નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Gandhinagar News : ગાંધીનગર પોલીસમાં (Gandhinagar Police) લોકલ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ મિત્તલબા પરમારે દુબઈમાં 22 જુલાઈ 2023ના રોજ રો વર્લ્ડ પાવરલિફ્ટિંગ (Powerlifting) ફેડરેશન USA તથા રો વર્લ્ડ પાવરલિફ્ટિંગ ફેડરેશન UAE દ્વારા યોજાયેલા ઇન્ટરનેશનલ પાવરલિફ્ટિંગ કોમ્પિટિશનમાં બેંચપ્રેસ-ડેડલિફ્ટ ઇવેન્ટમાં પ્રથમ ક્રમે રહી બે ગોલ્ડ મેડલ તથા સ્ટ્રોંગ વુમનનો ખિતાબ મેળવી વિદેશની ધરતી પર ગુજરાત પોલીસનું ગૌરવ વધાર્યું છે. તેની સાથે મહીલા હવે પુરુષ સમોવડી બની છે, તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

મિત્તલબા પરમારે ગુજરાત પોલીસ અને ફેડરેશન વતી રેસલીંગ અને પાવરલિફ્ટિંગ આર્મ રેસલીંગમાં આંતરરાષ્ટ્રીયકક્ષા, નેશનલકક્ષા તથા રાજ્યકક્ષાએ ભાગ લઇ કુલ 32 મેડલ હાંસલ કરેલા છે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 2 ગોલ્ડ મેડલ, રાષ્ટ્રીય સ્તરે 1 સિલ્વર મેડલ તેમજ 4 બ્રોન્ઝ મેડલ પણ જીતેલા છે. તેમજ રાજ્યસ્તરે 7 ગોલ્ડ મેડલ તથા 10 સિલ્વર મેડલ મળીને કુલ 17 મેડલ પણ હાંસલ કર્યા છે. ઉપરાંત ખેલમહાકુંભમાં 5 ગોલ્ડ મેડલ તથા 3 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે કુલ-2 મેડલ, રાષ્ટ્રીય સ્તરે કુલ 5 મેડલ, રાજ્ય સ્તરે કુલ 17 મેડલ તથા ખેલમહાકુંભમાં કુલ 8 મેડલો સહિત કુલ 32 મેડલ મેળવ્યા છે.
વધુમાં તેઓ ગુજરાત પોલીસના ઇતિહાસમાં રેસલીંગ ક્ષેત્રે એકમાત્ર મહિલા રેસલર તરીકે એવોર્ડ મેળવી ગુજરાત પોલીસનું નામ રોશન કરનારા પ્રથમ પોલીસ મહિલા કર્મચારી છે. તે ભારત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (SAI), પટીયાલા ખાતે રેસલીંગ (કુસ્તી)ના અધિકૃત કોચ તરીકે વર્ષ 2019-20 દરમિયાન DIPLOMA IN SPORTS COCHING (NIS) WRESTLING તાલીમ કોર્ષ કરી દ્વિતિય ક્રમાંક પ્રાપ્ત કરનાર ગુજરાતના એકમાત્ર મહિલા પોલીસ કર્મચારી છે. તેઓ આગામી વર્ષમાં USA ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ વર્લ્ડ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લેશે.
આ બાબતે ચેમ્પીયન મિત્તલબા પરમાર સાથે વાત કરતા જણાવ્યું કે, મારી આ જર્નીમાં મારા પોલીસ વિભાગમાનો ખુબ સપોર્ટ રહ્યો છે. મારા ઉપરી અધિકારીઓનાં સહયોગના લીધે જ મને આવી સ્પર્ધામાં ભાગ લેવામાં સરળતા રહી છે. મારા સ્ટાફનો સહયોગના લીઘે હું સૌનો આભાર માનું છું, તેમજ આગામી સમયમાં હવે USA ખાતે યોજાનાર ઇન્ટરનેશનલ વર્લ્ડ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લઈશ.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








