Friday, September 22, 2023
HomeGujaratBhavnagarડમીકાંડમાં વધુ 3 આરોપી ઝડપાયા, કુલ ધરપકડનો આંક 42 પર પહોંચ્યો

ડમીકાંડમાં વધુ 3 આરોપી ઝડપાયા, કુલ ધરપકડનો આંક 42 પર પહોંચ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગર: ગુજરાતમાં ચાલી રહેલા ડમીકાંડની (Dummy Kand Today News ) તપાસમાં ભાવનગર પોલીસે (Bhavnagar Police) ઝંપલાવતા અનેક ખુલાસા થયા છે. ત્યારે આ મામલે ફરિયાદમાં કુલ 36 આરોપીના નામ જોગ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં સંડોવાયેલા વધુ ત્રણ આરોપીની આજરોજ ભાવનગર એસ.ઓ.જી.એ ધરપકડ કરી છે. આમ હવે ડમીકાંડમાં ધરપકડનો આંક કુલ 42 સુધી પહોંચ્યો છે જ્યારે કુલ 58 આરોપીની નામ ખુલી ગયા છે.

મળતી માહિતી મુજબ ભાવનગરના ડમીકાંડમાં (Bhavnagar Dummy Case) સંડોવાયેલા વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગર એસ.ઓ.જી. દ્વારા આજરોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ઈસોરા ગામના આરોપી કવિતકુમાર નિતીનભાઈ રાવ, તળાજાના અભિષેકકુમાર હરેશકુમાર પંડ્યા, તળાજાના વિમલભાઈ બટુકભાઈ જાનીની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગર પોલીસની SIT દ્વારા ચાલી રહેલી તપાસમાં હજુ પણ કેટલાક શખ્સોની સંડોવણી ખુલે તેવા અહેવાલો મળી રહ્યા છે.

- Advertisement -

ભાવનગરના ડમીકાંડની ટૂંકી વિગત

ભાવનગરના ડમીકાંડમાં અસલી ઉમેદવારના બદલે નકલી ઉમેદવાર પરીક્ષા આપી સરકારી નોકરી કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવતા હોવાનું ખુલ્યું છે. આ મામલાનો ખુલાસો યુવરાજસિંહ દ્વારા કરવામાં આવતા જ સરકાર અને પોલીસ વિભાગમાં રીતસરનો ખળભળાટ મચી ગયો હતો. આ મામલાની તપાસ માટે ભાવનગર રેન્જ આઈ.જી. ગૌતમ પરમાર દ્વારા SITની રચના કરવામાં આવી છે.

ડમીકાંડની તપાસની ટૂંકી વિગત

ભાવનગરના ડમીકાંડ મામલે ભાવનગર SITએ તપાસ હાથ ધરતા મોટું કૌભાંડ ખુલ્યું છે. જેમાં કુલ 42 આરોપીની ધરપકડ થઈ છે જ્યારે કુલ 58 જેટલા આરોપીના નામ પોલીસ તપાસમાં સામે આવ્યા છે. પોલીસે નોંધેલી ફરિયાદમાં 36 વ્યક્તિના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે અન્ય આરોપીઓની પોલીસે તપાસ કરી ધરપકડ કરી છે. હાલ પોલીસ ટેકનોલોજીનો સહારો લઈ હોલ ટિકીટમાં લાગેલા ફોટા ચેક કરી તેના આધારે અન્ય આરોપીઓની પણ ઓળખ કરવા માટે કાર્યરત છે. સાથે જ આ કાંડમાં ઝડપાયેલા કેટલાક સરકારી નોકરી મેળવી ચૂકેલા આરોપી પણ ઝડપાયા છે. જેમાં એક કરાઈ પોલીસ ટ્રેનિંગ એકેડમીમાં પી.એસ.આઈ.ની ટ્રેનિંગ લઈ રહેલા આરોપી પણ સામેલ છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular