નવજીવન. નવી દિલ્હીઃ ચૂંટણી વિભાગ દ્વારા પંજાબ, ઉત્તર પ્રદેશ, ગોવા, મણીપુર અને ઉત્તરાખંડની ચૂંટણી અંગે જાહેરાત કરી છે. આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તબક્કાવાર અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી એક સાથે યોજાવા જઈ રહી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા વિવિધ તકેદારીઓને ધ્યાને લઈ આ ચૂંટણી સફળ અને શાંતિ પૂર્વક રીતે યોજાય તેવી તૈયારીઓ કરવામાં આવી છે. યુપીમાં ગત વખતે 7 તબક્કામાં મતદાન થયું હતું. પાંચ રાજ્યોની 690 સીટ પર ચૂંટણી થશે. પંચે કહ્યું કે કુલ 18.35 લાખ વોટર્સ છે. કોરોના વચ્ચે સેફ ચૂંટણી કરવી તે અમારી પ્રાથમિક્તા રહેશે. સીઈસીએ કહ્યું કે, કોરોના નિયમોના સાથે ચૂંટણી કરવી અમારી જવાબદારી પણ છે. તમામ પોલિંગ સ્ટેશન્સ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. સેનેટાઈઝર થર્મલ સ્કેનર અને ફેસ માસ્ક ફરજિયાત હશે.
હવે પોલિંગ સ્ટેશન પર મતદારોની સંખ્યા 1500ને બદલે 1250 સુધી હશે. તેથી 16 ટકા પોલિંગ સ્ટેશન વધી જશે. વધુ સ્ટેશન્સ પર 1000થી ઓછા જ વોટર્સ હશે મતદાન માટે, દરેક વિધાનસભા સીટ પર એક પોલિંગ બુથ સંપૂર્ણ રીત મહિલાઓના દ્વારા જ સંચાલિત કરવામાં આવશે. આમ 1620 બુથ મહિલા સંચાલિ હશે. મહિલા સશક્તિકરણની દિશામાં આ વધુ એક પગલું હશે.
પંચે કહ્યું કે ઉમેદવારો અંગે જાણવું દરેક મતદારનો હક્ક છે. જરૂરી રૂપથી એવા ઉમેદવારોને અખબારોમાં પોતાની ગુનાહિત મામલાઓની જાણકારી ત્રણ વખત જાહેર કરવાની રહેશે. રાજનૈતિક દળોને પણ પોતાની વેબસાઈટ પર તેમની જણકારી આપવાની રહેશે. રાજનૈતિક દળોને કહેવું પડશે કે આ ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવતા નેતાઓને કેમ પ્રત્યાશી બનાવવામાં આવ્યા છે. તમામ સંવેદનશીલ મતદાન મથકોનું વેબકાસ્ટિંગ થશે. તેમાંથી ઓછામાં ઓછું 50% વેબકાસ્ટિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી અધિકારીઓની સાથે રાજ્યોમાં વિશેષ નિરીક્ષકો પણ તૈનાત કરવામાં આવશે. ઉમેદવારોને ઓનલાઈન નોંધણીની સુવિધા આપવામાં આવશે.
ચૂંટણી દરમિયાન નાણાં બળના ઉપયોગ સામે ચૂંટણી પંચ કડક વલણ અપનાવશે. આ માટે ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ, ઈડી, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, રેલવે અને અન્ય એજન્સીઓનો સહયોગ લેવામાં આવશે. ચૂંટણી દરમિયાન નાણાં બળના ઉપયોગ સામે ચૂંટણી પંચ કડક વલણ અપનાવશે. વૃદ્ધ મતદારો અને દિવ્યાંગો માટે વ્હીલચેરની સુવિધા પણ આપવામાં આવશે.
યુપીમાં 10 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાનું મતદાન થશે. તમામ વિધાનસભા ચૂંટણીના પરિણામો 10 માર્ચે આવશે. યુપીમાં બીજા તબક્કાનું મતદાન 14 ફેબ્રુઆરીએ અને ત્રીજા તબક્કાનું મતદાન 20 ફેબ્રુઆરીએ થશે. ચૂંટણી પંચે કહ્યું છે કે જો કોઈ ચૂંટણી રેલી કે પ્રચાર સાથે સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા રિટર્નિંગ ઓફિસર નિર્ણય કરી શકે છે. તેમને વધુ રેલી કરતા અટકાવી શકાય છે.
યુપીમાં કુલ 403 વિધાનસભા સીટો છે. પંજાબમાં 117, ઉત્તરાખંડમાં 70, મણિપુરમાં 60 અને ગોવામાં 40 વિધાનસભા બેઠકો છે. સાત રાજ્યો માટે સૌથી પહેલા 10 ફેબ્રુઆરીએ મતદાન શરૂ થશે. તમામ રાજ્યોમાં 10 માર્ચે મતગણતરી થશે. ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરી, 14 ફેબ્રુઆરી, 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 03 માર્ચ અને 07 માર્ચે મતદાન થશે. પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં 14 ફેબ્રુઆરીએ એક સાથે મતદાન થશે. મણિપુરમાં બે તબક્કામાં મતદાન થશે, જે 27 ફેબ્રુઆરી અને 3 માર્ચે યોજાશે.
ચૂંટણી પંચે કહ્યું કે કોરોનાના સમયગાળા દરમિયાન સુરક્ષિત ચૂંટણી કરાવવા માટે નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવશે. આ માટે રાજ્યોના આરોગ્ય સચિવોને આ માટે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના ખતરાને ધ્યાનમાં રાખીને 15 જાન્યુઆરી સુધી ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ચૂંટણીની તારીખો અને સમયપત્રક અંગે ચૂંટણી કમિશનરે કહ્યું કે કેન્દ્રીય આરોગ્ય સચિવ, ગૃહ સચિવ, નિષ્ણાતો, આરોગ્ય નિષ્ણાતો અને અન્ય પક્ષકારો સાથે વાત કર્યા પછી બધું નક્કી કરવામાં આવ્યું છે.
તમામ સંવેદનશીલ મતદાન મથકોનું વેબકાસ્ટિંગ થશે. તેમાંથી ઓછામાં ઓછું 50% વેબકાસ્ટિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી અધિકારીઓની સાથે રાજ્યોમાં વિશેષ નિરીક્ષકો પણ તૈનાત કરવામાં આવશે. ઉમેદવારોને ઓનલાઈન નોંધણીની સુવિધા આપવામાં આવશે. ચૂંટણી દરમિયાન નાણાં બળના ઉપયોગ સામે ચૂંટણી પંચ કડક વલણ અપનાવશે. આ માટે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ, ઈડી, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, રેલવે અને અન્ય એજન્સીઓનો સહયોગ લેવામાં આવશે. ચૂંટણી દરમિયાન નાણાં બળના ઉપયોગ સામે ચૂંટણી પંચ કડક વલણ અપનાવશે. વૃદ્ધ મતદારો અને દિવ્યાંગો માટે વ્હીલચેરની સુવિધા પણ આપવામાં આવશે.
ચૂંટણી ફરજમાં રોકાયેલા જવાનો પાસે રસીના બે ડોઝ હોવા પણ જરૂરી છે. તેમને પ્રિ-કન્સેપ્શન ડોઝ લાગુ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે, જેથી તેઓ સુરક્ષિત રહેશે. ચૂંટણી પંચ રાજ્યોના આરોગ્ય સચિવો સાથે રસીકરણની સ્થિતિ પર નજર રાખશે.
ચૂંટણીના ઉમેદવારોને ઓનલાઈન નોમિનેશનની સુવિધા મળશે. આનાથી ચૂંટણી કાર્યાલયમાં ભીડ ટાળી શકાશે. મણિપુર અને ગોવામાં વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારો 28 લાખ રૂપિયાનો ખર્ચ કરી શકે છે. ચૂંટણી પંચે કહ્યું કે કલંકિત ઉમેદવારોએ તેમના ગુનાહિત મામલા અખબારોમાં ત્રણ વખત પ્રકાશિત કરવા પડશે. પક્ષકારોએ આ માહિતી તેમની વેબસાઇટ પર પણ મૂકવાની રહેશે.
![]() |
![]() |
![]() |











