીમ ઇન્ડિયા ફાઈનલમાં જરૂર પહોંચી હતી, પરંતુ હાલની ઓસ્ટ્રેલિયાની જેમ, તેને ત્યાં સુધી પહોંચતા કેટલીક હારનો સામનો કરવો પડ્યો હતો.

આ મેચમાં કેપ્ટન સૌરવ ગાંગુલીએ સૌથી મોટી ભૂલ ટોસ જીતીને ફિલ્ડિંગ લેવાની કરી હતી. ફિલ્ડિંગ લઈને જાણે પૂરી મેચ ઓસ્ટ્રેલિયાના હાથમાં સરકી ગઈ અને ત્યાર બાદ મેચમાં ટીમ ઇન્ડિયા કમબેક કરી ન શકી. ઓસ્ટ્રેલિયાની ટીમ બેટિંગમાં ઉતરતાંવેંત ટીમ ઇન્ડિયાના બોલરો પર ત્રાટકી. હેડન-ગિલક્રિસ્ટની જોડીએ ભારતના લીડ બોલરો જવગલ શ્રીનાથ અને ઝાહિર ખાન ઓવરોમાં ખૂબ રન ફટકાર્યા. હરભજનસિંઘે બંને ઓપનરોની વિકેટ લીધી પણ ઓસ્ટ્રેલિયાની રનની રફ્તાર ધીમી ન પડી. વન ડાઉન આવનારાં કેપ્ટન રીકી પોન્ટીંગ અને ડેમિયન માર્ટિને પણ ઝડપ રમત દાખવી અને ટીમનો સ્કોર 359 સુધી પહોંચાડ્યો. આજે ત્રણસો રનનો ટારગેટ અચિવેબલ લાગે છે, ત્યારે તે અશક્ય લાગતો. ટીમ ઇન્ડિયાના ઓપનર સચિન અને સહેવાગ હતા, પરંતુ ચાર રનમાં સચિનની વિકેટ મળતાં ઓસ્ટ્રેલિયાની ટીમ મેચમાં હાવી થઈ અને મેચ એકતરફી બની ગઈ. તે પછી ભારતની ટીમ મેચમાં પાછી ફરી ન શકી. વિરેન્દ્ર સહેવાગે 81 બોલમાં 82 રન ફટકારીને આશા જીવંત રાખી, પરંતુ બીજા છેડે સમયાંતરે વિકેટ પડતી રહી. છેલ્લે ભારત આસાનીથી 125 રનથી હાર્યું.

- Advertisement -

એ સમયમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો ડંકો વાગતો. તેમની ટીમમાં ગિલક્રિસ્ટ, હેડન, પોન્ટિંગ, બેવન, એન્ડ્રુ સાયમન્ડ્સ, બ્રેટ લી અને ગ્લેન મેકગ્રાથ જેવાં વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ હતા. જ્યારે ભારત પાસે સચિન, સહેવાગ, દ્રવિડ, ગાંગુલી, યુવરાજ અને શ્રીનાથ જેવા અનુભવી ખેલાડી હતા. જોકે ભારતીય ટીમમાં દિનેશ મોંગિયા અને મોહમ્મદ કેફ જેવી નબળી કડીઓ હતી, જે ભારતીય ટીમ હારના હારના કારણોમાં એક હતા. તે વખતે ટીમ ઇન્ડિયાથી આશાઓ ન ફળી અને ફાઈનમલેં નાલેશીજનક હાર મળી. આજે વીસ વર્ષ પછી ફરી વાર આ બંને ટીમો ફાઈનલમાં પહોંચી છે, ત્યારે ભારત પાસે આજે તે વખતની ઓસ્ટ્રેલિયા જેવી દમખમ ધરાવતી ટીમ છે અને સામે પક્ષે ઓસ્ટ્રેલિયા તે વખતની ભારતની ટીમની જેમ કેટલીક મેચો હારીને ફાઈનલમાં પહોંચ્યું છે. વીસ વર્ષ પહેલાંની તે નામોશીજનક હારનો બદલો વાળવાની આનાથી સારી તક ટીમ ઇન્ડિયાને મળશે નહીં. જોઈએ ટીમ ઇન્ડિયા કેવું પર્ફોમન્સ કરે છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular