Friday, May 1, 2026
HomeGeneralઅમદાવાદ: દલિત વિધાર્થી સાથે રેગિંગના મામલે ફરિયાદ ન લેવાતા જિગ્નેશ મેવાણી આવ્યા...

અમદાવાદ: દલિત વિધાર્થી સાથે રેગિંગના મામલે ફરિયાદ ન લેવાતા જિગ્નેશ મેવાણી આવ્યા મેદાનમાં

- Advertisement -

જયંત દાફડા(નવજીવન અમદાવાદ): અમદાવાદની GLS કોલેજની બહાર અનુ.જાતિના વિધાર્થી સાથે બનેલી ઘટનાને લઈને આજે NSUIના કાર્યકારો દ્વારા નવરંગપુરા પોલીસ સ્ટેશનએ દેખાવ કરીને ડીસીપી ઝોન 1ના રવિન્દ્ર પટેલને આવેદન પત્ર આપ્યું હતું. સાથે જ રેગિગ કરનારા AVBPના કાર્યકરો સામે રેગિગ અને એકટ્રોસીટીની કલમ મુજબ ફરિયાદ દાખલ કરવા માટે માંગણી કરવામાં આવી છે.

GLS કોલેજની બહાર ABVPના કાર્યકરો દ્વારા તેમનો ખેસ પહેરાવીને જય શ્રી રામના નારા દલિત વિધાર્થી જોડે લગાવડાયા હતા. જો કે સમગ્ર મામલે પોલીસ દ્વારા દલિત વિધાર્થીની ફરિયાદ લેવામાં આવી ન હતી અને તેની ઉપર જ ફરિયાદ દાખલ કરી દીધી હોવાનો NSUI દ્વારા આક્ષેપ લાગવવામાં આવી રહ્યો છે. જેના વિરોધમાં આજે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને NSUIના કાર્યકરો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

- Advertisement -



જિગ્નેશ મેવાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે GLS કોલેજના કેમ્પસની બહાર NSUI સાથે જોડાયેલા દલિત સમાજના એક યુવકને એની મરજીની વિરુધ્ધ બળજબરી પૂર્વક ધકામારીને ભાજપનો ખેસ પહેરાવી જય શ્રી રામ બોલવાની ફરજ પાડી હતી. જ્યારે આ યુવકે જય શ્રી રામના નારા બોલવાના બદલે તેણે જય ભીમના નારા લગાવ્યા તો તેની વિરુદ્ધ જાતિવિષય અપમાનિત કરીને તેને ધકા માર્યા હતા. જેનો વિડીયો અમારી પાસે છે.

- Advertisement -

વધુમાં જણાવ્યુ હતું કે આદિવાસી કે દલિત સમાજના ન હોય તેવા વ્યક્તિ દ્વારા દલિત સમાજના વ્યક્તિની વિરુધ્ધમાં જાહેરમાં આવું કૃત કરવું એ એકટ્રોસીટી એક્ટની કલમ 3(1)R મુજબ ગુનો બને છે.

આટલું સ્પષ્ટ ચિત્ર હોવા છતાં જે દલિત વિધાર્થી સાથે આ ઘટના બની એની ફરિયાદ નોંધવાને બદલે કમલમ અને ગાંધીનગરના ઇશારે નવરંગપુરા પોલીસ સ્ટેશનએ દલિત સમાજના પીડિત યુવકની ઉપર FRI દાખલ કરી તેને એટલો બધો બદનામ કર્યો કે તેને આપઘાત કરવાના વિચાર આવી રહ્યા છે.

- Advertisement -



સમગ્ર મામલે DCPએ જણાવ્યુ હતું પોલીસએ કોલેજના ઓથોરીટીને લેખિતમાં પૂછ્યું છે કે આવી કોઈ ઘટના બની છે કે નહીં. તેનો અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ વિધાર્થી સામે એક મહિલાએ 323 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular