નવજીવન. ગાંધીનગર: ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસના કારણે આગામી સમયમાં યોજવા જઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે રાજ્યમાં વધતા કેસની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સમીક્ષા કરવા માટે બેઠક કરી હતી અને બેઠકના અંતે વાઈબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક બાદ જણાવ્યું હતું કે,” ગજરાત વિકાસનું વૈશ્વિક મોડલ છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ એ વિશ્વભરના મૂડી રોકાણકારો, ઉદ્યોગકારો અને રોકાણકારો માટે એક સક્ષમ પ્લેટફોર્મ છે. ગુજરાતની 10મી વાઈબ્રન્ટ સમિટ માટે વિવિધ દેશોના વડાઓ, મહાનુભાઓ, ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિઓ અને વેપાર જગતના ઉદ્યોગકારોએ ભાગીદારી માટે ઉત્સાહ દર્શવ્યો હતો અને રજીસ્ટ્રેશન પણ કરાવ્યું હતું.”
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના પાંચ IAS અધિકારીઓ ગઈકાલે કોરોનાથી સંક્રમિત થાય હતા. આ ઉપરાંત ગુજરાતમાં સતત કેસમાં વધારો આવી રહ્યો છે. ગઇકાલે 3350 કેસ નોંધાયા હતા. તેમજ રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પણ કેસમાં વધારો આવી રહ્યો છે.
ગુજરાત સરરના કેટલાક અધિકારીઓ અને વાઈબ્રન્ટ સમિટમાં ભાગ લેવા જઈ રહેલા કેટલાક પ્રતિનિધિઓએ અગાઉ જ વાઈબ્રન્ટ સમિટ બંધ કરવાની સલાહ આપી હતી અથવા વર્ચ્યુઅલ સમિટ યોજવાની સલાહ આપી હતી ત્યાર બાદ વાઈબ્રન્ટ સમિટનો વિવાદ સર્જાયો હતો.
![]() |
![]() |
![]() |











