Monday, May 25, 2026
HomeGeneralઅમદાવાદમાં બ્રિટનનાં PMનું આગમન, ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત

અમદાવાદમાં બ્રિટનનાં PMનું આગમન, ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: બ્રિટનના PM બોરિસ જ્હોન્સન આજ વહેલી સવારે ગુજરાતના અમદાવાદમાં પહોંચી ગયા છે, જ્યાં એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રિટનના PMનું સ્વાગત કરવા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એરપોર્ટ પહોંચ્યા હતા.



બ્રિટનના PM બોરિસ જોનસન આજે ગુજરાત પ્રવાસે છે. આજે અમદાવાદથી તેમની ભારત યાત્રાની શરૂઆત કરશે. બોરિસ જોનસનને સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારાં અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રિટનના PM આગમનને લઈને એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના માર્ગ પર સ્વાગત માટેના સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત વેલકમ ગુજરાતના બેનર્સ પણ લગાવવામાં આવ્યા છે. બીજી બાજુ ગાંધી આશ્રમ સુધી લોકો PMના સ્વાગત માટે ભારત અને યુ.કેનો ધ્વજ લઈને ઊભા હતા .

બ્રિટનના PM એરપોર્ટથી નીકળ્યા બાદ આશ્રમ રોડ સ્થિત હોટલ હયાત રિજન્સીમાં રોકાશે. ત્યાર બાદ તેઓ ગાંધી આશ્રમની મુલાકાત લેશે. બાપરે અદાણી શાંતિગ્રામ જશે, અમદાવાદથી હેલિકોપ્ટરમાં હાલોલ જશે, હાલોલમાં JCB પ્લાન્ટની મુલાકાત લેશે, હાલોલથી અમદાવાદ આવી ગાંધીનગર જશે, ત્યારબાદ અક્ષરધામ અને ગુજરાત બાયોટેકોનોલોકિ યુનિ.ની મુલાકાત લેશે. સાંજે હોટલ પરત ફરી મીડિયા સાથે વાતચીત કરશે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular