નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ Bhavnagar Dummy Kand and Todkand: રાજ્યમાં તોડકાંડ અને ડમીકાંડમાં રોજ-બરોજ નવા ખુલાસઓ થઈ રહ્યા છે. ત્યારે આજે ભાવનગરમાં તોડકાંડના (Todkand) મામલે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. તોડકાંડમાં સંડોવાયેલા તમામ આરોપીની જેલ ટ્રાન્સફર કરવા પ્રશાન દ્વારા માગ કરવામાં આવી હતી. આ માગને ફાસ્ટ ટ્રેક કોર્ટે ફગાવી દીધી છે. જેથી હાલ તોડકાંડના તમામ આરોપીઓ એક જ જેલમાં રહેશે.
પ્રાપ્ત વિગત અનુસાર, તોડકાંડમાં સંડોવાયેલા વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજાને (Yuvrajsinh Jadeja), તેમના બે સાળા સહિત 6 આરોપીની અગાઉ ભાવનગર પોલીસે દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તમામને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા. જોકે રિમાન્ડ પૂર્ણ થતાં તોડકાંડના તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલવામાં આવ્યા હતા. તોડકાંડને લઈને કોઈ અણબનાવ સામે ન આવે તે માટે પ્રશાસન દ્વારા 6 આરોપીઓની જેલ ટ્રાન્સફરની માગણી કરવામાં આવી હતી.
પ્રશાસન દ્વારા આરોપીઓની જેલ ટ્રાન્સફર માગવામાં આવતા ફાસ્ટ ટ્રેક કોર્ટના એડિશનલ ન્યાયમૂર્તિએ તમામ 6 આરોપીઓની જેલ ટ્રાન્સફરની અરજીને રિજેક્ટ કરી હતી. કોર્ટ દ્વારા અરજી ના મંજુર કરવામાં આવતા હવે તમામ આરોપીઓ એક જ જેલમાં બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, તોડકાંડનો ભાંડો ફોડનાર બિપિન ત્રિવેદી પણ હાલ યુવરાજસિંહ સાથે જ જેલમાં બંધ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 907








