નવજીવન ન્યૂઝ.અમદાવાદ: Ahmedabad News: અમદાવાદના વાસણા ખાતે આવેલા શિવશંકર સોસાયટીમાં મોટી દુર્ઘટના (Vasna Incident) સર્જાઇ છે. જેમાં ઘરની છતના પોપડા પડતા (Roof Fell) બે લોકોને કરૂણ મોત નિપજ્યા છે. રાત્રિના અઢી વાગ્યાના અરસમાં આ દુર્ઘટના સર્જાઇ હતી. જેમા પિતા પુત્રના કમકમાટીભર્યા મૃત્યુથી સમ્રગ વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે. દુર્ઘટના સર્જાતા સ્થાનિકો ઉમટી પડ્યા હતા આ સમ્રગ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસનો (Ahmedabad Police) કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને બંને મૃતદેહને પી. એમ. અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર વાસણા ખાતે આવેલા શિવશંકર સોસયટીના એક ઘરમાં પિતા પુત્ર અને માતા રાત્રે ઘરમાં ઉંઘી રહ્યા હતા. દરમિયાન મોડી રાત્રે 2:30 વાગ્યાના અરસામાં પંખો સાથે છત ધડામ દઈ પિતા-પુત્ર પર પડી હતી. જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા પિતા-પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મુત્યુ નિપજ્યું હતું,
અત્રે ઉલ્લેખનીય છે કે આ હતભાગી પરિવાર ભાડાના મકાનમાં રહેતો હતો અને ઘણા સમયથી મકાન જર્જરિત હાલતમાં હોવાથી તિરાડ વચ્ચે ભયના ઓથર હેઠળ જીવના જોખમે ઘરમાં રહેતો હતો. મકાન માલિકે પણ રિનોવેશન માટે જણાવી મકાન ખાલી કરવાનું કહ્યુ હતું જોકે ભાડુઆતે બે મહિનાનો સમય માગ્યો હતો, પરંતુ કમનસીબે રિનોવેશન પહેલા જ તેમના પર છત પડતા પરિવારના સભ્યોને કાળ ભરખી ગયો હતો અને મોતને ભેટ્યા છે.
આ દુર્ઘટના બનતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અચાનક છત તૂટી પડતા પરિવારમાં પુત્ર અને પતિ મૃત્યુથી પત્ની નિરાધાર બનતા માથે આભ ફાટ્યા જેવી સ્થિતીમાં મુકાઈ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








