Monday, April 20, 2026
HomeGeneralVideo: અમદાવાદ મેયરે પત્રકારના સવાલમાં આપ્યો રમુજી જવાબ, બધાની હાહા...હીહી... જુઓ

Video: અમદાવાદ મેયરે પત્રકારના સવાલમાં આપ્યો રમુજી જવાબ, બધાની હાહા…હીહી… જુઓ

- Advertisement -

જયંત દાફડા નવજીવન અમદાવાદ: શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ અને શેઠ ચિનાઈ પ્રસૂતિ હોસ્પિટલ માટે વર્ષ ૨૦૨૨-૨૩ માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. જેમાં વ્યવસ્થાપક મંડળ દ્વારા ૧૮૪૮૨.૯૬ લાખ મજૂર કરવામાં આવ્યા છે. હોસ્પિટલનો સામન્ય ખર્ચ માટે ૧૭૨૫૧.૯૬ લાખ અને અસમાન્ય ખર્ચ માટે ૧૨૩૧ લાખ કુલ મળીને ૧૮૪૮૨.૯૬ લાખમાંથી ૨૦૦ લાખ રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ તરીકે મેળવવાનું નક્કી કર્યું છે. જોકે પત્રકાર પરિષદ દરમિયાન પૂછાયેલા સવાલના જવાબમાં મેયરે રમૂજ કરતા હા હા.. હીહી… થઈ ગઈ હતી.



બજેટ વિશે મેયર કિરીટ પરમારે જણાવ્યું હતું કે શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને સુપર સ્પેશીયાલીટીની સેવાઓ મળી શકે તે હેતુસર સુપર સ્પેશીયાલીટી શરૂ કરવામાં આવી છે જેમાં ૧૫૦૦૦ માસિક ઓનેરેરિયમ પ્રતિ યુનિટ ધોરણે પ્લાસ્ટિક સર્જરી, ગેસ્રોમેડીસીન, પેઇન ક્લિનિક, યુરોસર્જરી, એંડો ક્રાઇનોલોજી, નિયોનેટલ, કર્ડીયોલોજી જેવી સુપર સ્પેશીયાલીટી વીજીટિંગ કન્સલટન્ટની નિમણુક કરી નવેમ્બર ૨૦૨૧ થી શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

પત્રકાર પરિષદ દરમિયાન હોસ્પિટ કેટલા સમયમાં લોકો માટે તૈયાર થશે તે વિશે સવાલના જવાબમાં મેયરે જણાવ્યું હતું કે ખાત મુહુર્તના બે થી અઢી વર્ષની અંદર ઝડપથી થાય તેમ ખુલું મૂકવામાં આવશે એમને પણ તકતી લગાડવાની ઉતાવળ છે. કહીને રમૂજ કરી હતી. જો કે તે દરમિયાન સભામાં હજાર તમામ ખળખળાટ હસી પાડયા હતા. વધુમાં જણાવતાં કહ્યું હતું કે V.s હોસ્પિટલ કમ્પાઉન્ડમાં નવી ૫૦૦ પથારીઓની અઘતન સુવિધાવાળી હોસ્પિટલ બાંધવા માટે મ્યુ. જનરલ બોર્ડ દ્વારા ૧૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હોસ્પિટલના ઓપીડી,આઇ. પીડી, લેબોરેટરી, એક્સરે, એસ્ટાબ્લિશમેન્ટ, એકાઉન્ટ તેમજ અન્ય આનુસાંગિક વિભાગોનું ડિજિટલાઇઝેશન કરવા માટે બજેટમાં ૨૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. નાગરિકો સેવાઓથી માહિતગાર થાય તે માટે ઉપલબ્ધ થનારી સેવાઓની જાહેરાત આપવા તેમજ સેવાઓની લગતી માહિતીઓની મીડિયા ક્લિપ્સ ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા ઉપર એકાઉન્ટ બનાવી હોસ્પિટલની ઉપલબ્ધ સેવાઓનો સંદેશ પહોંચે તે માટે જુદા જુદા મીડિયા કવરેજ માટે ૫૦ લાખની બજેટમાં જોગવાઈ કરાઈ છે.



હોસ્પિટલમાં નવા ઉપલબ્ધ થનારા બિલ્ડિંગમાં વધુ સારી સુવિધા, સગવડ તેમજ સ્પેસ પ્રાપ્ત થાય તે ઉપરાંત ભવિષ્યમાં તબીબી પી.જી ડિપ્લોમા કોર્સિસી શરૂ કરવાનું આયોજન કર્યું છે જે માટે ૩૦૦ લાખની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. ઉપરાંત આધુનિક સાધનો માટે ૪૬૨ લાખ, પેથોલોજી વિભાગના આધુનિકરણ માટે ૧૭ લાખ, નવા પેઈન મેનેજમેન્ટ વિભાગના આધુનિકરણ માટે ૮૯ લાખની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.





Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular