નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: Surendranagar News: ગુજરાતીમાં કેટલીક એવી પણ ઘટનાઓ સામે આવે છે જેમાં ઘટના માટેનું કારણ અંત સુધી જાણી શકાતું નથી. પારિવારિક ઝગડાઓ માણસને ક્યારે હત્યા સુધી દોરી જાય તે કહેવું ઘણું મુશ્કેલ છે. ત્યારે ત્રણ દિવસ અગાઉ પત્ની અને પુત્રની હત્યા કરનાર આરોપીએ પણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ દિવસ અગાઉ સુરેન્દ્રનગરમાં આવેલા લીંબડીના (Limbdi) ભીમનાથ સોસાયટી વિસ્તારમાં રહેતા ચિરાગ નામના વ્યક્તિએ તેની પત્ની અને પુત્રની હત્યા કરી હતી. પત્ની અને પુત્રની હત્યા કરી આરોપી ચિરાગ ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે ડબલ મર્ડર કેસમાં બંનેના મૃતદેહને પોસ્ટમોટમ માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આરોપી સામે હત્યા મુજબની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે આજે લીંબડીના ધંધુકા રોડ પાસે આવેલી તલાવડી પાસેની વાડીમાં એક વ્યક્તિ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
આ બાબતે પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને હેબતાઈ ગઈ હતી. કેમ કે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવનાર બીજું કોઈ નહીં પરંતુ પત્ની અને પુત્રની હત્યા કરીને ફરાર થઈ જનાર આરોપી ચિરાગ હતો. પોલીસે મૃતદેહને ઝાડ પરથી ઉતારી પોસ્ટમોટમ માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. મૃતક ચિરાગે તેની પત્ની અને પુત્રની કયા કારણોસર હત્યા કરી તે બાબતે પોલીસ તપાસ કરે ત્યાં તો આરોપીએ જ જીવન ટૂંકાવી દીધું. જો કે પોલીસ હજુ પણ આરોપીના આજુબાજુના લોકો તેમજ સગા સબંધીઓની પૂછપરછ કરી રહી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796