નવજીવન અમદાવાદ: અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી હોય તેવી દહેશત ફેલાઈ રહી છે. ત્યારે એક પછી એક મંત્રીઓ અને સરકારી અધિકારીઓ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. આજે અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ કોરોના પોઝિટિવ આવ્યા છે. રાજકીય પાર્ટીના એક કાર્યક્રમમાં સંક્રમણ એવું ફેલાયું કે બધાને મુશ્કેલીમાં મુકી દીધા હતા.
ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘરખમ વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ ગુજરાતમાં રોજબરોજ નોંધાતા કેસમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં આવતા હોય છે. તેમ છતાં રાજકીય પક્ષો ભીડ એકઠી કરવામાં કોઈ કસર છોડતા નથી. તાજેતરમાં અમદાવાદ રિવરફ્રન્ટ ધર્મચાર્ય આશીર્વાદ સમારોહ યોજાયો હતો. જેમાં હજારોની સંખ્યામાં ભીડ એકત્રીત થઈ હતી. આ કાર્યક્રમમાં અમિત શાહ પણ હજાર રહ્યા હતા અને અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા.
શહેર પ્રમુખ અમિત શાહ વર્ષ 2021 દરમિયાન કોરોના પોઝિટિવ આવ્યા હતા. જો કે અત્યારે બીજી વખત પોઝિટિવ થયા છે. બે દિવસથી લક્ષણ જણાતા ગઇકાલે કોવિડ ટેસ્ટ કરવાયો હતો જે પોઝિટિવ આવ્યો હતો. અમિત શાહને સારવાર માટે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં હાજર રહેનારા ભાજપના 40 નેતાઓ પોઝિટિવ આવ્યા છે. ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર મહામંત્રી ભૂષણ ભટ્ટ, ઉપ-પ્રમુખ દર્શક ઠાકર અને પરેશ લાખાણી સહિતના નેતાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ કાર્યક્રમને કારણે અમદાવાદમાં કોરોનાનો કેસ વધી શકવાની આશંકા લોકમુખે ચર્ચાઈ રહી છે.
![]() |
![]() |
![]() |











