નવજીવન ન્યૂઝ. છપરા: Bihar rjd leader Kidnapping: બિહારના છપરામાં(Chhapra) (આર.જે.ડી.ના (RJD) નેતા અને પૂર્વ નગરસેવક સુનિલ રાયનું અપહરણ ((Sunil Rai Kidnap) થયાના અહેવાલ મળી રહ્યા છે. મળતી વિગતો મુજબ સ્કોર્પીયો કારમાં સવાર અજાણ્યા શખ્સોએ વહેલી સવારે 4 વાગ્યે અપહરણની ઘટનાને અંજામ આપ્યો છે. અપહરણની આ ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થતા ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. અપહરણની આ ઘટના મુફ્ફસીલ પોલીસ સ્ટેશન (Bihar Police) વિસ્તારમાં આવેલી બજાર સમિતિ નજીક થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
મળતી વિગતો અનુસાર આજે વહેલી સવારે 4:35 વાગ્યા આસપાસ સફેદ સ્કોર્પીયો કારમાં અજાણ્યા શખ્સોએ આર.જે.ડી.ના નેતા સુનિલ રાયનું અપહરણ કરી લીધું છે. કારમાં આવેલા અપહરણકર્તાઓએ સુનિલ રાયની ઓફિસ નજીકથી જ તેમનું અપહરણ કરી લીધું હતું. આ ઘનટાની માહિતી મળતા જ બિહારના છપરામાં હડકંપ મચી ગયો હતો અને કાયદો અને વ્યવસ્થા પર સવાલ પેદા થયા હતા. સ્થાનિક પોલીસને ઘટનાની જાણકારી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે ઘસી આવ્યા હતા.
સુનિલ રાયના પિતા રામવિલાસ રાયે જણાવ્યું હતું કે આજ વહેલી સવારે સુનિલ રાય પર કોઈ વ્યક્તિનો ફોન આવ્યો હતો. ફોન આવતા સુનિલ તેમના ઘર નજીક આવેલા કાર્યાલય પર જવા નિકળ્યા હતા અને દરમિયાન સ્કોર્પીયો કારમાં આવેલા શખ્સોએ જબરદસ્તી ખેંચી લઈ કારમાં બેસાડી લઈ ફરાર થઈ ગયા હતા.
સુનિલ રાયના પિતાએ મીડિયા સમક્ષ તેમના પુત્રની કોઈ અંગત અદાવત હોવાની વાતની પુષ્ટી કરી નથી. સાથે જ તેમણે કહ્યું હતું કે, જે વ્યક્તિએ સુનિલને ફોન કર્યો હતો તેમણે જ મારા પુત્રનું અપહરણ કરી લીધું છે. કારણ કે મારો પુત્ર તેમને મળવા માટે જ બહાર નિકળો હતો.
આર.જે.ડી.ના નેતાના અપહરણની ઘટનાને પગલે બિહારનું રાજકારણ પણ ગરમાયું છે. આ મામલે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારકિશોરે જણાવ્યું હતું કે મહાગંઠબંધનની સરકાર બન્યા બાદ બિહારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતી બગડી છે. અને જો આવું થાય તો તેના પરિણામો પણ ભોગવવા પડે. તેમણે આશા વ્યક્ત કરતા કહ્યું કે, મુખ્યમંત્રી નિતીશ કુમાર વહેલી તકે રાજ્યમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતીને કાબુ કરી સુધારો કરશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796