નવજીવન ન્યૂઝ. પાલનપુર: વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. મોડી રાત્રે આસામ પોલીસે પાલનપુર સર્કિટ હાઉસથી મેવાણીની ધરપકડ કરી છે. ધરપકડ બાદ અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ ફ્લાઇટથી મેવાણીને આસામ લઈ જવામાં આવ્યો છે.
યુવા ધારાસભ્ય અને લડાયક નેતા @jigneshmevani80 સામે ભાજપ સરકાર ખોટા કેશો કરે છે, જેથી આજે રાત્રે આસામ પોલીસ દ્વારા પાલનપુર સર્કિટ હાઉસ થી તેમને હીરાસતમાં લઇ ટ્રેન દ્વારા આસામ લઈ જઈ રહ્યા છે ત્યારે તેમને મોરલ સ્પોર્ટ માટે હું રાત્રે 3.30 કલાકે રેલવે સ્ટેશન પહોંચી મુલાકાત કરીશ. pic.twitter.com/Si2FEHmNSu
— Jagdish Thakor (@jagdishthakormp) April 20, 2022
મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાતે 11.30 વાગ્યે ધરપકડ કરવામાં આવી હોવાનું મેવાણીની ટીમે કહ્યું હતું. આસામમાં મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. પાલનપુરથી MLAની ધરપકડ બાદ અમદાવાદ લાવવામાં આવ્યો હતો. ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટમાં આસામ લઈ જવામાં આવ્યો હતો. મેવાણીની ધરપકડ બાદ તેમના સમર્થનમાં રાત્રે 3:30 વાગે કોગ્રેસના નેતાઓ એરપોર્ટ પર પહોંચ્યા હતા અને આસામ પોલીસ વિરુદ્ધ સુત્રાચાર કરવામાં આવ્યા હતા.
ધરપકડ અંગે જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે મારા કોઇ ટ્વિટને લઈને મારી ધરપકડ કરવામાં આવી છે. જો કે, પોલીસે મને પણ કોઇ સચોટ માહિતી આપી નથી.હું કોઈ ખોટી ફરિયાદથી ડરવાનો નથી. હું મારી લડત ચાલુ રાખીશ. ધરપકડ અંગે મેવાણીના વકીલ પરેશ વાઘેલાએ કહ્યું હતું કે, ટ્વીટ અંગે ફરિયાદ કરાઈ છે. CRPC 80નો ભંગ કરી ધરપકડ કરવામાં આવી છે. ધારાસભ્યની અટકાયત પહેલા અધ્યક્ષની પરવાનગી લીધી હોવાની અમને જાણ કરવામાં આવી નથી.
असम पुलिस ने गुजरात के विधायक युवा नेता श्री जिग्नेश मेवानी को रात 11:30 बजे हिरासत में लेकर 21/04 अहमदाबाद एरपोर्ट से सुबह 4 बजे असम ले जा रहे है में उनसे एरपोर्ट में मिला । और जल्द से जल्द उन्हें न्याय दिलाने का वादा किया। @jigneshmevani80 pic.twitter.com/TDC5HPt4Vb
— Jagdish Thakor (@jagdishthakormp) April 20, 2022
જિગ્નેશ મેવાણીને અમદાવાદ એરપોર્ટ લાવતા મોડી રાત્રે 3.30 વાગ્યે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, કોંગ્રેસના સિનિયર નેતાઓ ધારાસભ્ય ડો.સી જે ચાવડા, ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાળા, કોંગ્રેસ નેતા બિમલ શાહ, શહેર પ્રમુખ નીરવ બક્ષી મેવાણીને મળવા એરપોર્ટ પહોંચ્યા હતા. મેવાણીની ધરપકડ જગદીશ ઠાકોર કહ્યું કે, લડાયક યુવાનો ભાજપ ની સરકાર સામે પ્રજાનો અવાજ ઉઠાવે છે ત્યારે ભાજપ સરકાર ડરાવી રહી છે. પરંતુ અમે ડરીશું નહિ લડીશું.
@TwitterIndia has withheld my last two tweets.
One tweet talks about RSS not hoisting the tricolour for centuries. This is a historical truth & the other is about Modi ji's belief in Godse's ideology.I challenge the BJP to prove any of these facts wrong. @Twitter pic.twitter.com/yJ2VQ4wqgm
— Jignesh Mevani (@jigneshmevani80) April 20, 2022
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











