Sunday, May 24, 2026
HomeGujaratBhavnagarભાવનગરઃ ત્રણ દિવસમાં રખડતાં કુતરાએ બે મહિલાઓનો ભોગ લીધો

ભાવનગરઃ ત્રણ દિવસમાં રખડતાં કુતરાએ બે મહિલાઓનો ભોગ લીધો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ Bhavnagar stray dog menace :રાજ્ય છેલ્લા કેટલાક દિવસથી રખડતાં કુતરાઓ માણસો પર હુમલો (Street Dog Attack) કરતા હોવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. તંત્ર દ્વારા કુતરાઓના રસીકરણ પાછળ લાખો રૂપિયોનો ખર્ચ કરવામાં આવતો હોય છે તેમ છતાં રખડતા કુતરાઓનો આંતક સમવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે ભાવનગરમાં (Bhavnagar) રખડતા કુતરાના કારણે એક મહિલાને જીવ ગુમાવાનો વારો આવ્યો છે. અવાર-નવાર રખડતા ઢોર અને કુતરાઓના કારણે નિર્દોષ લોકોને જીવ ગુમાવો પડી રહ્યો છે. તેમ છતાં તંત્ર દ્વારા કેમ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી તે પણ એક સવાલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ભાવનગરમાં જેસરના દેપલા ગામમાં રહેતા એક મહિલા પર કુતરાએ હુમલો કર્યો હતો. કુતરાએ મહિલાના ગાલ અને શરીરના ભાગે બચકાં ભરતાં મહિલાને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેમને સારવાર માટે શહેરની સરટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મહિલાનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કુતરાએ મહિલાને એટલી હદે બચકાં ભર્યા હતા કે ગાલ પણ ભાડી નાખ્યા હતા.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, મહિલાને જે કુતરાએ બચકાં ભર્યા તેને હડકવા થયો હતો. બે દિવસ અગાઉ પણ પુનમબેન ગીડ નામના મહિલાને હડકાયા કુતરાએ બચકા ભર્યા હતા. તેમને સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા ટુંકી સારવાર દરમિયાન તેમનું પણ મોત નિપજ્યું હતું. પુનમબેન ચાર સંતાનની માતા હતા. તેમનું કુતરુ કરડવાથી મોત થતાં ચાર સંતાનોને માતાની છત્રછાયા ગુમાવાનો વારો આવ્યો છે. હડકાયા કુતરાના કારણે બે મહિલાઓને જીવ ગુમાવાનો વારો આવતા ગામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે ગામના સરપંચે ગામમાં રખડતાં કુતરાઓને દૂર કરવાની માગ કરી છે.

TAG: Bhavnagar news, Bhavnagar stray dog menace

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular