Wednesday, July 8, 2026
HomeGujaratAhmedabad‘શરમ કરો, મરેલાને તો છોડો’; AMC સંચાલિત સ્મશાનમાં બે કોન્ટ્રાકટરે કર્યું આવું...

‘શરમ કરો, મરેલાને તો છોડો’; AMC સંચાલિત સ્મશાનમાં બે કોન્ટ્રાકટરે કર્યું આવું કૌભાંડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad crematorium timber scam: કૌભાંડ કરવા વાળા હવે એવી જગ્યાએ પણ કૌભાંડ કરવા લાગ્યા છે કે જ્યાં અપણે વિચારી પણ ન શકીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સંચાલિત સ્મશાન ગૃહમાં હવે લાકડાનું કૌભાંડ (cremation timber scam) બહાર આવ્યું છે, જેના કારણે લોકોમાં ખળભળાટ મચી ગયો હતો કે હવે લોકો મૃત્યુ પર પણ કૌભાંડ કરે છે. આ સમગ્ર કૌભાંડ બહાર આવતા AMCએ કાર્યવાહી કરી છે અને સ્મશાનનું સંચાલન કરતી સમભાવ અને જય શ્રી ક્રુષ્ણ નામની બે એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે.

શું હતો સમ્રગ મામલો

સ્મશાનમાં છેલ્લા ઘણા સમયથી કૌભાંડ ચાલી રહ્યું હતું. આ અંગે લોકોએ અનેક વાર AMCને ફરિયાદ પણ કરી હતી. જ્યારે મીડિયા દ્વારા આ અંગે અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવ્યા ત્યારે આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું. કોર્પોરેશન અમદાવાદમાં 24 સ્મશાનનું સંચાલન કરે છે, જેના માટે AMC દ્વારા અલગ અલગ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. આ કોન્ટ્રાક્ટ મુજબ સ્મશાનમાં અંતિમક્રિયા આવતા લોકો પાસે 957 રૂપિયા લેવામાં આવે છે, જેના બદલામાં 244 કિલો લાકડા આપવાના હોય છે. પરંતુ આ બંને એજન્સીઓ 100થી 150 કિલો લાકડા જ આપતા હતા. AMCના કોન્ટ્રાક્ટ મુજબ BPL કાર્ડ ધારકો પાસે અંતિમવિધિ માટે માત્ર 300 રૂપિયા જ વસૂલવાના હોય છે તેમ છતાં આ એજન્સીઓ બધા નિયમોની ધોળીને પી ગઈ હતી અને બધા પાસે 957 રૂપિયા ઉઘરાવીને 244 કિલો લાકડાની જગ્યાએ 100થી 150 કિલો લાકડા જ આપતી હતી.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે જાગૃત લોકોએ અનેક વાર AMCને આ અંગે ફરિયાદો કરી હતી તેમ છતાં AMC દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. માત્ર નોટિસ આપીને આ એજન્સીઓને કૌભાંડ કરવા માટે ફરી છૂટો દોર આપી દેવામાં આવતો હતો. લોકોનું એવું કહેવું છે કે આ એજન્સીના સંચાલકો AMC અધિકારીઓનાં માનીતા હોવાને કારણે તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. જ્યારે આ સમગ્ર મામલો મીડિયા દ્વારા બહાર લાવવામાં આવ્યો ત્યારે અચાનક AMCની ઊંઘ ખૂલી અને આ બંને એજન્સીને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે.

TAG: Ahmedabad crematorium timber scam, Ahmedabad News,

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular